Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ : સૂર્યાભદેવ
અગ્રમહિષી —વૃત મિલેવા તેવી મહિષીષુષ્યતે, સાપ સ્વપરિવારભૂતાનાં સર્વાસામપિ વેવીનામથ્રે પ્રા:, અપ્રાક્વ તા મહિષ્યત્વ પ્રમદ્દિષ્યઃ । દેવની અભિષેક કરાયેલી દેવી મહિષી કહેવાય છે. પોતાના પરિવારરૂપ સર્વદેવીઓમાં તે અગ્ર–મુખ્ય હોય છે તેથી તે અગ્રમહિષી દેવી કહેવાય છે. સૂર્યાભદેવને ચાર અગ્રમહિષીઓ હતી અને તે ચારે ય દેવીઓ પોત-પોતાના હજાર-હજાર દેવીઓના પરિવારમાં મુખ્ય હતી. ત્રણ પરિષદા :– બધાં વિમાનના અધિપતિદેવોની (૧) આપ્યંતર, (૨) મધ્યમ અને, (૩) બાહ્ય, આ ત્રણ પ્રકારની પરિષદો હોય છે. (૧) જેની સાથે પોતાના અંતરંગ, ગુપ્ત, ગૂઢ રહસ્યોનો વિચાર કરવામાં આવે છે તેવા પરમ વિશ્વસનીય સમવયસ્ક મિત્રસમુદાયને આત્યંતર પરિષદ કહેવામાં આવે છે. (૨) આપ્યંતર પરિષદમાં ચર્ચાયેલા તથા નિર્ણિત કાર્યો માટે જેની સંમતિ લેવામાં આવે છે, તે મધ્યમ પરિષદ કહેવાય છે અને (૩) આપ્યંતર તથા મધ્યમ પરિષદ દ્વારા વિચારેલા, નિર્ણિત તથા સંમત કાર્ય કરવાનું જેને સોંપવામાં આવે, તે બાહ્ય પરિષદ કહેવાય છે.
૧૧
સાત સેનાઓ અને સેનાપતિઓ :– (૧) અશ્વસેના (૨) ગજસેના (૩) રથસેના (૪) વૃષભસેના (૫) પાયદળ (૬) ગંધર્વસેના અને (૭) નાટયસેના; આ સાત સેનાઓના પ્રકાર છે. તેમાંથી પ્રથમ પાંચ સેનાનો યુદ્ધ અર્થે અને અંતિમ બે સેનાનો આમોદ-પ્રમોદ માટે ઉપયોગ થાય છે. પ્રથમની ચાર સેનામાં અશ્વ આદિ તિર્યંચો નથી પણ દેવો તેવા રૂપ બનાવે છે. પોત-પોતાની સેનાનું નેતૃત્વ સંભાળતા સાત સેનાધિપતિ દેવો છે. દેવોની આ સેનાઓ ‘અનીક’ નામે ઓળખાય છે.
આત્મરક્ષક દેવ ઃ– આત્મરક્ષક દેવો એટલે અંગરક્ષક દેવો, બોડીગાર્ડ. તે દેવો શસ્ત્રાસ્ત્રોથી સુસજ્જિત થઈને પોતાના અધિપતિદેવની રક્ષા કરવામાં તત્પર રહેતા હોવાથી આત્મરક્ષક કહેવાય છે. જો કે ઇન્દ્ર આદિ દેવોને કોઈનો ભય હોતો નથી. તોપણ તે સર્વ ઇન્દ્રોને તેમજ મહર્દિક દેવોને પોતાના વૈભવ રૂપ આત્મરક્ષક દેવો હોય છે.
સૂર્યાભદેવ દ્વારા ભગવાનની સ્તુતિ -
:
| तत्थ णं समणं भगवं महावीरं जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पाए rate बहिया अंबसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिहित्ता संजेमेणं तवसा अप्पाणं भावेमाणं पासइ, पासित्ता हट्ठतुट्ठ चित्तमाणंदिए पीइमणे परमसोमणस्सिए हरिसवस-विसप्प-माणहियए वियसिय-वरकमल-णयणे पयलिय- वरकडग-तुडियकेऊर-मउड-कुंडल-हार-विरायंतरइयवच्छे, पालंब- पलंबमाण- घोलंत- भूसणधरे ससंभमं तुरियं चवलं सुरवरे सीहासणाओ अब्भुट्ठेइ, अब्भुट्ठित्ता पायपीढाओ पच्चोरुहइ, पच्चोरुहित्ता पाउयाओ ओमुयइ, ओमुयइत्ता एगसाडियं उत्तरासंगं करेइ, करित्ता तित्थयराभिमु सत्तट्ठपयाइं अणुगच्छइ, अणुगच्छित्ता वामं जाणुं अंचेइ, अंचित्ता दाहिणं जाणं धरणितलंसि णिहट्टु तिक्खुत्तो मुद्धाणं धरणितलंसि णिवेसेइ, णिवेसित्ता ईसिं पच्चुण्णम पच्चुण्णमित्ता कडय-तुडिय - थंभियाओ भुयाओ साहरइ साहरित्ता करयलपरिग्गहियं दसणहं सिरसावत्तं मत्थए अंजलि कट्टु एवं वयासी
ભાવાર્થ :– તે સમયે− (અવધિજ્ઞાન દ્વારા જંબૂદ્દીપને જોતાં-જોતાં સૂર્યાભદેવે) ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રશાલવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને અર્થાત્ સાધુને ઉચિત સ્થાનમાં