Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 218
________________ [ ૧દ | શ્રી રાયપસણીય સૂત્ર માટે ભાવના ભાવવી જોઈએ. આ ધર્માચાર્યની વિનયપ્રતિપત્તિ છે. કેશીકમાર શ્રમણ– પ્રદેશી ! તું આ પ્રકારની વિનય પ્રતિપત્તિ જાણતો હોવા છતાં પણ અત્યાર સુધી મારી સાથે જે પ્રતિકૂળ વ્યવહાર તથા પ્રવૃત્તિ કર્યા છે તેની ક્ષમા માગ્યા વિના જ શ્વેતાંબિકા નગરી તરફ જવા માટે કેમ ઉતાવળો થાય છે? સર્વ બદ્ધિ સાથે પ્રદેશનું વંદનાર્થ આગમન - १०३ तए णं से पएसी राया केसि कुमारसमणं एवं वयासी- एवं खलु भंते ! मम एयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था- एवं खलु अहं देवाणुप्पियाणं वामं वामेणं जाववट्टिए, तं सेयं खलु मे कल्लं पाउप्पभाए रयणीए फुल्लुप्पलकमलकोमलुम्मिलियम्मि अहापंडुरे पभाए रत्तासोगकिंसुयं सुयमुह-गुंजद्धरागसरिसे कमलागरणलिणिसंडबोहए, उट्ठियम्मि सूरे सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलंते अंतेउरपरियालसद्धिं संपरिवुडस्स देवाणुप्पिए वंदित्तए णमंसित्तए एयमटुं भुज्जो-भुज्जो सम्म विणएणं खामित्तए त्ति कटु जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए ।। __तए णं से पएसी राया कल्लं पाउप्पभायाए रयणीए जावतेयसा जलते हट्ठतुट्ठ जाव हियए जहेव कूणिए तहेव णिग्गच्छइ अंतेउरपरियालसद्धिं संपरिखुडे पंचविहेणं अभिगमेण वंदइ णमसइ एयमट्ठ भुज्जो भुज्जो सम्म विणएणं खामेइ । ભાવાર્થ :- કેશીકુમાર શ્રમણની આવી ટકોર સાંભળ્યા પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું કે હે ભગવન્! અત્યાર સુધી હું આપની સાથે પ્રતિકૂળ વર્યો છું, તે સાચું પરંતુ મારા મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો છે કે કાલે સવારે રાત્રિ વ્યતીત થાય, પ્રભાતકાલીન કિંચિત્માત્ર પ્રકાશ થાય(પ્રભાતની પ્રથમ અવસ્થા વ્યતીત થઈને), વધુ સ્ફટ પ્રકાશ થાય અર્થાત્ હો ફાટે, કમળોને વિકસિત કરતું અને મૃગના નયનોને ઈષદ્ ઉન્મીલિત કરતું સોનેરી ઝાંયવાળું શ્વેતવર્ણયુક્ત પ્રભાત થાય ત્યારે તથા રક્ત અશોકવૃક્ષ, પલાશપુષ્પ, પોપટની ચાંચ, ચણોઠીના અર્ધભાગ જેવો લાલ તથા સરોવરવર્તી કમળવનોને વિકસિત કરનાર, પોતાના હજારો કિરણોથી દિવસ વિધાયક, તેજથી દેદીપ્યમાન સૂર્ય ઉદિત થશે ત્યારે અંતઃપુરના પરિવાર સાથે આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર કરવા માટે અને પૂર્વોક્ત અપરાધની વિનયપૂર્વક વારંવાર ક્ષમાપના કરવા માટે આવીશ. આ પ્રમાણે કહીને પ્રદેશી રાજા જે દિશામાંથી આવ્યા હતા, તે દિશામાં પાછા ગયા. ત્યાર પછી બીજે દિવસે, રાત્રિ વ્યતીત થઈ, સૂર્ય પ્રકાશિત થયો ત્યારે અંતઃપુરના પરિવાર સાથે હર્ષિત હૃદયે કોણિક રાજાની જેમ પોતાના ઘરેથી નીકળ્યો. યાવતુ પરિવાર સહિત પાંચ અભિગમપૂર્વક વંદન-નમસ્કાર કરીને પોતાના અપરાધની(અવિનયની) સમ્યક પ્રકારે વિનયપૂર્વક વારંવાર ક્ષમા યાચના કરી. १०४ तए णं केसि कुमारसमणे पएसिस्स रण्णो सूरियकंतप्पमुहाणं देवीणं तीसे य महइमहालियाए महच्चपरिसाए जाव धम्म परिकहेइ । तए णं से पएसी राया धम्म सोच्चा णिसम्म उट्ठाए उढेइ, केसिकुमारसमणं वंदइ णमंसइ जेणेव सेयविया णगरी तेणेव पहारेत्थ गमणाए ।

Loading...

Page Navigation
1 ... 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238