Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૧૦ |
શ્રી રાયપસણીય સૂત્ર
કથન છે. તેનું વિસ્તૃત વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવાનું સૂચન છે.
યો રથ :-શ્વેત રાજા. આમલકલ્પા નગરીમાં શ્વેત રાજા રાજ્ય કરતા હતા. તેઓ ભગવાન મહાવીર પાસે દીક્ષિત થયા હતા. શ્રી ઠાણાંગ સૂત્રના આઠમા સ્થાનમાં ભગવાન પાસે દીક્ષિત થયેલા આઠ રાજાઓમાં શ્વેત રાજાનું નામ છે અને ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન–૧૮માં પણ શ્વેત રાજા મોક્ષે ગયા, તેવું સંક્ષિપ્ત કથન છે. રાજા અને રાણીના લક્ષણો યુક્ત વર્ણન ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું જોઈએ તેમજ પ્રભુના પદાર્પણનું અને લોકોના દર્શનાર્થ ગમનનું વર્ણન પણ ઔપાતિક સૂત્ર પ્રમાણે જાણવું. સૂર્યાભદેવ - | ४ तेणं कालेणं तेणं समएणं सूरियाभे देवे, सोहम्मे कप्पे, सूरियाभे विमाणे, सभाए सुहम्माए, सूरिया सि सिंहासणंसि, चउहि सामाणियसाहस्सीहिं, चउहिं अग्गमहिसीहिं सपरिवाराहिं, तिहिं परिसाहिं, सत्तहिं अणिएहिं, सत्तहिं अणियाहिवईहिं, सोलसहिं आयरक्ख-देवसाहस्सीहिं, अण्णेहिं बहूहिं सूरियाभविमाणवासीहिं वेमाणिएहिं देवेहि य देवीहि य सद्धिं संपरिवुडे महयाहय णट्टगीयवाइय-तंती-तल-ताल-तुडिय घण-मुइंगपडुप्प वाइयरवेणं दिव्वाई भोगभोगाइ भुंजमाणे विहरइ । इमं च णं केवलकप्पं जंबुद्दीवं दीवं विउलेणं ओहिणा आभोएमाणे-आभोएमाणे पासइ। ભાવાર્થ:- તે કાળે ભગવાન મહાવીર સ્વામીના વિચરણ કાળમાં, તે સમયે ભગવાન આમલકલ્પા નગરીમાં બિરાજમાન હતા તે સમયે સૌધર્મકલ્પ નામના દેવલોકમાં સૂર્યાભ નામના દેવ, સૂર્યાભવિમાનની સુધર્માસભામાં, સૂર્યાભ નામના સિંહાસન ઉપર બેસીને, પોતાના ચાર હજાર સામાનિક દેવો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પરિષદાઓ, સાત અનીકો-સેનાઓ, સાત સેનાધિપતિઓ, સોળહજાર આત્મરક્ષક દેવો તથા અન્ય અનેક સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓ સાથે, નિપુણ પુરુષો દ્વારા વગડાવાતાં-બતાવાતાં નાટક, ગીત, વાધ, વીણાદિ તારવાળા વાજિંત્રો, તાળીઓના તાલ, તૂરી નામના વાદ્ય વિશેષ તથા મૃદંગાદિ વાજિંત્રોના મધુર સૂરોને સાંભળતાં દિવ્ય ભોગ ભોગવતાં રહેતા હતા. એકદા તેઓએ પોતાના વિપુલ અવધિજ્ઞાનના પ્રયોગ દ્વારા(ઉપયોગપૂર્વક) સંપૂર્ણ જંબુદ્વીપને જોયો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રમાં ભગવાન મહાવીર સ્વામીના સમયના પ્રથમ દેવલોકવાસી સૂર્યાભદેવ અને તેના પરિવારનું વર્ણન છે.
સીમાણિય સદસ્લk-ચાર હજાર સામાનિક દેવ. સૂર્યાભદેવને ૪000 સામાનિક દેવો છે. પ્રથમ દેવલોકના ૩ર લાખ વિમાનના અધિપતિ (ઇન્દ્ર) શક્રેન્દ્રને ૧૬,000 સામાનિક દેવો છે અને ૩૨ લાખ વિમાનમાં પ્રત્યેક વિમાનના અધિપતિ દેવોને ૪૦૦૦-૪૦૦૦ સામાનિક દેવો હોય છે.
જે દેવો ઇન્દ્ર કે અધિપતિ માટે ભાઈની જેમ આદરણીય કે સન્માનીય હોય, તે દેવો તેઓના સામાનિક દેવ કહેવાય છે. સામાનિક દેવોની ઋદ્ધિ(વૈક્રિય ક્ષમતા) પોત-પોતાના અધિપતિદેવની તુલ્ય હોય છે. શ્રુતિ પરંપરામાં સામાનિક દેવોની સ્થિતિ ઇન્દ્ર કે અધિપતિ દેવોની સમાન કહેવાય છે. વિમાનના અધિપતિ દેવોમાંથી કોઈ કોઈ દેવ ઇન્દ્રના સામાજિક પણ હોય છે.