Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 255
________________ |−/૩૬૬ ૧૭૧ અલ્પહુત્વ - ભગવન્ ! આ પ્રથમ સમય નૈરયિક યાવત્ પ્રથમરાયમ દેવમાં કોણ કોનાથી અલ્પ આદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્ય છે, પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગુણ, પ્રથમસમય દેવ અસંખ્યાતગણા, પ્રથમ સમય તિચિયોનિક તેનાથી પણ અસંખ્યાતગણાં છે. પ્રથમરામય નૈરયિક યાવત્ પ્રથમ સમય દેવ પણ એ પ્રમાણે જાણવા. વિશેષ એ - અપ્રથમસમય તિચિયોનિક અનંતગણા કહેવા. આ પ્રથમ સમય અને પ્રથમ સમય નૈરયિકોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય નૈરયિક છે, પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. એ રીતે બધાં કહેવા. પ્રથમ સમય નૈરયિક યાવત્ પ્રથમ સમય દેવોમાં કોણ કોનાથી અલ્પાદિ છે ? સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, પ્રથમ સમય મનુષ્યો અસંખ્યાતગણાં, પ્રથમ સમય નૈયિક અસંખ્યાતગણા, પ્રથમસમય દેવો અસંખ્યાતગણાં, પ્રથમ સમય તિર્યંચયોનિક અસંખ્યાતગણાં, પ્રથમસમય નૈરયિકઅસંખ્યાતગણા, અપથમરામય દેવો અસંખ્યાતગણાં, અપ્રથમ સમય તિર્યંચયોનિક અનંતગણા છે. આ આઠ ભેદે સંસારી જીવો કહ્યા. • વિવેચન-૩૬૬ : જેઓ સંસાર સમાપન્ન જીવોને આઠ ભેદે કહે છે, તેઓ એમ કહે છે – પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક, પ્રથમ સમય તિર્યંચયોનિક યાવત્ અપ્રથમ સમય દેવ. તેમાં પ્રથમ સમય નારક એટલે નારકાયને પ્રથમ સમય સંવેદનાર, અપ્રથમ સમય નાક એટલે નાકાયુમાં બીજા આદિ સમયે વર્તનાર, એ રીતે તિર્યંચયોનિકાદિ કહેવા. હવે આ આઠની ક્રમથી સ્થિતિ કહે છે – એક સમય કેમકે બીજા આદિ સમયમાં પ્રથમ સમયત્વ વિશેષણનો અયોગ છે. અપ્રથમ સમયવાળાને સમયન્યૂન ૧૦,૦૦૦ વર્ષ જઘન્યથી. કેમકે એક સમય વીત્યા પછી જ અપ્રથમ સમય વિશેષણ છે. તિર્યંચયોનિકાદિમાં પ્રથમ સમયવાળા બધાંને એક સમય છે. અપ્રથમસમય તિર્યંચયોનિકોમાં જઘન્યથી સમયોન મુલકભવ ગ્રહણ. ઉત્કૃષ્ટથી સમય ન્યૂન ત્રણ પલ્યોપમ. આ પ્રમાણે અપ્રથમ સમય મનુષ્યોને પણ જાણવા. અપ્રથમ સમય દેવોને જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ બંનેમાં એક સમય ન્યૂન કહેવો. હવે કાસ્થિતિ કહે છે એક સમય, કેમકે ત્યારપછી પ્રથમ સમયત્વ વિશેષણનો યોગ નથી. અપ્રથમ સમય સૂત્રમાં જે સ્થિતિ પરિમાણ છે, તે જ કાય સ્થિતિ પરિમાણ છે. કેમકે દેવ અને નૈરયિક ફરી ફરી તે જ ભાવથી તેમાં નિરંતર ઉત્પાદ ન પામે. પ્રથમ સમય તિર્યંચયોનિક સૂત્ર પ્રથમ સમય વૈરયિક સૂત્રવત્ છે. અપ્રથમ તિર્યંચયોનિક સૂત્રમાં જઘન્યથી સમય ન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ છે. આ પ્રથમ સમય ન્યૂનતા પ્રથમ સમય હીનત્વથી કહી છે. ઉત્કૃષ્ટથી અનંતકાળ-વનસ્પતિકાળરૂા. - જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ પ્રથમ સમય મનુષ્ય સૂત્ર પૂર્વવત્. અપ્રથમ સમય મનુષ્ય સૂત્રમાં જઘન્યથી સમયન્યૂન ક્ષુલ્લક ભવગ્રહણ. ત્યારપછી