Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 243
________________ વૈિમાહ-૨૩૪૨,૩૪૩ ૧૪૩ ઉકૃષ્ટથી પૂર્વકોટિ પૃથકવ અધિક ત્રણ પલ્યોપમ. નૈરયિક, મનુષ્ય, દેવોનું અંતર જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. વિચિયોનિકોનું અંતર જઘન્ય અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટ સાધિક શત સાગરોપમ પૃથકd. [૩૪] ભગવન ! આ નૈરયિક ચાવત દેવોમાં કોણ કોનાથી લાદિ છે ? સૌથી થોડાં મનુષ્યો, નૈરયિકો અસંખ્યાતપણા, દેવો અસંખ્યાતગણા, તિચો અનંતગુણ છે. તે આ ચાર ભેદે સંસારી જીવો કહા. • વિવેચન-૩૪૨,૩૪૩ : નૈરયિકોની જઘન્ય સ્થિતિ ૧૦,૦૦૦ વર્ષ, રત્નપભા નાથ્વીના પહેલા પ્રસ્તરની અપેક્ષાએ કહ્યું. ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સાતમી નરક અપેક્ષાઓ છે. તિચિયોનિકોમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ દેવકુ આદિની અપેક્ષાએ જાણવું. આ પ્રમાણે મનુષ્યોમાં પણ જાણવું. દેવોને જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ભવનપતિ અને વ્યંતરોને આશ્રીને જાણવું. ઉત્કૃષ્ટ 33 સાગરોપમ છે તે વિજયાદિ અનુત્તરને આશ્રીને જાણવું. ભદંત! નૈરયિકો કાળથી કેટલો કાળ રહે ? ગૌતમ ! જે તેમની ભવસ્થિતિ છે, તે જ તેમની સંચિટ્ટણાકાય સ્થિતિ છે. કેમકે નૈરયિકોને વ્યવધાન વિના ફરી નૈરયિકમાં ઉત્પાદનો અભાવ છે. કેમકે એવું વચન છે કે – નૈરયિક નૈરયિકમાં ઉપજતા નથી. - તિર્યંચયોનિક - ગૌતમ ! જઘન્યથી અંતર્મહતું. ત્યારપછી મરીને મનુષ્યાદિમાં ઉપજે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. કેમકે વનસ્પતિકાયિકમાં અનંતકાળ અવસ્થાન છે. તે અનંતકાળનું નિરૂપણ કરે છે - અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ કાળથી, ફોનથી અનંતલોક અને અસંખ્યાત પુલ પરાવર્ત પ્રમાણ. આ પુદ્ગલ પરાવતું આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જેટલા સમય છે, તે જાણવું. મનુષ્ય - જઘન્ય અંતર્મહતું. પછી મરીને તિર્યંચાદિમાં ઉપજે. ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ પૂર્વકોટિ પૃથકવ અધિક. તે મહાવિદેહાદિમાં સાત મનુષ્યભવ પૂર્વકોટિ આયુનો અને આઠમો ભવ દેવકુટ આદિમાં જાણવો. દેવોની નૈરયિકવત જ ભવસ્થિતિ, તે જ કાય સ્થિતિ છે. દેવો પણ મરીને ફરીથી અનંતર ભવે દેવરૂપે ઉત્પન્ન ન થાય. કેમકે “દેવ, દેવમાં ઉપજે" તે વચન છે. ધે અંતરની વિચારણા કરતા કહે છે - ભદંત ! નૈરયિકનું પાંતર - નૈરયિકવથી પરિભ્રષ્ટ થઈ ફરી નૈરયિકપણાની પ્રાપ્તિના પાંતરાલ કેટલો કાળ હોય છે ? - ભગવંતે કહ્યું - જઘન્યથી