Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 229
________________ ૩/ઈન્દ્રિય/૩૦૬ છે ઈન્દ્રિય વિષયાધિકાર — * — * — * — હમણાં દ્વીપસમુદ્રના પુદ્ગલ પરિણામત્વથી કહ્યા. તે પુદ્ગલોના વિશિષ્ટ પરિણામ પરિણતોના ઈન્દ્રિય ગ્રાહ્યત્વથી ઈન્દ્રિયવિષય પુદ્ગલ પરિણામ કહે છે – • સૂત્ર-૩૦૬ : ભગવન્ ! ઈન્દ્રિયોના વિષયભૂત પુદ્ગલ પરિણામ કેટલા ભેટે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - શ્રોપ્રેન્દ્રિય વિષય યાવત્ સ્પર્શનેન્દ્રિય વિષય. - - - ભગવન્ ! શ્રોત્રોન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે – શુભ શબ્દ પરિણામ અને અશુભ શબ્દ પરિણામ. એ પ્રમાણે ચક્ષુ આદિ ઈન્દ્રિય વિષય પણ બબ્બે ભેટે છે. જેમકે – સુરૂપ અને દુરૂપ પરિણામ. સુગંધ અને દુર્ગન્ધ પરિણામ. સુરસ-દુરસ પરિણામ. સુસ્પર્શ પરિણામ અને દુઃસ્પર્શ પરિણામ. ૧૧૯ ભગવન્ ! ઉત્તમ-અધમ શબ્દ-રૂપ-ગંધ-રસ અને સ્પર્શ-પરિણામમાં પરિણમતા પુદ્ગલ પરિણમ્યા એમ કહી શકાય? હા, ગૌતમ ! ઉત્તમ-અધમ શબ્દ પરિણામોમાં પરિણમતા પુદ્ગલો પરિણમ્યા કહેવાય. ભગવન્ ! શું શુભ શબ્દ પુદ્ગલો અશુભ શબ્દપણે અને અશુભ શબ્દ પુદ્ગલો શુભ શબ્દપણે પરિણમે છે? હા, ગૌતમ ! તે બંને પરસ્પર પરિણમે છે. • સૂત્ર-૩૦૭ : - ભગવન્ ! શું સુરૂપ પુદ્ગલો દુરૂપપણે, કુરૂપ પુદ્ગલો સુરૂપપણે પરિણમે છે? હા, ગૌતમ ! પરિણમે છે. એ પ્રમાણે સુગંધી પુદ્ગલ દુર્ગંધી પુલપણે, દુર્ગન્ધી પુદ્ગલ સુગંધી પુદ્ગલપણે પરિણમે છે. એ રીતે સુસ્પર્શ, દુઃસ્પર્શપણે અને સુરસ દુરસપણે પરિણમે ? હા, પરિણમે છે. • વિવેચન-૩૦૬ : ભદંત ! ઈન્દ્રિય વિષય પુદ્ગલ પરિણામ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ – થ્રોગેન્દ્રિય વિષયાદિ, સુગમ છે. - ૪ - નૂનં - નિશ્ચિત. ઉચ્ચાવચ્ચ - ઉત્તમ અને અધમ. - ૪ - ૪ - પરિણામના યથાવસ્થિત ભાવથી. દ્રવ્ય-ક્ષેત્રાદિ સામગ્રીના વશથી તે-તે રૂપે થવું તે પરિણામ. શુમાવ્યા - શુભ શબ્દરૂપ પુદ્ગલો. - ૪ - ઈત્યાદિ સુપ્રતીત છે. - ૪ - ૪ - # દેવ શક્તિ અધિકાર છ — — — - ભગવન્ કોઈ મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ પહેલાં પુદ્ગલ ફેંકે અને પછી તે ગતિ કરતો તે વસ્તુને વચમાં પકડવાને સમર્થ છે ? હા, છે. ભગવન્ ! એવું કયા કારણથી કહો છે કે – મહર્ષિક દેવ યાવત્ પકડી શકે? ગૌતમ ! ફેંકેલ પુદ્ગલની પહેલા શીઘ્રગતિ હોય છે, પછી તેની મંદગતિ થાય છે. જ્યારે તે મહર્ષિક યાવત્ મહાનુભાગ દેવની ગતિ પહેલાં પણ શીઘ્ર હોય છે અને પછી જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પણ શીઘ્ર હોય છે. તે કારણથી હે ગૌતમ ! એમ કહ્યું કે ાવત્ ગતિ કરતો