________________
ગાથા-૮૪૫ ભરતી આવે એટલે તેમાં માછલાં ભરાઈ જાય. એકવાર હું તેમાં સપડાઈ ગયો. ત્યારે સાદડીના આધારે બહાર નીકળી ગયો. આ પ્રમાણે હું ત્રણવાર તેમાંથી છટકી ગયો. એકવીસવાર જાળમાં સપડાતાં હું જમીન પર લપાઈ જતો હતો એટલે છૂટી જતો. એકવાર હું ખાબોચીયાના પાણીમાં રહેતો હતો, તે વખતે પાણી સુકાઈ ગયું. માછલાં જમીન ઉપર ફરી શકતાં નથી, એટલે તે ખાબોચીયાનાં ઘણાં માછલાં મરી ગયાં. કેટલાંક જીવતાં હતાતેમાં પણ જીવતો હતો. ત્યાં કોઈ માછીમાર આવ્યો અને હાથથી પકડી પકડીને માછલાં સોયોમાં પરોવવા લાગ્યો ત્યારે મને થયું કે હવે નક્કી મરી જવાશે જ્યાં સુધી વીંધાયો નથી ત્યાં સુધીમાં કોઈ ઉપાય કરુ જેથી બચી જવાય’ આમ વિચાર કરીને પરોવાયેલા માછલાની વચમાં જઈ તે સોયો મોંથી પકડીને હું વળગી ગયો. માછીમારે જાણ્યું કે બધા માછલાં પરોવાઈ ગયાં છે, એટલે તે સોયો લઈને માછલા ધોવા માટે બીજા દ્રહમાં ગયો. એટલે હું પાણીમાં જતો રહ્યો આવું મારુ પરાક્રમ છે. તો પણ તું મને પકડવાની ઈચ્છા કરે છે? તારુ કેવું નિર્લજપણું ? આ રીતે માછલો સાવચેતીથી આહાર મેળવતો હતો. તેથી છળાતો ન હતો. તે દ્રવ્યગ્રાસ એષણા.
[૮૪૬-૮૪૮]આ પ્રમાણે કોઈ દોષોમાં ન છલાય તે રીતે નિર્દોષ આહાર પાણીની ગવેષણા કરી, સંયમના નિવાહ માટે જ આહાર વાપરવો. આહાર વાપરતાં પણ આત્માને શિખામણ આપવી કે હે જીવ ! તું બેંતાલીસ દોષોથી રહિત આહાર લાવ્યો છે, તો હવે વાપરવામાં મૂચ્છવશ થઈશ નહિ, રાગ દ્વેષ કરીશ નહિ. આહાર વધારે પણ ન વાપરવો, તેમ ઓછો પણ ન વાપરવો જેટલાં આહારથી શરીર ટકી રહે, તેટલા પ્રમાણમાં આહાર વાપરવો.
[૮૪૯-૮૫૦આગાયોગ વહન કરનાર - જુદા વાપરે. અમનો - માંડલી બહાર રાખેલા હોય તે જુદા વાપરે. આત્માર્થિક - પોતાની લબ્ધીથી લાવીને વાપરતાં હોય તે જુદા વાપરે. પ્રાદુર્ણક - મેમાન આવેલા હોય તેમને પહેલેથી પુરેપુરુ આપવામાં આવે એટલે જુદા વાપરે. નવદીક્ષિત - ઉપાસ્થાપના હજુ થઈ નથી. એટલે હજુ ગૃહસ્થવતુ હોય જેથી તેમને જુદુ આપી દે. પ્રાયશ્ચિત્તવાળા દોષશુધ્ધિ માટે પ્રાયશ્ચિત કરતાં હોય તે શબલ ભ્રષ્ટ ચારિત્રીઓ જુદ વાપરે. બાલ વૃદ્ધ - અસહિષ્ણુ હોવાથી જુદું વાપરે. આ રીતે જુદું વાપરનારા અસમુદ્દિશક. તથા કોઢ આદિ રોગ થયેલા હોય તે જુદું વાપરે.
[૮૫૧-૮૫૯]આહાર પ્રકાશમાં કરવો જોઈએ. પ્રકાશ બે પ્રકારનો દ્રવ્ય પ્રકાશ ને ભાવ પ્રકાશ. દ્રવ્ય પ્રકાશ - દીપક, રત્ન આદિનો. ભાવ પ્રકાશ - સાત પ્રકારના સ્થાન, દિશા, પ્રકાશ, ભાજન, પ્રક્ષેપ, ગુરુ, ભાવ. સ્થાન -માંડલીમાં સાધુઓને જવા આવવાનો માર્ગ મૂકીને તથા ગૃહસ્થ આવતાં ન હોય તેવા સ્થાનમાં પોતાના પર્યાય પ્રમાણે બેસીને આહાર કરવો. દિશા -આચાર્ય ભગવંતની સામાં, પાછળ, તેમ પરાડુ મુખ ન બેસવું પણ. માંડલી પ્રમાણે ગુરુથી અગ્નિ કે ઈશાન દિશામાં બેસીને આહાર કરવો. પ્રકાશ - અજવાળું હોય, તેવા સ્થાને બેસીને આહાર કરવો. કેમકે માખી, કાંટો વાળ, આદિ હોય તો ખબર પડે. અંધારામાં આહાર કરતાં માખી આદિ આહાર સાથે પેટમાં જાય, તો. ઉલટી, વ્યાધિ આદિ થાય. ભાજન - અંધારામાં ભોજન કરતાં જે દોષો લાગે તે દોષો સાંકડા મુખવાળા પાત્રમાં વાપરતાં લાગે, ઉપરાંત નીચે વેરાય, વસ્ત્ર આદિ બગડે ઈત્યાદિ દોષો લાગે માટે પહોળા પાત્રામાં આહાર વાપરવો. પ્રક્ષેપ - કૂકડીનાં ઈંડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org