________________
BJદ્વીપ /303
૧૧
૧૧૮
જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/3
તો સર્વ સંખ્યાથી કેટલા નામવાળા દ્વીપસમુદ્રો છે ? ભગવંતે કહ્યું - ગૌતમ ! લોકમાં જેટલાં સામાન્યથી શુભ નામો છે – શંખ, ચક્ર, સ્વસ્તિક, કલશ, શ્રીવત્સાદિ છે. શુભ વર્ણ નામના, શુભગંધ નામના, શુભ સ નામના, શુભ સ્પર્શ નામના આટલાં નામવાળા દ્વીપ-સમુદ્રો કહેલા છે.
હવે ઉદ્ધાર સાગરોપમ પ્રમાણથી હીપ-સમુદ્રનું પરિમાણ કહે છે – ભદંત ! કેટલાં દ્વીપસમદ્રો ઉદ્ધાર પલ્યોપમ સાગરોપમ પ્રમાણથી કહેલા છે ? ભગવંતે કહ્યું - ગૌતમ! જેટલાં અઢી ઉદ્ધાર સાગરોપમના ઉદ્ધાર સમયો - એકૈક સૂક્ષ્મ વાલાણ અપહાર સમયો છે, આટલા દ્વીપ-સમદ્રો ઉદ્ધારથી કહેલા છે. કહ્યું છે - અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલાં સમયો છે, બમણાં-બમણાં ગુણપ્રવિસ્તર દ્વીપ-સમુદ્ર રજુ એટલાં છે.
ભગવદ્ ! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામી, અ પરિણામી, જીવ પરિણામી કે પુગલ પરિણામી છે ? ભગવંતે કહ્યું – ગૌતમ ! પૃથ્વી પરિણામી પણ છે, અમ્ પરિણામી પણ છે, જીવ પરિણામી પણ છે અને પુદ્ગલ પરિણામી પણ છે.
ભગવતુ ! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણો- બેઈન્દ્રિયાદિ, સર્વે ભૂતો-વનસ્પતિઓ, સર્વે જીવો - પંચેન્દ્રિયો, સર્વે સવ-પૃથ્વી આદિ, પૂર્વે ઉત્પન્ન થયા છે ? ભગવંતે કહ્યું - ગૌતમાં અનેક વખત અથવા અનંતવાર પૂર્વે ઉત્પન્ન થયા છે. કેમકે બધાં સાંવ્યવહારિક રાશિ અંતર્ગત જીવોનો સર્વ સ્થાને પ્રાયઃ અનંતવાર ઉત્પાદ છે.
કહી છે ? ગૌતમ! જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી પoo યોજન. એ પ્રમાણે કાલોદ સમુદ્રમાં ૩૦૦ યોજનસવયંભૂમણમાં ૧૦૦૦ યોજન ઉત્કૃષ્ટથી છે.
• વિવેચન-૩૦૩ -
ભગવન્! કેટલા સમુદ્રો ઘણાં મત્સ્ય-કાચબાથી કોણ છે ? ગૌતમ ! ત્રણ સમુદ્રો - લવણ, કાલોદ, સ્વયંભૂરમણ. બાકીના સમુદ્રો અને મત્સ્ય-કાચબાદિથી આકીર્ણ છે. પણ મત્સ્ય-કાચબાથી રહિત નથી. હવે લવણાદિમાં મચની કુલ-કોડી પરિજ્ઞાનાર્થે કહે છે - લવણ સમુદ્રમાં કેટલાં પ્રમાણમાં જાતિપ્રધાન, કુળકોટી મસ્યોની કહી છે ? અહીં એક જ યોનિમાં અનેક જાતિ-કુળ હોય છે. જેમ એક જ છગણ યોનિમાં કૃમિકોટી કુલ, મિલિકા કુળ, વૃશ્ચિક કુળ આદિ છે. તેથી લાખ યોનિપ્રમુખ કહ્યું. ગૌતમ! સાત લાખ જળમસ્ય જાતિ કુલકોટીયોનિ પ્રમુખ છે. આ પ્રમાણે કાલોદ અને સ્વયંભૂરમણ સૂત્ર પણ કહેવા. વિશેષ એ કે કાલોદમાં નવ લાખ અને સ્વયંભૂરમણમાં સાડા બાર લાખ કુલકોટી કહેવી.
ધે લવણાદિમાં મત્સ્ય પ્રમાણ કહે છે - ભદંત! લવણ સમુદ્રમાં મસ્યોના શરીરની અવગાહના કેટલી મોટી કહી છે ? ગૌતમ ! ત્રણોમાં જઘન્યથી ગુલનો અસંખ્યાત ભાગ. ઉત્કૃષ્ટથી - લવણમાં ૫oo યોજન, કાલોદમાં 900 યોજન અને સ્વયંભૂરમણમાં ૧000 યોજન અવગાહના જાણવી.
• સૂત્ર-૩૦૪,૩૦૫ -
ફિe૪] ભગવના નામોની અપેક્ષાએ દ્વીપ-સમુદ્ર કેટલાં નામવાળા છે ? ગૌતમ! લોકમાં જેટલા શુભ નામો, શુભ વણ યાવત્ શુભ સ્પર્શે છે, એટલા નામવાળા દ્વીપ અને સમુદ્રો છે.
ભગવાન ! ઉદ્ધાર સમયોની અપેક્ષા દ્વીપસમુદ્રો કેટલા છે ? ગૌતમ ! અઢી સાગરોપમના જેટલાં ઉદ્ધાર સમય છે, તેટલાં દ્વીપ અને સમુદ્રો છે.
[3] ભગવત્ ! હીપ-સમુદ્રો શું પૃeળીનું પરિણામ છે, અમ્ (જળ)નું પરિણામ છે, જીવનું પરિણામ છે કે પુગલનું પરિણામ છે ? ગૌતમ ! હીપસમુદ્રો કૃedીપરિણામ પણ છે, અપપરિણામ પણ છે, જીવ પરિણામ પણ છે, પુદ્ગલ પરિણામ પણ છે.
ભગવાન ! દ્વીપસમુદ્રોમાં સર્વે પ્રાણી, સર્વે ભૂત, સર્વે જીવ અને સર્વે સત્વો પૃથ્વીકાલિકપણે યાવતુ પ્રસકાયિકપણે પૂર્વે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! કેટલીવાર યાવતું અનંતવાર ઉત્પન્ન થઈ ચૂકેલ છે.
• વિવેચન-30૪,3૦૫ -
ભદંત! દ્વીપ-સમદ્રો કેટલાં નામવાળા કહ્યાં છે ? જો સંખ્યાની ગણવાની ઈચ્છા હોય તો તે કેટલાં કહ્યા છે એવો અર્થ છે. અહીં આ ભાવના છે - અહીં એકએક નામવાળા અસંખ્યાત દ્વીપો અને અસંખ્યાત સમુદ્રો કહેલા છે. માત્ર તેમાં છેલ્લા ‘દેવ' આદિ પાંચ દ્વીપો અને પાંચ સમુદ્રો છોડી દેવા.
મુનિ દીપરત્નસાગરે સટીક અનુવાદ કરેલ પ્રતિપત્તિ-૩-માં દ્વીપસમુદ્રાધિકાર પૂર્ણ |