Book Title: Agam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 185
________________ BJદ્વીપ /૧૮૫ કેટલાંક ચોપાલ સંસ્થિત છે. કેટલાંક અટ્ટાલક સંસ્થાન સંસ્થિત છે. વીથી - માગ કેટલાંક પ્રાસાદ સંસ્થિત છે. રાજા અને દેવતાના ભવનો તે પ્રાસાદો અથવા ઘણાં ઉલ્લેધવાળા તે પ્રાસાદ. હર્મ્સ-શિખરરહિત, ધનવાનના ભવનો. કેટલાંક ગવાણા સંસ્થિત છે. કેટલાંક વાલાણપોતિકા સંસ્થિત છે. વાવાઝપોતિકા-તળાવાદિમાં પાણી ઉપરનો પ્રાસાદ. કેટલાંક વલભી સંસ્થિત છે. વલભી-ગૃહનું આચ્છાદન, કેટલાંક વરભવન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. • x • તે શુભ અને શીતલ છાયાવાળા હુગણો છે. ભગવદ્ ! શું ઉન્નકુટુમાં ગૃહો કે આવા ગૃહ સમાન ગૃહાયતન - તે ગૃહોમાં તે મનુષ્યોના આયતન છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય વૃક્ષરૂપ ગૃહાલયવાળા કહ્યા છે. ભગવન્શું ઉત્તરમાં ગામ યાવતું સન્નિવેશ છે ? યાવતું શદથી નગરાદિ પણ લેવા, જે બુદ્ધયાદિ ગુણોને ગ્રસે તે ગ્રામ અથવા શાપસિદ્ધ અઢાર કરો જેમાં છે તે ગ્રામ. જેમાં કર વિધમાન નથી તે નગર. નિગમ - વણિક વગવાસ, ખેટ-પાંશુ પ્રાકાર નિબદ્ધ, કબૂટ-ફુલ્લ પાકાર વેખિત. મડંબ-અઢી ગાઉમાં કોઈ ગામ ન હોય છે. પન કે પતન. તેમાં પન-નૌકા વડે જ્યાં જવાય છે. પણ જ્યાં ગાડાં-ઘોડા-નાવ વડે જવાય તે પતન. - x - દ્રોણમુખ-બહુલતાએ જલનિર્ગમ પ્રવેશ. આકર-ખાણ, આશ્રમ-તાપસાદિનું આશ્રયસ્થાન, સંબાધચાત્રામાં આવેલનો નિવેશ. રાજધાની - જે નગરાદિમાં સ્વયં રાજા વસતો હોય. સન્નિવેશ - જેમાં સાર્યાદિનો આવાસ હોય. - - - ગૌતમ! ઉત્તરકુરમાં ગામ ચાવતું સન્નિવેશ ન હોય. કેમકે તેમનો આ ઈચ્છા વિષય જ નથી. તેઓ સ્વેચ્છાએ ગમન કરવાના સ્વભાવવાળા છે. ભગવત ! ઉત્તરકુરમાં અસિ ઉપલક્ષિત સેવક-યુયો, મણી ઉપલક્ષિત લેખનજીવી, કૃષિથી કૃષિ કોપજીવી, પશ્યક્રય વિકયોપજીવી, વાણિજ્યકલા ઉપજીવી (એ બધાં) હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેઓ અસિ-મણી-કૃષિ-વાણિજ્ય રહિત છે. ભગવન્! શું ઉત્તરકુરુમાં હિરણ્ય-અઘડિત સોનું, કાંસ્ય ભાજન જાતિ, વરા જતિ, મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-વિધમાન ધન આદિ છે ? હા, ગૌતમ ! છે. પણ તે મનુષ્યોને તે વિષયમાં તીવ્ર મમત્વભાવ થતો નથી. કેમકે તેઓ મંદ રાણાદિ છે. ભગવા ઉત્તરકુરુમાં રાજા-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, મહામાંડલિક, યુવરાજ, ભોગિકાદિ ઈશ્વર અથવા અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્ય યુક્ત ઈશ્વર, તલવર - રાજા જેને ખુશ થઈને મસ્તકને સુવર્ણપટ્ટ વિભૂષિત કરે, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો વડો, માડુંબિક-મડંબ સ્થાનનો અધિપતિ. - X • ઈન્સ-હાથી પ્રમાણે દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠીશ્રી દેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા પુરયેષ્ઠ વણિક વિશેષ. સેનાપતિ-હાથી, 0, પદાતિ લક્ષણ સેનાના સ્વામી, સાર્યવાહ-ગણિમાદિ દ્રવ્યને લઈને લાભાર્થે જે બીજા દેશમાં જાય છે, નૃપને બહુમાન્ય, પ્રસિદ્ધ, દીન-અનાથોના વત્સલ, તે લોકમાં ધાન્ય સાર્થવાહ કહેવાયો સાર્થવાહના આ લક્ષણ છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, ઉત્તરકુરના મનુષ્યો “ઋદ્ધિ સકાર અર્થાતુ વૈભવ અને સેવ્યતા લક્ષણથી રહિત છે. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ભગવન! ઉત્તરકુરમાં દાસ-ઘરેણાં ખરીદ-વેચ કરનાર, પ્રેય-મોકલવા યોગ્ય, શિય-ઉપાધ્યાયનો ઉપાસક, મૃતક-નિયતકાળને આશ્રીને વેતનથી કર્મ કરવાને રાખેલ, ભાવિક-ભાગીયો, કર્મકાર-લુહારાદિ કર્મ કરનાર, આ બધાં છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આભિયોગ્યપણાથી હિત તે મનુષ્યો છે. કર્મમાં અભિમુખ યોજાય કે પ્રવૃત્તિ કરાવાય તે અભિયોગ્ય. હે આયુષ્યમાન્ શ્રમણ ! તેઓમાં આભિયોગ્યત્વ નથી. ભગવદ્ ઉત્તરકુરુમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ છે ? તેમાં માતા-જનની, પિતા-જનક, સહોદભાઈ, સહોદરી-બહેન, વધૂપત્ની, સુત-પુગ, સુતા-પુત્રી, તૂષા-પુત્રવધૂ એ બધાં છે. તેથી જ કહ્યું છે કે જે જન્મ આપે તે જનની, જે બીજ સીંચે તે પિતા, સાથે જન્મે તે એક માતા-પિતાપણાથી ભાઈ કે બહેન, ભોગ્યપણાથી પની ઈત્યાદિ છે, પણ તે મનુષ્યોમાં તીવ પ્રેમરૂપ બંઘન હોતું નથી. ક્ષેત્રની સ્વાભાવિકતાથી તેઓ પાતળા પ્રેમબંધનવાળા મનુષ્યો છે. ભગવન્! ઉત્તરકુરમાં અરિ – , વૈરી-જાતિ બદ્ધ વૈરવાળા, ઘાતકબીજાને હણે, વધક-સ્વયં હશે. પ્રત્યેનીક - છિદ્રાન્વેષી, પ્રત્યમિત્ર-પહેલા મિત્ર થઈ પછી મિત્ર થાય. ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી, તે મનુષ્યગણ ચાલ્યા ગયેલા વૈરાનુબંધવાળા કહેલા છે. ભગવન ! ઉત્તસ્કરમાં મિત્ર-નેહ વિષય, વયસ્ય-માનવતા સહિત ગાઢતર સ્નેહવિષય, સખા - સમાન ખાન-પાન ગાઢતમ સ્નેહનું સ્થાન છે. સુહતુ - મિત્ર, સકલ કાલ અવ્યભિચારી અને હિતોપદેશ દેનાર. સાંગતિક - સંગતિ માત્ર. ભગવંતે કહ્યું - આવો સંબંધ ભાવ ન હોય, કેમકે તે મનુષ્ય સ્નેહરાગ હિત છે. ભગવદ્ ! ઉત્તરકુરુમાં નાટકોમાં નાટક કરનારની પ્રેક્ષા તેનટપેક્ષા કે નૃત્યપેક્ષા, નૃત્ય કરનારાને જોવાં તે. જલવા આખેલક અથવા રાજાના સ્તોત્ર પાઠકો, તેમની પ્રેક્ષા. મલપેક્ષા, મૌષ્ટિક-મલ્લ વિશેષ જે મુષ્ટિ વડે પ્રહાર કરે છે, તેની પ્રેક્ષા. વિડંબક-વિદષક, વિવિધ વેશ કરનારની પ્રેક્ષા. કથનપેક્ષા, લવક - જે ખાડો આદિને ઝંપલાવીને ઓળંગી જાય કે નદી દિને તરી જાય તેની પ્રેક્ષા. શાસક - રાસને ગાનારા કે જય શબ્દને બોલનાર અથવા ભાંડ, તેમની પ્રેક્ષા, આગાયક - જે શુભાશુભને કહે છે, તેમની પ્રેક્ષા. લંખ-જે મહાવંશાગ્રને આરોહીને નૃત્ય કરે છે, તેમની પ્રેક્ષા. મંખપેક્ષા-જે ચિત્રપટ્ટાદિ હાથમાં લઈ ભિક્ષા કરે છે. તૃણઈલ-ખૂણ નામક વાધ વિશેષ તેની પ્રેક્ષા, તુંબવીણાવાદકની પ્રેક્ષા. કાવડિ વાહક, તેની પ્રેક્ષા. માગધ-બંદિભૂત તેમની પ્રેક્ષા. ભગવંતે કહ્યું - તે મનુષ્યોને આ કશું ન હોય, કેમકે તેઓ કૌતુકહિત છે. ભગવતુ ! ઉત્તરકુરમાં ઈન્દ્ર-શકનો મહોત્સવ-પ્રતિ નિયત દિવસભાવી ઉત્સવ, છંદ-કાર્તિકેય મહોત્સવ, એ રીતે દ્ધ, શિવ-દેવતા વિશેષ, વૈશ્રમણ-ઉતરદિશાનો લોકપાલ, નાગ-ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, મકુંદ-બળદેવ આ બધાંનો મહોત્સવ. કૂવા-તળાવ-નદી-ન્દ્રહ-પર્વત-ચૈત્ય-સ્તૂપનો મહોત્સવ. ભગવંતે કહ્યું.

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279