મરીને બીજે ઉત્પન્ન થાય. ઉત્કૃષ્ટ સ્થિતિમાં સાત ભવમાં પૂર્વકોટી આયુષ્ક વાળો થઈને આઠમે ભવે દેવકુરુ આદિમાં ઉપજે, હવે આ આઠેના અંતરને ક્રમથી વિચારે છે – પ્રથમ સમય નૈરયિકનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત અધિક ૧૦,૦૦૦ વર્ષ છે. તે ૧૦,૦૦૦ વર્ષ સ્થિતિક વૈરયિકના નકથી ઉદ્ધર્તન પછી અંતર્મુહૂર્ત રહીને ફરી નૈરયિકપણે ઉત્પન્ન થતાં જાણવા. ઉત્કૃષ્ટથી અનંતકાળ, આ અનંતકાળ તે વનસ્પતિકાળ જાણવો. નથી નીકળીને પરંપરાએ વનસ્પતિમાં જઈને અનંતકાળ અવસ્થાની થાય. ૧૭૨ અપ્રથમ નૈરયિક સૂત્રમાં જઘન્ય અંતર સમયાધિક અંતર્મુહૂર્ત. તે નકથી નીકળીને તિર્યંચગર્ભમાં કે મનુષ્યગર્ભમાં અંતર્મુહૂર્ત રહીને ફરી નકમાં ઉત્પન્ન થાય. ક્યાંક સમયાધિકને બદલે અંતર્મુહૂર્ત દેખાય છે. તેમાં પ્રથમ સમય અંતર્મુહૂર્તમાં જ અંતર્ભાવિત છે, તેથી પૃથક્ કહેલ છે. ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. પ્રથમ સમય તિર્યંચયોનિક સૂત્રમાં જઘન્ય અંતર સમયોન બે ક્ષુલ્લકભવ ગ્રહણ છે. તે ક્ષુલ્લક-મનુષ્ય ભવ ગ્રહણ વ્યવધાનથી છે. ફરી તિર્યંચમાં જ ઉત્પન્ન થનાર જાણવા. અપ્રથમ સમય તિર્યચયોનિક સૂત્રમાં જઘન્યથી અંતર સમયાધિક ક્ષુલ્લક ભવગ્રહણ. તે તિર્યંચયોનિક ક્ષુલ્લકભવ ગ્રહણના છેલ્લા સમયના અધિકૃત્ અપ્રથમ સમયત્વથી ત્યાં મરીને મનુષ્ય ક્ષુલ્લકભવ ગ્રહણના વ્યવધાનથી તિર્યંચપણે ઉત્પન્ન ચનારને પ્રથમ સમયનો અતિક્રમ જાણવો. અપ્રથમ સમયનું અંતર આટલું જ છે. ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ શત પૃથકત્વ કેમકે દેવાદિ ભવોનો આટલો કળ છે. મનુષ્યને નૈરચિવત્ જાણવા - x - હવે ચારેનું પ્રથમ સમયોનું અલ્પબહુત્વ - સૌથી થોડાં પ્રથમ સમય મનુષ્યો, કેમકે શ્રેણીનો અસંખ્યેય ભાગ છે. તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. કેમકે એક સાથે ઘણાંનો ઉત્પાદ અસંભવ છે. તેનાથી પ્રથમ સમય દેવો અસંખ્યાતગણાં છે. કેમકે વ્યંતર અને જ્યોતિકોનો એક સમયે અતિપ્રભુતતરનો ઉત્પાદ અસંભવ છે. તેનાથી પ્રથમ સમય તિર્યંચ અસંખ્યાતગણાં છે. અહીં જે નાકાદિ ત્રણ ગતિથી આવીને તિર્યંચપણાના પ્રથમ સમયમાં જે વર્તે છે, તે પ્રથમ સમય તિર્યંચ, બીજા નહીં. જો કે પ્રતિ નિગોદમાં અસંખ્યાત ભાગ સદા વિગ્રહગતિ પ્રથમ સમયવર્તી હોય છે, તો પણ નિગોદો તિર્યંચ હોવા છતાં તેને પ્રથમ સમય તિર્યંચ ગણેલ નથી. ત્યારપછી ચારેમાં પ્રથમ સમયવર્તીનું અલ્પબહુત્વ કહેલ છે. વૃત્તિ સુગમ છે, સૂત્રાર્થમાં ઘણું કહેલ છે માટે છોડી દીધી છે. હવે આ નૈરયિકાદિના પ્રત્યેકના પ્રથમ સમય - અપ્રથમ સમયના અલ્પબહુત્વને કહે છે – સૌથી થોડાં પ્રથમ સમય નૈરયિક છે. તેનાથી પ્રથમ સમય નૈરયિક અસંખ્યાતગણાં છે. - x • આ રીતે તિર્યંચ યોનિક, મનુષ્ય, દેવ સૂત્રો પણ કહેવા. વિશેષ એ તિર્યંચ યોનિક સૂત્રમાં અપ્રથમ સમય તિર્યંચસોનિક અનંતગણાં કહેવા. કેમકે વનસ્પતિ જીવોનું અનંતપણું છે.

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279