Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 186
________________ ૩/દ્વીપ૰૧૮૫ આ અર્થ સમર્થ નથી. તે મનુષ્યો મહોત્સવાદિ રહિત કહેલા છે. ઉત્તરકુરુમાં શકટાદિ હોય ? શકટ - ગાડું, ચ-બે પ્રકારે છે યાન સ્થ, સંગ્રામ રથ. તેમાં સંગ્રામથને પ્રાકારાનુકારી, ફલકમથી વેદિકા હોય, બીજા રથમાં તે ન હોય. યાન-ગાડુ આદિ, યુગ્ધ - બે હાથ પ્રમાણ, ચોખૂણી વેદિકાથી ઉપશોભિત જંપાન, ગિલ્લી-હાથી ઉપરની અંબાડીરૂપ, ચિલ્લી-અકુ પલાણને બીજા દેશમાં થિલ્લી કહે છે. શિબિકા - કૂટાકાર આચ્છાદિત જંપાન, સ્પંદમાનિકા-પુરુષ પ્રમાણ જંપાન વિશેષ. ભગવંતે કહ્યું – આમાંનું કશું જ ન હોય, કેમકે તે મનુષ્યો પગે ચાલનારા કહેલા છે. 33 ભગવન્ ! ઉત્તરકુરુમાં ઘોડા, હાથી, ઉંટ, બળદ, પાડા, ગધેડા, ઘોટક આદિ હોય ? અહીં શ્વ - જન્મથી જલ્દી ગમન કરનાર, ઘર - ગધેડો, આદિ અર્થ છે. ભગવંતે કહ્યું – તે બધાં છે, પણ તેઓ મનુષ્યોને પરિભોગ્યપણે જલ્દી આવતા નથી. ભગવન્ ! ઉત્તરકુરુમાં ગાય, ભેંસ, ઉંટડી, બકરી, ઘેટી આદિ હોય ? હા, હોય, પણ તે મનુષ્યને કામમાં ન આવે. ભગવન્ ! ઉત્તકુમાં સિંહો, વાઘ, વરુ, ચિત્તા, ઋક્ષા, પરાશર, શીયાળ, બીલાડા, શુનક, કાળશુનક, કોકતિક, લોંકડી, સશલા, ચિલ્લલ આદિ હોય? ભગવંતે કહ્યું – હોય, પણ તેઓ પરસ્પરને કે મનુષ્યને કંઈપણ આબાધા, પ્રબાધા, છવિચ્છેદ કરી શકતા નથી. તે શ્વાપદો પ્રકૃતિભદ્રક કહેવાયેલા છે. ભગવન્ ! ઉત્તરકુરુમાં શાલિ, ઘઉં, ડાંગર, જવ, તલ, શેરડી આદિ છે ? હા, છે. પણ તે મનુષ્યને પરિભોગપણે આવતી નથી. - - - ભગવન્ ! ઉત્તકુરુમાં સ્થાણુ, કંટક, હી-લઘુ કુત્સિત તૃણ, શર્કરા-કાંકરા, તૃણ, કચરો આદિ અશુચિ-શરીર મલાદિ, પૂતિ-કુથિત સ્વ સ્વભાવ ચલિત ત્રણ દિવસના વટક આદિવત્. દુરભિગંધમૃતક્લવરાદિ, અચોક્ષ-અપવિત્ર અસ્થિ આદિવત્ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. ‘ઉત્તરકુરુ' ક્ષેત્ર સ્થાણુ, કંટક, હીર, કાંકરા ઈત્યાદિથી રહિત છે. ભગવન્ ! ઉત્તરકુરુમાં ગત્ત - મોટો ખાડો, દરી-ઉંદર આદિથી કરાયેલ નાના ખાડા, ઘસી-ભૂરાજિ, ભૃગુ-પ્રપાતસ્થાન, વિષમ-દુરારોહ-અવરોહ સ્થાન, ધૂળ, કાદવ, ચલણી - માત્ર પગને સ્પર્શે તેટલો કાદવ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. ઉત્તરકુમાં બહુસમરમણીય ભૂભાગ કહેલ છે. ભગવન્ ! ‘ઉત્તરકુટુ' ક્ષેત્રમાં દંસ, મસક, ઢંકુણ, પિશુકા-ચાંચડ, ચૂકા, લીંખ છે ? ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી. કેમકે ‘ઉત્તકુટુ’ ક્ષેત્ર ઉપદ્રવ રહિત કહેલ છે. - - - ભગવન્ ! ઉત્તરકુરુમાં અજગર, મહોગાદિ છે ? હા, છે. પણ તેઓ અન્યોન્ય કે મનુષ્યોને કંઈ આબાધા, વ્યાબાધા, છવિચ્છેદ કરતા નથી. તે સર્પગણને હે આયુષ્યમાન શ્રમણ ! પ્રકૃતિથી ભદ્રક કહેલ છે. ભગવન્ ! ઉત્તરકુરુમાં દંડાકાર વ્યવસ્થિત ગ્રહ-ગ્રહદંડ, તે અનર્થ ઉપનિપાત હેતુપણે પ્રતિષેધ્ય છે, સ્વરૂપથી નહીં, એ પ્રમાણે ગ્રહમુશલ, ગ્રહંગર્જિત-ગ્રહચારહેતુક ગર્જિત, આ સ્વરૂપ થકી પણ પ્રતિષેધ્ય છે. ગ્રહયુદ્ધ-એક ગ્રહ અન્ય ગ્રહની મધ્યે 19/3 જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ જાય, ગ્રહસંઘાટક, ગ્રહાપસવ્યાનિ [તથા] અભાણિ-સામાન્યકારથી પ્રતીત, અભવૃક્ષવૃક્ષાકારે પરિણત અભ્ર, સંધ્યા-સંધ્યાકાળે નીલાદિ અભ્રપરિણતરૂપ, ગંધર્વનગર-સુર સદન પ્રાસાદ ઉપશોભિત નગરાકારપણે તાવિધ નભઃપરિણત પુદ્ગલ રાશિરૂપ આ બધું પણ ત્યાં સ્વરૂપથી ન હોય. ગતિ વિદ્યુત, ઉલ્કાપાત-આકાશમાં સંમૂર્છિત જવલન પડવારૂપ. દિગ્દાહ-કોઈ દિશામાં છિન્નમૂલ જ્વલન જ્વાલા કરાલિત અંબર પ્રતિભાસરૂપ, નિર્ધાત-વિધુનો પ્રપાત, પાંશુદૃષ્ટિ-ધૂળની વર્ષા, યક્ષદીપ્તક - આકાશમાં દૃશ્યમાન અગ્નિસહિત પિશાચ. ઘૂમિકા-રૂક્ષ, પ્રવિરલ, ધૂમાભા, સ્નિગ્ધ ઘન ઘનત્વી ભૂમિમાં પડેલ - ૪ - મહિકા જોદ્ઘાત. ૩૪ [તથા] ચંદ્રોપરાગ-ચંદ્રગ્રહણ, સૂર્યોપરાગ-સૂર્યગ્રહણ, અહીં ગર્જિત, વિધુત્ ઉલ્કા, દિગ્દાહ, નિર્થાત ઇત્યાદિનો સ્વરૂપથી પણ પ્રતિષેધ છે. તેમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ અનર્થ ઉપનિપાતના હેતુપણે નિષેધ જાણવો. કેમકે સ્વરૂપથી તે બંનેનો પ્રતિષેધ અશક્ય છે. જંબુદ્વીપના જ સૂર્ય-ચંદ્ર ત્યાં પ્રકાશે છે. એક ચંદ્ર કે સૂર્યના ગ્રહણથી સકલ મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણ થતાં સ્વરૂપથી ચંદ્ર-સૂર્યના ગ્રહણનો પ્રતિષેધ સંભવતો નથી. ચંદ્ર સૂર્યપરિવેષ-ચંદ્ર કે સૂર્યના ફરતી વલયાકાર પરિણતિરૂપ પ્રસિદ છે. પ્રતિચંદ્ર - ઉત્પાદાદિ સૂચક બીજો ચંદ્ર, એ રીતે બીજો સૂર્ય. ઈન્દ્રધનુપ્, ઉદકમત્સ્ય, કપિહસિત-અકસ્માત આકાશમાં જ્વલન્-ભીમ શબ્દરૂપ, અમોઘસૂર્યબિંબની નીચે કદાચિત દેખાતું શકટની ઉદ્ધિ સંસ્થિત શ્યામાદિ રેખા. આવા ચંપરિવેષાદિ સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. પૂર્વનો વાયુ-પશ્ચિમનો વાયુ ઈત્યાદિ વાયુ અસુખહેતુરૂપ કે વિકૃતરૂપ હોતા નથી. સામાન્યથી તેનો નિષેધ કરેલ નથી. કેમકે પૂર્વાદિ વાયુ તો ત્યાં પણ હોય છે. ગ્રામદાહ, નગર દાહ ઈત્યાદિ, દાહકૃતથી પ્રાણાય, ભૂતક્ષય કુળક્ષય, આ બધું સ્વરૂપથી પણ પ્રતિષેધ્ય છે. કોઈનો અનર્થ હેતુપણે અને કોઈનો સ્વરૂપથી નિષેધ છે, તેમ ભગવંતે કહ્યું છે. કે ભગવન્ ! ઉત્તરકુરમાં ડિબ-સ્વદેશોસ્થા વિપ્લવ, ડમ-પરરાજથી કૃત્, કલહવાયુદ્ધ, બોલ-ઘણાં પીડિતોનો કલકલપૂર્વકનો મેળાપક, ક્ષાર-પરસ્પર માત્સર્ય, વૈપરસ્પરની અસહનતાથી હિંસ્ય-હિંસક ભાવ અધ્યવસાય, મહાયુદ્ધ-પરસ્પર મરાતામારતા વડે યુદ્ધ, મહાસંગ્રામાદિ, મહાસન્નાહ, મહાપુરુષ કે મહાશસ્ત્રનું નિષતન-નાગ બાણાદિથી દિવ્ય અસ્ત્રોનું પ્રક્ષેપણ, અદ્ભુત વિચિત્ર શક્તિને કારણે નાગબાણાદિ એ જ મહાશસ્ત્રો છે. તેથી કહે છે કે – ધનુષ્ય આરોપિત નાગબાણ મૂકવા તે જાજવલ્યમાન, અસહ્ય, ઉલ્કાદંડરૂપ, બીજાના શરીરે નાગમૂર્તિરૂપ બંધન કરે છે. તામસ બાણથી બધી સંગ્રામભૂમિમાં મહાંધતમસરૂપતા થાય છે. - ૪ - ૪ -ઈત્યાદિ. ભગવંતે કહ્યું કે આ અર્થ સમર્થ નથી. કેમકે હે આયુષ્યમાન્ શ્રમણ ! તે મનુષ્યો આ ડિબ-ડમરાદિથી રહિત છે. ભગવન્ ! ઉત્તકુરુમાં મ્રૂત-અશિવ, કુલરોગ, મંડલરોગ. શિરો-અક્ષિ-કર્ણનખ-દંત વેદના છે ? કાશ, શ્વાસ, શોષ, વર, દાહ, કચ્છ, ખસર, કુષ્ઠ, અર્શ, અજીર્ણ, ભગંદરાદિ છે? સંધ-કુમાર-નાગ-ચક્ષ-ભૂત-ધનુગ્રહાદિ છે ? ઉદ્વેગ,

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279