Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૩૦ ||
શ્રી રાયપસણીય સૂત્ર
मणिरयण-पायपीढे, अत्थरग-मिङमसूरग- णवतयकुसंत-लिंब केसर-पच्चत्थुयाभिरामे, आईणग-रुय-बूर-णवणीय-तूलफास सुविरइय- रयत्ताणे, उवचिय-खोम-दुगुल्ल- पट्टपडिच्छायणे रत्तंसुय-संवुडे सुरम्मे पासाइए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ - આભિયોગિક દેવોએ તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન બનાવ્યું. તે સિંહાસનનું વર્ણન આ પ્રમાણે છે- તે સિંહાસનમાં સોનાના ચાકળા; રત્નોના સિંહાકૃતિવાળાભાગ(હાથા વગેરે); સોનાના પાયા; વિવિધ પ્રકારના મણિઓથી નિર્મિત પાયાની ઉપરનો ભાગ, જાંબૂનદ સુવર્ણના ગાત્ર- પાર્થવર્તી ભાગ, વજનો સંધિભાગ અને વિવિધ મણિઓથી સિંહાસનનો મધ્યભાગ બનાવ્યો હતો. તે સિંહાસન ઈહામૃગ, બળદ, અશ્વ, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા અને પાલતા આદિ વિવિધ ચિત્રોથી ચિત્રિત હતું. સિંહાસનની આગળ મૂકેલું પાદપીઠ મૂલ્યવાન મણિઓ અને રત્નોથી સુશોભિત લાગતું હતું. તે સિંહાસન ઉપર નવતૃણ કુશાગ્ર–નવા ઉગેલા કુશ નામના ઘાસના અગ્રભાગ અને કેસર તંતુઓ જેવા અત્યંત સુકોમળ, સુંદર વસ્ત્રથી આચ્છાદિત મસુરિયું (ગોળ ઓશિકું) મૂકવામાં આવ્યું હતું અને તેના દ્વારા સિંહાસન મનોહર લાગતું હતું. તેનો સ્પર્શ આજનિક (મૃગચર્મ) રૂ, બૂર–વનસ્પતિ વિશેષ, માખણ અને આકડાના રૂ જેવો કોમળ હતો. સિંહાસન ઉપર રજ ન પડે તે માટે તેને સુંદર, સુરચિત રજસ્ત્રાણથી ઢાંક્યું હતું; તે રજસ્ત્રાણ ઉપર જરી ભરેલું સુતરાઉ વસ્ત્ર પાથર્યું હતું અને તેના ઉપર લાલ વસ્ત્ર આચ્છાદિત કર્યું હતું. આ રીતે તે સિંહાસનને પ્રાસાદીય, દર્શનીય, રમ્ય અને ઘાટીલું બનાવ્યું હતું.
३५ तस्स णं सीहासणस्स उवरिं, एत्थ णं महेगं विजयदूसं विउव्वइ, संख कुंददगरय-अमय-महिय-फेणपुंज-सण्णिगासं सव्वरयणामयं अच्छं सण्हं जाव पासादीयं दरिसणिज्जं अभिरूवं पडिरूवं । तस्स णं सीहासणस्स उवरि विजयदूसस्स य बहुमण्झदेसभागे, एत्थ णं महं एग वयरामयं अंकुस विउव्वइ । ભાવાર્થ :- સિંહાસનના ઉપરના ભાગમાં શંખ, કુંદપુષ્પ, જલબિંદુ, મથેલા ક્ષીરસમુદ્રના ફીણના સમૂહ જેવું શ્વેત, રત્નોથી ઝગમગતું, સ્વચ્છ, નિર્મળ, સ્નિગ્ધ-પ્રાસાદીય, દર્શનીય અભિરૂપ અને પ્રતિરૂપ એક વિજયદુષ્ય(વસ્ત્ર વિશેષ, છત્રાકાર જેવો ચંદરવો) બાંધ્યું હતું. તે સિંહાસનના ઉપરના ભાગમાં બાંધેલા વિજયદૂષ્યની વચ્ચોવચ વજરત્નમય એક અંકુશ (આંકડો) લગાવ્યો હતો. ३६ तस्सि च णं वयरामयंसि अंकुससि कुंभिक्कं मुत्तादामं विउव्वइ । ते णं कुंभिक्के मुत्तादामे अण्णेहिं चउहि अद्धकुंभिक्केहिं मुत्तादामेहिं तदद्धच्चत्तपमाणेहिं सव्वओ संमता संपरिक्खित्ते। तेणंदामा तवणिज्जलंबूसगा सुवण्णपयर मंडियागा-णाणामणिरयण-विविह हारद्धहास्उवसोभियसमुदाया ईसिं अण्णमण्णसंपत्ता वाएहिं पुव्वावस्दाहिणुत्तरा-गएहिं मंदायंमंदायं एज्जमाणाणि-एज्जमाणाणि पलंबमाणाणि-पलंबमाणाणणि वदमाणाणिवदमाणाणि उरालेणं मणुण्णेणं मणहरेणं कण्ण-मण-णिव्वुइकरेणं सद्देणं ते पएसे सव्वओ समंता आपूरेमाणा आपूरेमाणा सिरीए अईव-अईव उवसोभेमाणा-उवसोभेमाणा चिट्ठति। ભાવાર્થ:- તે વજમય અંકુશ-આંકડામાં મોતીઓનું એક મોટું ઝુમ્મર લટકાવવામાં આવ્યું હતું. તેમાં વચ્ચે કુંભ પરિમાણવાળો એક મોટો મોતીનો ઝૂમખો હતો; તેની ચારેબાજુ ગોળાકારે અર્ધકુંભ પરિમાણ- વાળા અને