દેવ પકડી લે છે. ૧૨૦ ભગવન્ ! કોઈ મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કર્યા વિના અને કોઈ બાળકને પહેલા છેધા-ભેધા વિના તેના શરીરને સાધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ સંગત નથી. ભગવન્ ! કોઈ મહદ્ધિક દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને, પણ બાળકના શરીરને પહેલાં છેલ્લા-મેધા વિના તેને સાંધવામાં સમર્થ છે શું? ના, તે અર્થ સંગત નથી. ભગવન્ ! કોઈ મહદ્ધિક યાવત્ મહાનુભાગ દેવ બાહ્ય પુદ્ગલો ગ્રહણ કરીને, પહેલાં બાળકને છેદી-ભેદીને પછી તેને સાંધવામાં સમર્થ છે? હા, સમર્થ છે, તે ગ્રંથિને છદ્મસ્થ જાણી કે જોઈ શકતો નથી, એવી સૂક્ષ્મ ગ્રંથિ તે હોય છે. ભગવન્ ! મહાદ્ધિક દેવ પહેલા બાળકને છેલ્લા-ભેધા વિના દીર્ઘ કે હ્રસ્વ કરવામાં સમર્થ છે શું? ના, તેમ નથી. આ પ્રમાણે ચારે આલાવા છે. પહેલા-બીજા ભંગમાં બાહ્ય પુદ્ગલોનું ગ્રહણ નથી. એકાંતરિક છેદન-ભેદન નથી. બાકી પૂર્વવત્ તે સિદ્ધિને છાસ્થ જાણતો કે જોતો નથી. આટલી સૂક્ષ્મ તે દીર્ઘ કે છૂવ કરવાની વિધિ હોય છે. • વિવેચન-૩૦૭ : ભદંત ! દેવ [કેવા ?] મહર્ષિક, મહાધુતિક, મહાબલ, મહાયશા, મહાનુભાગ. પુતિ - ટૂંકુ આદિ પ્રયત્નથી ફેંકે. તે જ પુદ્ગલ ભૂમિ ઉપર પડે તે પહેલા પ્રદક્ષિણાથી ભમીને પકડી લેવા સમર્થ છે ? હા, છે. કેમકે દેવની શક્તિ ઘણી છે. ત્યારે જિજ્ઞાસુ પૂછે છે કે કઈ રીતે? ભગવંતે કહ્યું – ગૌતમ ! પ્રયત્ન જનિત સંસ્કારની તીવ્રતાથી પુદ્ગલની પહેલાં તીવ્રગતિ હોય છે, પણ પછી સંસ્કારની મંદ મંદતાથી પછી મંદગતિ થાય છે. દેવને પહેલા કે પછી શીઘ્ર ઉત્સાહ વિશેષથી શીઘ્ર ગતિ જ હોય છે. દેવ બાહ્ય પુદ્ગલ લીધા વિના બાળકને છેધા કે ભેધા વિના - તેના શરીરને થોડી પણ વિક્રિયા કર્યા વિના દૃઢ બંધને બદ્ધ કરવામાં સમર્થ છે ? ના, તેમ નથી. કેમકે બાહ્ય પુદ્ગલ લીધાં વિના, શરીરને વિક્રિયા વિના બંધન કરવું અશક્ય છે. આના દ્વારા દેવો પણ નિબંધના ક્રિયા ન કરે તેમ કહ્યું. બીજા સૂત્રમાં બાળકને છેદવું-ભેદવું એ વિશેષ છે. બાકી પૂર્વવત્. અહીં પણ ઉભય કારણજન્ય ગ્રંથન કરવાની અશક્તિ છે. ત્રીજા સૂત્રમાં બાહ્ય પુદ્ગલ લઈને, બાળકને ન છેદે - ન ભેદે તે વિશેષ છે. ચોથામાં બાહ્ય પુદ્ગલો લઈને અને બાળકને છેદી-ભેદીને એ વિશેષ છે. અહીં ગ્રથન કરવા સમર્થ છે તેમ કહેવું. કેમકે કારણ-સામગ્રી સંભવે છે. તે ગ્રંથીને છાસ્ય મનુષ્યો જાણતા કે જોતાં નથી. તે બાળક કે અન્ય પુરુષ અતિશય જ્ઞાની ન હોવાથી ન જાણે, ન જુએ. એટલું સૂક્ષ્મ દેવો ગુંચે.

Loading...

Page Navigation
1 ... 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279