________________
૧/-/૫૦
૨૦૫
જ્ઞાનદ્વારમાં - જ્ઞાની પણ છે, અજ્ઞાની પણ છે. - x - તેમાં જે જ્ઞાની છે, તે નિયમથી ત્રણ જ્ઞાનવાળા છે. તે આ રીતે – આભિનિબોધિક જ્ઞાની, શ્રુતજ્ઞાની અને અવધિજ્ઞાની. તેમા જે અજ્ઞાની છે, તેમાં કેટલાંક બે અજ્ઞાની છે, કેટલાંક ત્રણ અજ્ઞાની છે. તેમાં જે બે અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની અને શ્રુત અજ્ઞાની છે. જે ત્રણ અજ્ઞાની છે, તે નિયમા મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની, વિભંગજ્ઞાની છે. આ બે કે ત્રણ અજ્ઞાનીનો વિકલ્પ અસંજ્ઞી મધ્યેથી જે ઉત્પન્ન થાય છે, તેના પ્રતિ કહેવું. તે નૈરયિકવત્ કહેવું.
ઉપયોગ - આહાર દ્વારો નૈરયિકવત્ કહેવા. ઉપપાત-સંજ્ઞી-અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ-ગર્ભજ મનુષ્યોથી છે.
સ્થિતિ-જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ છે. સમુદ્ઘાતને
આશ્રીને મરણ વિચારણામાં સમવહત થઈને પણ મરે છે, અસમવહત થઈને પણ મરે છે. ચ્યવનદ્વારમાં અનંતર ઉદ્ધર્તીને પૃથ્વી, પ્, વનસ્પતિ કાયિક ગર્ભ વ્યુત્ક્રાંતિક સંખ્યાત વર્ષાયુક્ તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્યોમાં જાય છે, બાકીના જીવ સ્થાનોમાં નહીં. તેથી ગતિ-આગિતદ્વારમાં બે ગતિ-બે આગતિ, તિર્યંચ અને મનુષ્યગતિ અપેક્ષાએ કહેલ છે. પરીત-પ્રત્યેકશરીરી, અસંખ્યાતા કહ્યા છે.
ઉપસંહારાર્થે, તે આ દેવો, તે પંચેન્દ્રિયાદિ કહ્યું.
હવે સ્થાવર અને ત્રાનું ભવસ્થિતિ કાળમાન કહે છે – - સૂત્ર-૫૧ :
ભગવન્! સ્થાવરની કેટલો કાળ સ્થિતિ કહી છે ? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ સ્થિતિ કહી છે.
ભગવન્ ! ત્રાની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ ! જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિ કહી છે.
ભગવન્ ! સ્થાવર,સ્થાવત્વમાં કાળથી ક્યાં સુધી રહે? જઘન્યથી આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંતલોક અસંખ્યાત પુદ્ગલ પરિવર્ત. તે પુદ્ગલ પરાવર્ત આવલિકાથી અસંખ્યાત ભાગ.
ભગવન્ ! ત્રસ, ત્રાત્વથી કાળથી કેટલો કાળ હોય ? જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ-અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી
અસંખ્યાત લોક.
ભગવન્ ! સ્થાવરનું કેટલા કાળનું અંતર હોય છે? સની સંચિકણા મુજબ કહેવું. ભગવન્ ! ત્રસને કેટલા કાળનું અંતર હોય છે ? જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકા.
ભગવન્ ! આ ત્રા અને સ્થાવરમાં કોણ, કોનાથી અલ્પ-બહુ, તુલ્યવિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડાં ત્રસ છે, સ્થાવરો અનંતગણા છે. તે આ દ્વિવિધા સંસાર સમાપન્ના જીવો કહ્યા.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ
• વિવેચન-૫૧ :
જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ, આ પૃથ્વીકાયને આશ્રીને જાણવું. બીજા સ્થાવર કાયને ઉત્કૃષ્ટથી આટલી ભવસ્થિતિનો અભાવ છે. ત્રસકાયની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી તેત્રીશ સાગરોપમ, આ દેવ-નાસ્ક અપેક્ષાએ જાણવું. બીજા ત્રસકાયને ઉત્કૃષ્ટથી આટલી ભવસ્થિતિનો અભાવ છે.
