________________
ગાથા- ૨૧૯
૩૯ તેથી ગ્લાનાદિ સાધુ સદાય, માટે વૃષભ સાધુને ન મોકલે. તપસ્વીને- મોકલે તો તપસ્વી દુઃખી થાય, અથવા તો તપસી જાણીને લોકો આહારાદિ વધુ આપે, માટે તપસ્વી સાધુને ન મોકલે. બીજા કોઈ સમર્થ સાધુ જાય એમ ન હોય તો અપવાદે ઉપર કહેલામાંથી સાધુને યતના પૂર્વક મોકલે.
બાલસાધુને મોકલે તો તેની સાથે ગણાવચ્છેદકને મોકલે, તે ન હોય તો બીજો ગીતાર્થ સાધુ મોકલે, તે ન હોય તો બીજા અગીતાર્થ સાધુને સામાચારી કહીને મોકલે. યોગીને મોકલે તો અનાગાઢ યોગી હોય તો યોગમાંથી કાઢીને મોકલે. તે ન હોય તો. તપસ્વીને પારણું કરાવીને મોકલે. તે ન હોય તો વૈયાવચ્ચ કરનારને મોકલે. તે ન હોય તો વૃદ્ધ અને તરૂણ અથવા બાલ અને તરૂણને મોકલે.
[૨૨૦-૨૪૩ માર્ગે જતાં ચાર પ્રકારની પ્રત્યુપ્રેક્ષણા કરતા જાય. રસ્તામાં ઠલ્લા માત્રાની ભૂમિ, પાણીનાં સ્થાન, ભિક્ષાનાં સ્થાન, વસતિ-રહેવા માટેનાં સ્થાન જુએ. તેમજ ભયવાળાં સ્થાન હોય તે દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રત્યુપેક્ષણા. કરે. દ્રવ્યથી- રસ્તામાં કાંટા, ચોર, શિકારી પશુ, પ્રત્યેનીક કૂતરા આદિ, ક્ષેત્રથી ઉંચી, નીચી, ખાડા-ટેકરા, પાણીવાળાં સ્થાન આદિ, કાળથી- જવામાં જ્યાં રાત્રે આપત્તિ હોય કે દિવસે આપત્તિ હોય તે જાણી લે. અથવા દિવસે રસ્તો સારો છે કે ખરાબ, રાત્રે રસ્તો સારો છે કે ખરાબ તેની તપાસ કરે, ભાવ- તે ક્ષેત્રમાં નિલવ, ચરક, પરિવ્રાજક વગેરે વારંવાર આવતા હોય તેથી લોકોની દાનની રૂચિ રહી ન હોય, તે તપાસે. જ્યાં સુધી ઇચ્છિત સ્થાને ન પહોંચે ત્યાં સુધી સૂત્ર પોરિસી, અર્થ પોરિસી ન કરે. તે ક્ષેત્રની નજીક આવી જાય ત્યારે નજીકના ગામમાં કે ગામ બહાર ગોચરી વાપરીને, સાંજના વખતે ગામમાં પ્રવેશ કરે અને વસતિ શોધે, વસતિ મળી જાય એટલે કાળગ્રહણ લઈ બીજે કંઈક ન્યૂન પોરિસી સુધી સ્વાધ્યાય કરે. પછી સંઘાટક થઈ ગોચરીએ જાય. ક્ષેત્રના ત્રણ ભાગ કરે. એક ભાગમાં સવારે ગોચરી જાય, બીજા ભાગમાં મધ્યાä ગોચરી જાય અને ત્રીજા ભાગમાં સાંજે ગોચરી જાય. બધેથી થોડું થોડું ગ્રહણ કરે, તથા દૂધ, દહીં, ઘી વગેરે માગે કેમકે માગવાથી લોકો દાનશીલ છે કે કેવા છે તેની ખબર પડી જાય. ત્રણે વખત ગોચરી જઈને પરીક્ષા કરે. આ રીતે નજીકમાં રહેલા આજુબાજુના ગામમાં પણ પરીક્ષા કરે. બધી વસ્તુ સારી રીતે મળતી હોય તો તે ક્ષેત્ર ઉત્તમ કહેવાય. કોઈ સાધુ કદાચ કાળ કરે તો તેને પરઠવી શકાય તે માટે મહાસ્થડિલભૂમિ પણ જોઈ રાખે. વસતિ કયા સ્થાને કરવી અને કયા સ્થાને ન કરવી તે માટે જે વસતિ હોય તેમાં ડાબા પડખે પૂર્વાભિમુખ વૃષભ બેઠેલો હોય તેવી કલ્પના કરવી. તેના દરેક અંગના લાભાલાભ આ પ્રમાણે છે. શીંગડાના સ્થાને વસતિ કરે તો કલહ થાય. પગના કે ગુદાને સ્થાને વસતિ કરે તો પેટના રોગ થાય. પુછડાના સ્થાને વસતિ કરે તો નીકળી જવું પડે. મુખના સ્થાને વસતિ કરે તો ગોચરી સારી મળે. શીંગડાના કે ખાંધના મધ્યમાં વસતિ કરે તો પૂજા સત્કાર થાય. સ્કંધ અને પીઠના સ્થાને વસતિ કરે તો ભાર થાય પેટના સ્થાને વસતિ કરે તો નિત્ય તૃપ્ત રહે.
[૨૪૪-૨૪૬] શય્યાતર પાસેથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી પ્રાયોગ્યની અનુજ્ઞા મેળવે. દ્રવ્યથી- ઘાસ, ડગલ, રાખ આદિની અનુજ્ઞા. ક્ષેત્રથી- ક્ષેત્રની મર્યાદા આદિ કાળથી- રાત્રે કે દિવસે ઠલ્લા માત્રુ પરઠવવા માટેની અનુજ્ઞા. ભાવથી- ગ્લાન આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org