Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
**
શોધમાં છે જે રાજાને પડકારી શકે અને તેમની નાસ્તિકતાને નાથી શકે. મંત્રી ખૂબ જ ચતુર અને રાજનીતિનાં સૂત્રોનો જાણકાર છે. મંત્રી બેવડો પાઠ અદા કરી રહ્યો છે.
પ્રધાનમંત્રી ચિત્ત જ્યારે શ્રાવસ્તી આવ્યો અને કેશીકુમાર શ્રમણના તેમને દર્શન થયા ત્યારે સત્વર બુદ્ધિમાન પ્રધાને પોતાના રાજાને સુધારવા માટે કેશીકુમાર શ્રમણને પોતાના દેશમાં લઈ જવાનો સંકલ્પ કર્યો.
આટલી વાર્તા રાજપ્રશ્નીય સૂત્રની પૃષ્ઠભૂમિ છે. ત્યારબાદ કેશીકુમાર શ્રમણ ત્યાં પહોંચ્યા, ચિત્ત મંત્રીએ ભક્તિ અને ચાલાકીપૂર્વક રાજાની સાથે મેળાપ કરાવ્યો, કેશીકુમાર શ્રમણ અને પરદેશી રાજા વચ્ચે સફળ વાર્તાલાપ થયો. તેમાં રાજાનો માનસિક પરાજય થયા પછી તેના મનમાં આસ્તિકતાનો ઉદય થયો, સંપૂર્ણ રાજ્યમાં નીતિની સ્થાપના થઈ, રાજાનું જીવન પરિવર્તન તો થયું જ પણ તેની સાથે સંપૂર્ણ રાષ્ટ્રનું પણ પરિવર્તન થયું. ખજાનાનો સદુપયોગ થયો. છેવટે રાજા મહાન તપની સાધના કરી પરલોકવાસી થયા, ત્યાં સુધીની અતિ રોચક ધર્મકથા ઘણી જ પ્રેરણા આપી જાય છે. રાજાની રાણી ‘સૂરીકતા” તેને આ રીતે રાજાનું થયેલું પરિવર્તન અયોગ્ય લાગતાં આડે રસ્તે ફંટાય છે, ને પોતાનું જીવન હિંસાથી કલંકિત કરી દુર્ગતિને પામે છે.
‘જેવા કર્મ તેવું ફળ’” તેનો ઉલ્લેખ આ શાસ્ત્રમાં કરવામાં આવ્યો છે. નર હોય કે નારી, રાજા હોય કે રાણી, કર્મનો સિદ્ધાંત તો બધા માટે સમાન જ હોય છે. તે બાબતનો પણ ઉલ્લેખ આ શાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે.
AB
23
જયંતિમુનિ પેટરબાર