અંતર્મુહૂd, કઈ રીતે ? તે કહે છે – નરકથી ઉદ્વર્તન મનુષ્યભવ કે તિર્યભવમાં અંતર્મુહર્ત રહીને કરી નકમાં ઉત્પન્ન થવાથી. તેમાં મનુષ્યભવમાં આ ભાવના – કોઈ નકથી ઉદ્વર્તી ગર્ભજ મનુષ્યપણે ૧૪૮ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ ઉપજીને બધી પતિઓ વડે પર્યાપ્ત, વિશિષ્ટ સંજ્ઞાયુક્ત, વૈક્રિયલબ્ધિમાન થઈને, રાજ્યાદિનો આકાંક્ષી, પરચકનો ઉપદ્રવ સાંભલીને રવશક્તિના પ્રભાવથી ચતુરંગ સૈન્ય વિકજ્વનિ અને સંગ્રામ કરતો મહારૌદ્રધ્યાનને પામીને ગર્ભાવસ્થામાં જ કાળ કરે, કાળ કરીને ફરી નરકમાં ઉપજે તે અંતર્મુહd. તિર્યંચ ભવમાં નકશી ઉદ્વર્તીને ગર્ભજ એવા તંદુલ મત્સ્યપણે ઉત્પન્ન થઈ મહારૌદ્રધ્યાનથી અંતર્મુહર્ત જીવીને કરી નકમાં જન્મે. ઉત્કૃષ્ટથી અનંતકાળ. તે અનંતકાળ પરંપરા થકી વનસ્પતિમાં ઉત્પાદ જાણવો. તેથી વનસ્પતિકાળ કહ્યો. તે પૂર્વે કહેલ છે. તિર્યંચયોનિમાં – જઘન્યથી અંતર્મહતું. કોઈ તિર્યપણે મરી, મનુષ્યભવમાં અંતમુહૂર્ત રહી, ફરી તિર્યચપણે ઉત્પન્ન થનાર જાણવા. ઉત્કૃષ્ટ સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ. તે નિરંતરપણે દેવ-નારક-મનુષ્ય ભવભ્રમણ થકી જાણવું. • • • હવે મનુષ્ય વિષયસૂત્ર તેમાં – જઘન્યથી અંતર્મુહૂર્ત. તે મનુષ્ય ભવથી ઉદ્વર્તી, તિર્યચભવમાં અંતર્મુહૂર્ત રહીને, ફરી મનુષ્યપણે ઉપજે. ઉત્કૃષ્ટ અનંતકાળ. તે અનંતકાળ, પ્રાણુક્ત વનસ્પતિકાળ. દેવવિષયક સૂત્ર - જઘન્યથી અંતર્મુહર્ત કોઈ જીવ દેવ ભવની વીને, ગર્ભજ મનુષ્યપણે ઉપજે. પછી બધી પતિ વડે પર્યાપ્ત થાય. વિશિષ્ટ સંજ્ઞાયુક્ત હોય. તથાવિધ શ્રમણ કે શ્રમણોપાસકની પાસે ધાર્મિક આર્યવચન સાંભળી, ધર્મધ્યાનને ણાતો એવો ગર્ભમાં જ મરીને દેવોમાં ઉત્પન્ન થાય. તે અપેક્ષાએ જઘન્ય અંતર અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અંતર વનસ્પતિકાળ જાણવું. હવે અલાબહત્વ - ગૌતમ! સૌથી થોડાં મનુષ્યો છે. કેમકે તેઓ શ્રેણીના અસંખ્યય ભાગવર્ના આકાશપદેશોની રાશિ પ્રમાણ છે. તેમનાથી નૈરયિક અસંખ્યાતગુણ છે, કેમકે તે અંગુલ માત્ર ક્ષેત્રની પ્રદેશરાતિના પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળથી ગુણિત કરવાથી જેટલી પ્રદેશરાશિ થાય છે, તેટલા પ્રમાણવાળી શ્રેણીમાં જેટલાં આકાશપદેશ થાય છે, તેટલા નૈરયિકો છે. તૈરયિકોયી દેવ અસંખ્યાતપણાં છે. કેમકે મહાદંડકમાં વ્યંતર અને જ્યોતિષદેવ નારકીઓથી અસંખ્યાત ગણાં કહ્યાં છે. દેવોથી તિર્યંચ અનંતગુણ છે. કેમકે વનસ્પતિજીવ અનંતાનંત છે. મુનિ દીપરત્નસાગરે કરેલ-પ્રતિપત્તિ-3નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279