૨૦૬
હવે આ બંનેની કાયસ્થિતિ કાળમાનને કહે છે – સ્થાવર, આ રૂપે સ્થાવરત્વ એવો ભાવ છે. કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્વકાળ, ઉત્કૃષ્ટથી અનંતકાળ. તે જ અનલંકાળ. કાળ અને ક્ષેત્ર વડે નિરૂપે છે - અનંતી ઉત્સર્પિણી - અવસર્પિણી, કાળથી. ક્ષેત્રથી અનંત લોક. શું કહે છે ? અનંતલોકમાં જેટલો આકાશ પ્રદેશો છે, તેમાં પ્રતિ સમય એક-એકના અપહારથી જેટલી અનંતી અવસર્પિણી-ઉત્સર્પિણી થાય છે. આનું જ પુદ્ગલપરાવર્ત માન કહે છે—અસંખ્ય પુદ્ગલ પરાવર્ત. અસંખ્ય પુદ્ગલ પરાવર્તોમાં ક્ષેત્રથી એટલે પદ સાંનિધ્યથી ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ડોમાં જેટલા સંભવે છે. તે અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી સમજવું.
આ અસંખ્યેય અસંખ્યેય ભેદાત્મક છે, તેથી પુદ્ગલપરાવર્ત અસંખ્યેયત્વ નિધરિ છે. પુદ્ગલ પરાવર્ત આવલિકાનો અસંખ્યાત ભાગ. આવલિકાના અસંખ્યાતમે ભાગે જેટલા સમયો છે તેટલું પ્રમાણ સમજવું. આ વનસ્પતિકાય સ્થિતિને આશ્રીને જાણવું. પણ પૃથ્વી-અકાય સ્થિતિની અપેક્ષાએ નહીં. તે બંનેની કાયસ્થિતિ ઉત્કર્ષથી અસંખ્યેય ઉત્સર્પિણી પ્રમાણત્વથી છે. તેથી પ્રજ્ઞાપનામાં કહ્યું છે –
પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ, અસંખ્યાત ઉત્સર્પિણી - અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અસંખ્યાતલોક, એ રીતે અકાયિક પણ જાણવા. જે વનસ્પતિકાયની સ્થિતિ છે, તે યથોક્ત પ્રમાણ ત્યાં કહેલ છે – ભગવન્ ! વનસ્પતિકાયિક, વનસ્પતિકાયિકપણે કાળથી કેટલો કાળ હોય ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતકાળ - અનંતી ઉત્સર્પિણી-અવસર્પિણી કાળથી, ક્ષેત્રથી અનંત લોક અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત
આવલિકાનો અસંખ્યાત ભાગ.
આ જ વનસ્પતિ સ્થિતિકાળ સાંવ્યવહાકિ જીવોને આશ્રીને કહ્યો છે, અસાંવ્યવહારિક જીવોને તો કાયસ્થિતિ અનાદિ જાણવી. તથા “વિશેષવતી''માં કહ્યું છે – અનંતા જીવો છે, જેના વડે પ્રસાદિ પરિણામ પ્રાપ્ત થતાં નથી, તેઓ અનંતાનંત નિગોદવાસમાં વસે છે. તે પણ તે અસાંવ્યવહારિક જીવોની અનાદિ કાયસ્થિતિ કેટલાંકને અનંતકાળ હોય છે, જેઓ કદી અસાંવ્યવહારિક રાશિમાંથી ઉદ્ધર્તીને સાંવ્યવહારિક રાશિમાં પડશે નહીં. કેટલાંકને અનાદિ સાંત હોય છે, જે અસાંવ્યવહાસ્કિ રાશિમાંથી ઉદ્ધર્તીને સાંવ્યવહારિક રાશિ પામે છે.
હવે કઈ રીતે અસાંવ્યવહારિક રાશિથી નીકળીને સાંવ્યવહારિક રાશિમાં આવે
છે ? જેથી એવી પ્રરૂપણા કરાય છે, કહેવાય છે, આવે છે ? કઈ રીતે માનવું? તેથી કહે છે – પૂર્વચાર્યના ઉપદેશથી તથા કહે છે – “દુધમઅંધકાર નિમગ્નજન પ્રવચન