Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી રાયપસેણીય સૂત્ર
હોય) નૃત્ય થતું હોય, હાસ્ય રેલાતું હોય, ક્રીડાઓ થતી હોય, ત્યાં સુધી નૃત્યશાળા રમણીય લાગે છે. તે નૃત્યશાળામાં જ્યારે ગીત બંધ થઈ જાય તથા ક્રીડાઓથી શૂન્ય થઈ જાય ત્યારે તે અરમણીય થઈ જાય છે. १०७ जया णं इक्खुवाडे छिज्जइ भिज्जइ सिज्जइ पिज्जइ दिज्जइ तया णं इक्खुवाडे रमणिज्जे भवइ । जया णं इक्खुवाडे णो छिज्जइ जाव णो दिज्जइ तया जं इक्खुवाडे अरमणिज्जे भवइ ।
૧૬૮
भावार्थ :- शेरडीना वाढ (जेतर) मां भ्यां सुधी शेरडी वढाती (छेहाती - (भेहाती) होय, थियोडामां पीसाती હોય, તાજો ગોળ ખવાતો હોય, પસાર થતા લોકો દ્વારા શેરડીનો રસ પીવાતો હોય, મળવા આવનાર લોકોને શેરડી અપાતી હોય ત્યાં સુધી શેરડીનું ખેતર રમણીય લાગે છે. જ્યારે શેરડીના ખેતરમાં ચિચોડો બંધ થાય તથા શેરડી વઢાતી ન હોય ત્યારે તે શેરડીનો વાઢ અરમણીય બની જાય છે.
१०८ जया णं खलवाडे उच्छुब्भइ उडुइज्जइ मलइज्जइ मुणिज्जइ खज्जइ पिज्जइ दिज्जइ तया णं खलवाडे रमणिज्जे भवइ । जया णं खलवाडे णो उच्छुब्भइ जाव अरमणिज्जे भवइ ।
से तेणट्टेणं पएसी ! एवं वुच्चइ - मा णं तुमे पएसी ! पुव्विं रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भविज्जासि जहा वणसंडे इ वा ।
ભાવાર્થ :- જ્યાં સુધી ખળામાં અનાજના ઢગલાઓ હોય, દાણા છૂટા કરવા કણસલા મસળાતા(વૃંદાતા) હોય, અનાજ ઉપણાતું હોય(ભૂસું-ફોતરા ઉડાવાતા હોય), પોંકાદિ ખવાતા હોય, લોકોને પોંકાદિ અપાતા હોય ત્યાં સુધી તે ખળું રમણીય લાગે છે.
જ્યારે તે ખળામાંથી ધાન્યાદિના ઢગલા ઉપડી જાય, નવા અનાજ સંબંધી ખાણી-પીણી બંધ થઈ જાય અર્થાત્ લોકોની અવરજવર ન રહે ત્યારે તે ખળું અરમણીય થઈ જાય છે.
હે પ્રદેશી ! તેથી જ મેં તને કહ્યું છે કે પહેલા રમણીય બની પછી અરમણીય ન થઈ જતો અર્થાત્ ધર્મ પ્રવચન પરની શ્રદ્ધાને ટકાવી રાખજે.
દાનશાળા અને રાજ્ય સંચાલન ઃ
१०९ तए णं पएसी केसिं कुमारसमणं एवं वयासी- णो खलु भंते ! अहं पुव्वि रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भविस्सामि, जहा वणसंडे इ वा जाव खलवाडे इ वा । अहं णं सेयवियाणगरीपमुक्खाइं सत्तगामसहस्साइं चत्तारि भागे करिस्सामि, एगं भागं बलवाहणस्स दलइस्सामि, एगं भागं कुट्ठागारे छुभिस्सामि, एगं भागं अंतेउरस्स दलइस्सामि, एगेणं भागेणं महतिमहालयं कूडागारसालं करिस्सामि, तत्थ
बहूहिं पुरिसेहिं दिण्णभइभत्तवेयणेहिं विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता बहूणं समण-माहण- भिक्खुयाणं पंथियपहियाणं परिभाएमाणे बहूहिं सीलव्वयगुणव्वयवेरमणपच्चक्खाणपोसहोववासेहिं अप्पाणं भावेमाणे विहरिस्सामि त्ति कट्टु जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए ।