Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 241
________________ ૩/વૈમાહ-૨૩૩૩ થી ૩૩૬ ૧૪૩ આદિમાં જાણવું. માત્ર ત્રીજા-ચોથા ક્લાવાળા બીજી નક સુધી, પાંચમાં-છટ્ટાવાળા બીજા નરક સુધી ઈત્યાદિ જાણવું. અનુત્તરોપપાતિક દેવો કેટલા ક્ષેત્રને અવધિ વડે જાણે અને જુએ ? ગૌતમ ! પરિપૂર્ણ ચૌદ રાજલોકરૂપ લોકનાડીને જુએ અને જાણે છે. આ અંગે વૃત્તિકારશ્રીએ ત્રણ ગાથા પણ નોંધી છે. હે સમુઠ્ઠાત પ્રતિપાદનાર્થે કહે છે – સૂત્ર-338 - ભગવના સૌધર્મ-ઈશાન દેવોને કેટલા સમુઠ્ઠાત કહ્યા છે ? ગૌતમ ! પાંચ સમુઘાતો કહ્યા છે - વેદના સમુદ્રઘાત, કપાયo, મારણાંતિક, વૈક્રિયo, તૈક્સ સમુઘાત. એ પ્રમાણે અય્યત સુધી કહેવું. નૈવેયકમાં પહેલાં ત્રણ સમુદ્ધાત કહ્યા. સૌધર્મ-ઈશાનના દેવો કેવી ભુખ-તરસને અનુભવો વિચરે છે ? ગૌતમ ! કોઈ જ ભુખ-તરસને અનુભવતા વિચરતા નથી. અનુત્તરોપપાતિક સુધી આમ જાણવું. ભગવન ! સૌધર્મ-dશન કોના દેવો એક રૂપ વિકવણા કરવા સમર્થ છે અથવા ઘણાં રૂપો વિકુવાને સમર્થ છે? બંને રૂપો વિકવવા સમર્થ છે. એકની વિકુવા કરતા તેઓ એકેન્દ્રિય ચાવતુ પંચેન્દ્રિયરૂપો વિકુઈ શકે છે. બહરૂપોની વિકવણા કરતા તેઓ ઘણાં બધાં એકેન્દ્રિયો યાવતુ પંચેન્દ્રિયો પોની વિમુક્ત કરી શકે છે. તેઓ સંખ્યાત કે અસંખ્યાત સદંશ કે અસદેશ, સંબદ્ધ કે અસંબદ્ધ રૂપો વિકુતું છે. વિકુવીને પોતાની ઈચ્છાનુસાર કાર્ય કરે છે. આવું આપ્યુત સુધી જાણવું. વેચક અને અનુત્તરોપાતિક દેવો શું એક પ વિકુવવાને સમર્થ છે કે અનેક રૂપો વિકતાને સમર્થ છે? ગૌતમ! તેઓ એક કે અનેકરૂપ વિકવવા સમર્થ છે. પણ સંપાતિથી તેમણે કદી રૂપ વિકુવ્ય નથી, વિકૃવતા નથી, વિકુવશે નહીં. સૌધર્મ-ઇશાન દેવે કેશ શાતા-સુખને અનુભવતા વિચરે છે ? ગૌતમ મનોજ્ઞ શબ્દ ચાવત મનોજ્ઞ અને અનુભવે છે. રૈવેયક સુધી આમ જણાતું. અનુત્તરોપપાતિક દેવો અનુત્તર શબ્દો યાવતું સ્પતિ અનુભવે છે. સૌધર્મ-ઈશાનના દેવોને કેવી અદ્ધિ કહી છે? ગૌતમ! તેઓ મહહિદ્રક, મહાધુતિક યાવત મહાનુભાગ ઋદ્ધિ યુક્ત છે. તે અય્યત સુધી કહેવું. વેયક અને અનુત્તર દેવો સર્વે મહર્વિક રાવત સર્વે મહાનુભાગ છે. ત્યાં કોઈ ઈન્દ્ર નથી યાવત બધાં અહમિંદ્ર નામક દેવગણો તે આયુષ્યમાન શ્રમણ ! કહેલા છે. • વિવેચન-૩૩૭ : સૌધર્મ-ઈશાનના દેવો પાંચ સમુદ્યાતવાળા છે – વેદના સમુઠ્ઠાત, કપાયસમુઠ્ઠાત, વૈકિય સમુઠ્ઠાત, તૈજસ સમુઠ્ઠાત. તેનું સ્વરૂપ વિવિધ પ્રતિપત્તિમાં ૧૪૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ૩ કહેલ છે. બાકીના બે સમુદ્યાત તેઓને ન હોય. કેમકે આહાકલબ્ધિ અને