Book Title: Agam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Author(s): Subodhikabai Mahasati, Artibai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
આશીર્વચન સહ અનમોના
નિડર વકતા બા. બ્ર. પૂ. જગદીશચંદ્રમ.સા.
ગુજરાત-સૌરાષ્ટ્રના પરમ ઉપકારી, ગોંડલ સંપ્રદાયના નિદ્રાવિજેતા એકાવતારી યુગપુરુષ પૂ. શ્રી ૧૦૦૮ શ્રી ડુંગરશી મ. સા. ની પાટપરંપરાએ શ્રી કાનજી સ્વામી, શ્રી ભીમજી સ્વામી, શ્રી નેણશી સ્વામી, શ્રી જેસંગજી સ્વામી, શ્રી દેવજી સ્વામીના શિષ્ય શ્રી જયમાણેક ગુરુદેવના સેવાભાવી, લાડીલા શિષ્યરત્ન બા.બ્ર. સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.થી જૈન જૈનેત્તર અબાલવૃદ્ધ પરિચિત છે. અનોખા સંપાદન માટે ધન્યવાદ :
આ પરમ જ્યોતિર્ધરના જન્મશતાબ્દી વર્ષને અમર બનાવવા માટે અજોડ પરુષાર્થ પર્વક વિવિધ કાર્યો દ્વારા થઈ રહ્યા છે. તેમાંનું એક કાર્ય આગમ પ્રકાશન છે. જૈનદર્શને સ્વાધ્યાયને તપ ગણાવેલ છે. આત્માને પ્રકાશિત કરવા માટેનું વિરલ સાધન "સ્વાધ્યાય" છે. વીતરાગવાણી જ માનવમાત્રના કલ્યાણ માટે ખૂબ ઉપકારકમાંગલ્યકારક બની રહેશે. અર્ધમાગધી ભાષામાં રચાયેલા આપણાં શાસ્ત્રોને માતૃભાષા ગુજરાતીમાં રજૂ કરવા માટેનો ભગીરથ પુરુષાર્થ કરનાર સહુને ધન્યવાદ.
પૂ.અંબાબાઈ મહાસતીજીના શિષ્યા પરિવારે શ્રમણી વિદ્યાપીઠ–મુંબઈમાં અભ્યાસ કરી થોડા શાસ્ત્રોનું પ્રકાશન કરાવી સ્વાધ્યાયનો મહાલાભ પ્રાપ્ત કર્યો હતો અને પૂ. ગુરુદેવની જન્મશતાબ્દીના માંગલિક વર્ષે "આગમ બત્રીસી" માતૃભાષામાં પ્રકાશિત કરવાના મહાન કાર્યનો પ્રારંભ કર્યો છે. પ્રાણ પરિવારના પૂ. મુક્તાબાઈ મ. ૫. લીલમબાઈ મ. તથા તેમના પરિવારે અજોડ પરિશ્રમ ઉઠાવી આગમ લેખનનું કાર્ય કર્યું છે. તે તેઓની સ્વાધ્યાય પ્રીતિ, શાસન પ્રભાવના અને પૂ. ગુરુદેવ પ્રત્યેની ઊંડી ભક્તિ પ્રગટ કરે છે. પ્રત્યેકને ધન્યવાદ અને અભિનંદન. તેઓનું આ કાર્ય ફક્ત ગોંડલ સંપ્રદાય કે સ્થાનકવાસી જૈન સમાજ માટે જ નહીં, સમસ્ત જૈન સમાજ માટે પ્રેરક બની