Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 228
________________ BJદ્વીપ /303 ૧૧ ૧૧૮ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3 તો સર્વ સંખ્યાથી કેટલા નામવાળા દ્વીપસમુદ્રો છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! લોકમાં જેટલાં સામાન્યથી શુભ નામો છે – શંખ, ચક્ર, સ્વસ્તિક, કલશ, શ્રીવત્સાદિ છે. શુભ વર્ણ નામના, શુભગંધ નામના, શુભ સ નામના, શુભ સ્પર્શ નામના આટલાં નામવાળા દ્વીપ-સમુદ્રો કહેલા છે. હવે ઉદ્ધાર સાગરોપમ પ્રમાણથી હીપ-સમુદ્રનું પરિમાણ કહે છે – ભદંત ! કેટલાં દ્વીપસમદ્રો ઉદ્ધાર પલ્યોપમ સાગરોપમ પ્રમાણથી કહેલા છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જેટલાં અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમયો - એકૈક સૂક્ષ્મ વાલાણ અપહાર સમયો છે, આટલા દ્વીપ-સમદ્રો ઉદ્ધારથી કહેલા છે. કહ્યું છે - અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલાં સમયો છે, બમણાં-બમણાં ગુણપ્રવિસ્તર દ્વીપ-સમુદ્ર રજુ એટલાં છે. ભગવદ્ ! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામી, અ પરિણામી, જીવ પરિણામી કે પુગલ પરિણામી છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! પૃથ્વી પરિણામી પણ છે, અમ્ પરિણામી પણ છે, જીવ પરિણામી પણ છે અને પુદ્ગલ પરિણામી પણ છે. ભગવતુ ! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણો- બેઈન્દ્રિયાદિ, સર્વે ભૂતો-વનસ્પતિઓ, સર્વે જીવો - પંચેન્દ્રિયો, સર્વે સવ-પૃથ્વી આદિ, પૂર્વે ઉત્પન્ન થયા છે ? ભગવંતે કહ્યું - ગૌતમાં અનેક વખત અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. કેમકે બધાં સાંવ્યવહારિક રાશિ અંતર્ગત જીવોનો સર્વ સ્થાને પ્રાયઃ અનંતવાર ઉત્પાદ છે. કહી છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પoo યોજન. એ પ્રમાણે કાલોદ સમુદ્રમાં ૩૦૦ યોજનસવયંભૂમણમાં ૧૦૦૦ યોજન ઉત્કૃષ્ટથી છે. • વિવેચન-૩૦૩ - ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબાથી કોણ છે ? ગૌતમ ! ત્રણ સમુદ્રો - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અને મત્સ્ય-કાચબાદિથી આકીર્ણ છે. પણ મત્સ્ય-કાચબાથી રહિત નથી. હવે લવણાદિમાં મચની કુલ-કોડી પરિજ્ઞાનાર્થે કહે છે - લવણ સમુદ્રમાં કેટલાં પ્રમાણમાં જાતિપ્રધાન, કુળકોટી મસ્યોની કહી છે ? અહીં એક જ યોનિમાં અનેક જાતિ-કુળ હોય છે. જેમ એક જ છગણ યોનિમાં કૃમિકોટી કુલ, મિલિકા કુળ, વૃશ્ચિક કુળ આદિ છે. તેથી લાખ યોનિપ્રમુખ કહ્યું. ગૌતમ! સાત લાખ જળમસ્ય જાતિ કુલકોટીયોનિ પ્રમુખ છે. આ પ્રમાણે કાલોદ અને સ્વયંભૂરમણ સૂત્ર પણ કહેવા. વિશેષ એ કે કાલોદમાં નવ લાખ અને સ્વયંભૂરમણમાં સાડા બાર લાખ કુલકોટી કહેવી. ધે લવણાદિમાં મત્સ્ય પ્રમાણ કહે છે - ભદંત! લવણ સમુદ્રમાં મસ્યોના શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? ગૌતમ ! ત્રણોમાં જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી - લવણમાં ૫oo યોજન, કાલોદમાં 900 યોજન અને સ્વયંભૂરમણમાં ૧000 યોજન અવગાહના જાણવી. • સૂત્ર-૩૦૪,૩૦૫ - ફિe૪] ભગવના નામોની અપેક્ષાએ દ્વીપ-સમુદ્ર કેટલાં નામવાળા છે ? ગૌતમ! લોકમાં જેટલા શુભ નામો, શુભ વણ યાવત્ શુભ સ્પર્શે છે, એટલા નામવાળા દ્વીપ અને સમુદ્રો છે. ભગવાન ! ઉદ્ધાર સમયોની અપેક્ષા દ્વીપસમુદ્રો કેટલા છે ? ગૌતમ ! અઢી સાગરોપમના જેટલાં ઉદ્ધાર સમય છે, તેટલાં દ્વીપ અને સમુદ્રો છે. [3] ભગવત્ ! હીપ-સમુદ્રો શું પૃeળીનું પરિણામ છે, અમ્ (જળ)નું પરિણામ છે, જીવનું પરિણામ છે કે પુગલનું પરિણામ છે ? ગૌતમ ! હીપસમુદ્રો કૃedીપરિણામ પણ છે, અપપરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે, પુદ્ગલ પરિણામ પણ છે. ભગવાન ! દ્વીપસમુદ્રોમાં સર્વે પ્રાણી, સર્વે ભૂત, સર્વે જીવ અને સર્વે સત્વો પૃથ્વીકાલિકપણે યાવતુ પ્રસકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! કેટલીવાર યાવતું અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે. • વિવેચન-30૪,3૦૫ - ભદંત! દ્વીપ-સમદ્રો કેટલાં નામવાળા કહ્યાં છે ? જો સંખ્યાની ગણવાની ઈચ્છા હોય તો તે કેટલાં કહ્યા છે એવો અર્થ છે. અહીં આ ભાવના છે - અહીં એકએક નામવાળા અસંખ્યાત દ્વીપો અને અસંખ્યાત સમુદ્રો કહેલા છે. માત્ર તેમાં છેલ્લા ‘દેવ' આદિ પાંચ દ્વીપો અને પાંચ સમુદ્રો છોડી દેવા. મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં દ્વીપસમુદ્રાધિકાર પૂર્ણ |

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279