કેવલિત્વનો અભાવ છે. આ પ્રમાણે અમ્યુતક૫ સુધી કહેવું. ગૌતમ ! શૈવેયક દેવોને પાંચ સમુદ્દાત કહ્યા છે. આ પાંચે પણ તેમનું સામર્થ્ય બતાવ્ય, કર્તવ્યતા તેમાં ત્રણની જ છે. વૈક્રિય અને તૈજસ સમુદ્ગાતથી કદી સમવહત થયા નથી, થતાં નથી, થશે પણ નહીં. કેમકે પ્રયોજનનો અભાવ છે. દેવો ભુખ-તરસ અનુભવતા કદી વિચરતા નથી. દેવો એકરૂપ કે અનેકરૂપ વિક્ર્વવાને સમર્થ છે, તે વિષયમાં સૂસાથે મુજબ બધું જાણવું. વિશેષ આ - પૃથર્વત્વ એટલે ઘણાં. સદૈશ-સજાતીય, સર્દેશ-વિજાતીય, સંબદ્ધ-આમાસમ, અસંબદ્ધ-આમપદેશોથી પૃથક, ઈત્યાદિ • x • શૈવેયકના દેવો પણ એકત્વ કે પૃથકત્વની વિક્ર્વણા કરવા સમર્થ છે. પણ સાક્ષાત કદી વિકૃણા કરી નથી - કરતા નથી - કરશે નહીં. દેવોનું સાતા સૌખ્ય - સાતલી - આહાદરૂપ સૌખ્ય, તેને અનુભવતા વિવારે છે ? મનોજ્ઞ શબ્દ-રૂપ-ગંધ-રસ-સ્પર્શરૂપ સાતા સૌએ અનુભવતા વિચરે છે. પરંતુ તેમાં અનુતરવાસી દેવો છે, તે અનુત્તર શબ્દાદિ સૌખ્ય અનુભવે છે. હવે ઋદ્ધિ પ્રતિપાદનાર્થે કહે છે - આ દેવો મહદ્ધિક યાવતું મહાનુભાગ ઋદ્ધિવાળા છે. હવે વિભૂષાપતિપાદના • સૂત્ર-૩૩૮ થી ૩૪૦ - [૩૩૮] સૌધર્મ-ઈશાનના દેવો વિભૂષાથી કેવા કહ્યા છે? ગૌતમ! દેવો બે પ્રકારે છે - વૈક્રિય શરીરવાળા અને વૈક્રિય શરીરવાળા. તેમાં જે તે વૈક્રિય શરીરવાળા છે, તેઓ હાર વિરાજિત વક્ષસ્થળવાળા યાવતુ દશે દિશાઓને ઉધોતીત કરતા, પ્રભાસતા યાવતુ પ્રતિરૂપ છે. તેમાં જે તે વૈક્રિય શરીરવાળા છે, તેઓ આભરણ-વસ્ત્ર રહિત, સ્વાભાવિક વિભૂષાવાળા છે. ભગવન! સૌધર્મ-ઈશાન કામાં દેવીઓ કેવી વિભૂષાવાળી છે ? ગૌતમ! દેવીઓ બે પ્રકારે છે - સૈક્રિય શરીરવાળી અને અવૈચિશરીરવાળા. તેમાં જે વૈકિય શરીરવાળી છે, તેઓ સુવર્ણના આભૂષણોના શબ્દો અને પ્રવર વસ્ત્રોને પહેરેલી છે. તેણી બધી ચંદ્રાનના, ચંદ્રવિલાસીની, ચંદ્રઢ સમાન કપાળવાળી, શૃંગારના ઘર જેવી, સુંદર વેશવાળી, સંગત યાવત પાસાદીય યાવતુ પ્રતિરૂપ છે. તેમાં જે અવૈકિચ શરીરવાળી છે, તેઓ આભરણ અને વસ્ત્ર રહિત, ભાવિક વિભૂષાવાળી કહેલી છે. બાકીના કોમાં દેવો છે, દેવીઓ નથી. આ પ્રમાણે આપ્યુત કા સુધી કહેવું. . • શૈવેયક દેવોની વિભૂષા કેવી છે ? ગૌતમ! તેઓ આભરણ અને વસ્ત્ર વિભૂષા રહિત છે. ત્યાં દેવી ન કહેવી. સ્વાભાવિક વિભૂષાવાળ કહેવા. એ પ્રમાણે અનુત્તરના દેવો કહેવા. [૩૩] સૌધર્મ-ઈશાનમાં દેવો કેવા કામભોગોને અનુભવતા વિચરે છે ? ગૌતમ ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવતુ ઈટ પર્શ. એ રીતે વેચક સુધી કહેવું

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279