________________
BJદ્વીપ /૧૮૫
કેટલાંક ચોપાલ સંસ્થિત છે. કેટલાંક અટ્ટાલક સંસ્થાન સંસ્થિત છે. વીથી - માગ કેટલાંક પ્રાસાદ સંસ્થિત છે. રાજા અને દેવતાના ભવનો તે પ્રાસાદો અથવા ઘણાં ઉલ્લેધવાળા તે પ્રાસાદ. હર્મ્સ-શિખરરહિત, ધનવાનના ભવનો. કેટલાંક ગવાણા સંસ્થિત છે. કેટલાંક વાલાણપોતિકા સંસ્થિત છે. વાવાઝપોતિકા-તળાવાદિમાં પાણી ઉપરનો પ્રાસાદ. કેટલાંક વલભી સંસ્થિત છે. વલભી-ગૃહનું આચ્છાદન, કેટલાંક વરભવન વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત છે. • x • તે શુભ અને શીતલ છાયાવાળા હુગણો છે.
ભગવદ્ ! શું ઉન્નકુટુમાં ગૃહો કે આવા ગૃહ સમાન ગૃહાયતન - તે ગૃહોમાં તે મનુષ્યોના આયતન છે ? ગૌતમ! આ અર્થ સમર્થ નથી. તે મનુષ્ય વૃક્ષરૂપ ગૃહાલયવાળા કહ્યા છે.
ભગવન્શું ઉત્તરમાં ગામ યાવતું સન્નિવેશ છે ? યાવતું શદથી નગરાદિ પણ લેવા, જે બુદ્ધયાદિ ગુણોને ગ્રસે તે ગ્રામ અથવા શાપસિદ્ધ અઢાર કરો જેમાં છે તે ગ્રામ. જેમાં કર વિધમાન નથી તે નગર. નિગમ - વણિક વગવાસ, ખેટ-પાંશુ પ્રાકાર નિબદ્ધ, કબૂટ-ફુલ્લ પાકાર વેખિત. મડંબ-અઢી ગાઉમાં કોઈ ગામ ન હોય છે. પન કે પતન. તેમાં પન-નૌકા વડે જ્યાં જવાય છે. પણ જ્યાં ગાડાં-ઘોડા-નાવ વડે જવાય તે પતન. - x - દ્રોણમુખ-બહુલતાએ જલનિર્ગમ પ્રવેશ. આકર-ખાણ, આશ્રમ-તાપસાદિનું આશ્રયસ્થાન, સંબાધચાત્રામાં આવેલનો નિવેશ. રાજધાની - જે નગરાદિમાં સ્વયં રાજા વસતો હોય. સન્નિવેશ - જેમાં સાર્યાદિનો આવાસ હોય. - - - ગૌતમ! ઉત્તરકુરમાં ગામ ચાવતું સન્નિવેશ ન હોય. કેમકે તેમનો આ ઈચ્છા વિષય જ નથી. તેઓ સ્વેચ્છાએ ગમન કરવાના સ્વભાવવાળા છે.
ભગવત ! ઉત્તરકુરમાં અસિ ઉપલક્ષિત સેવક-યુયો, મણી ઉપલક્ષિત લેખનજીવી, કૃષિથી કૃષિ કોપજીવી, પશ્યક્રય વિકયોપજીવી, વાણિજ્યકલા ઉપજીવી (એ બધાં) હોય છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. તેઓ અસિ-મણી-કૃષિ-વાણિજ્ય રહિત છે.
ભગવન્! શું ઉત્તરકુરુમાં હિરણ્ય-અઘડિત સોનું, કાંસ્ય ભાજન જાતિ, વરા જતિ, મણિ-મોતી-શંખ-શિલા-પ્રવાલ-વિધમાન ધન આદિ છે ? હા, ગૌતમ ! છે. પણ તે મનુષ્યોને તે વિષયમાં તીવ્ર મમત્વભાવ થતો નથી. કેમકે તેઓ મંદ રાણાદિ છે.
ભગવા ઉત્તરકુરુમાં રાજા-ચક્રવર્તી, બલદેવ, વાસુદેવ, મહામાંડલિક, યુવરાજ, ભોગિકાદિ ઈશ્વર અથવા અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્ય યુક્ત ઈશ્વર, તલવર - રાજા જેને ખુશ થઈને મસ્તકને સુવર્ણપટ્ટ વિભૂષિત કરે, કૌટુંબિક-કેટલાંક કુટુંબનો વડો, માડુંબિક-મડંબ સ્થાનનો અધિપતિ. - X • ઈન્સ-હાથી પ્રમાણે દ્રવ્યને યોગ્ય. શ્રેષ્ઠીશ્રી દેવતા અધ્યાસિત સુવર્ણપટ્ટ વિભૂષિત મસ્તકવાળા પુરયેષ્ઠ વણિક વિશેષ. સેનાપતિ-હાથી, 0, પદાતિ લક્ષણ સેનાના સ્વામી, સાર્યવાહ-ગણિમાદિ દ્રવ્યને લઈને લાભાર્થે જે બીજા દેશમાં જાય છે, નૃપને બહુમાન્ય, પ્રસિદ્ધ, દીન-અનાથોના વત્સલ, તે લોકમાં ધાન્ય સાર્થવાહ કહેવાયો સાર્થવાહના આ લક્ષણ છે. ભગવંતે કહ્યું - ગૌતમ ! આ અર્થ સમર્થ નથી, ઉત્તરકુરના મનુષ્યો “ઋદ્ધિ સકાર અર્થાતુ વૈભવ અને સેવ્યતા લક્ષણથી રહિત છે.
જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ ભગવન! ઉત્તરકુરમાં દાસ-ઘરેણાં ખરીદ-વેચ કરનાર, પ્રેય-મોકલવા યોગ્ય, શિય-ઉપાધ્યાયનો ઉપાસક, મૃતક-નિયતકાળને આશ્રીને વેતનથી કર્મ કરવાને રાખેલ, ભાવિક-ભાગીયો, કર્મકાર-લુહારાદિ કર્મ કરનાર, આ બધાં છે ? ગૌતમ ! આ અર્થ સમર્થ નથી. આભિયોગ્યપણાથી હિત તે મનુષ્યો છે. કર્મમાં અભિમુખ યોજાય કે પ્રવૃત્તિ કરાવાય તે અભિયોગ્ય. હે આયુષ્યમાન્ શ્રમણ ! તેઓમાં આભિયોગ્યત્વ નથી.
ભગવદ્ ઉત્તરકુરુમાં માતા, પિતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, પુત્રી, પુત્રવધૂ આદિ છે ? તેમાં માતા-જનની, પિતા-જનક, સહોદભાઈ, સહોદરી-બહેન, વધૂપત્ની, સુત-પુગ, સુતા-પુત્રી, તૂષા-પુત્રવધૂ એ બધાં છે. તેથી જ કહ્યું છે કે જે જન્મ આપે તે જનની, જે બીજ સીંચે તે પિતા, સાથે જન્મે તે એક માતા-પિતાપણાથી ભાઈ કે બહેન, ભોગ્યપણાથી પની ઈત્યાદિ છે, પણ તે મનુષ્યોમાં તીવ પ્રેમરૂપ બંઘન હોતું નથી. ક્ષેત્રની સ્વાભાવિકતાથી તેઓ પાતળા પ્રેમબંધનવાળા મનુષ્યો છે.
ભગવન્! ઉત્તરકુરમાં અરિ – , વૈરી-જાતિ બદ્ધ વૈરવાળા, ઘાતકબીજાને હણે, વધક-સ્વયં હશે. પ્રત્યેનીક - છિદ્રાન્વેષી, પ્રત્યમિત્ર-પહેલા મિત્ર થઈ પછી મિત્ર થાય. ભગવંતે કહ્યું – આ અર્થ સમર્થ નથી, તે મનુષ્યગણ ચાલ્યા ગયેલા વૈરાનુબંધવાળા કહેલા છે.
ભગવન ! ઉત્તસ્કરમાં મિત્ર-નેહ વિષય, વયસ્ય-માનવતા સહિત ગાઢતર સ્નેહવિષય, સખા - સમાન ખાન-પાન ગાઢતમ સ્નેહનું સ્થાન છે. સુહતુ - મિત્ર, સકલ કાલ અવ્યભિચારી અને હિતોપદેશ દેનાર. સાંગતિક - સંગતિ માત્ર. ભગવંતે કહ્યું - આવો સંબંધ ભાવ ન હોય, કેમકે તે મનુષ્ય સ્નેહરાગ હિત છે.
ભગવદ્ ! ઉત્તરકુરુમાં નાટકોમાં નાટક કરનારની પ્રેક્ષા તેનટપેક્ષા કે નૃત્યપેક્ષા, નૃત્ય કરનારાને જોવાં તે. જલવા આખેલક અથવા રાજાના સ્તોત્ર પાઠકો, તેમની પ્રેક્ષા. મલપેક્ષા, મૌષ્ટિક-મલ્લ વિશેષ જે મુષ્ટિ વડે પ્રહાર કરે છે, તેની પ્રેક્ષા. વિડંબક-વિદષક, વિવિધ વેશ કરનારની પ્રેક્ષા. કથનપેક્ષા, લવક - જે ખાડો આદિને ઝંપલાવીને ઓળંગી જાય કે નદી દિને તરી જાય તેની પ્રેક્ષા. શાસક - રાસને ગાનારા કે જય શબ્દને બોલનાર અથવા ભાંડ, તેમની પ્રેક્ષા, આગાયક - જે શુભાશુભને કહે છે, તેમની પ્રેક્ષા. લંખ-જે મહાવંશાગ્રને આરોહીને નૃત્ય કરે છે, તેમની પ્રેક્ષા. મંખપેક્ષા-જે ચિત્રપટ્ટાદિ હાથમાં લઈ ભિક્ષા કરે છે. તૃણઈલ-ખૂણ નામક વાધ વિશેષ તેની પ્રેક્ષા, તુંબવીણાવાદકની પ્રેક્ષા. કાવડિ વાહક, તેની પ્રેક્ષા. માગધ-બંદિભૂત તેમની પ્રેક્ષા. ભગવંતે કહ્યું - તે મનુષ્યોને આ કશું ન હોય, કેમકે તેઓ કૌતુકહિત છે.
ભગવતુ ! ઉત્તરકુરમાં ઈન્દ્ર-શકનો મહોત્સવ-પ્રતિ નિયત દિવસભાવી ઉત્સવ, છંદ-કાર્તિકેય મહોત્સવ, એ રીતે દ્ધ, શિવ-દેવતા વિશેષ, વૈશ્રમણ-ઉતરદિશાનો લોકપાલ, નાગ-ભવનપતિ વિશેષ, યક્ષ અને ભૂત-વ્યંતર વિશેષ, મકુંદ-બળદેવ આ બધાંનો મહોત્સવ. કૂવા-તળાવ-નદી-ન્દ્રહ-પર્વત-ચૈત્ય-સ્તૂપનો મહોત્સવ. ભગવંતે કહ્યું.