Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 228
________________ શ્રી રાયપસેણીય સૂત્ર अट्ठारसविहदेसिप्पगारभासाविसारए गीयरई गंधव्वणट्टकुसले सिंगारागारचारुवेसे संगयगयहसियभणियचिट्ठियविलासणिउणजुत्तोवयार-कुसले हयजोही गयजोही रहजोही बाहुजोही बाहुप्पमद्दी अलंभोगसमत्थे साहस्सीए वियालचारी यावि भविस्सइ । ૧૭ ભાવાર્થ :- ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ બાલ્યભાવથી મુક્ત થઈ પરિપક્વ વિજ્ઞાનયુક્ત યુવાવસ્થાને પ્રાપ્ત કરશે. તે ૭૨ કળાઓમાં નિપુણ થશે. બાલ્યવસ્થાના કારણે બે કાન, બે નેત્ર, બે નાસિકા, જીભ, ત્વચા અને મન આ નવ અંગ જે સુપ્ત જેવા અર્થાત્ અવ્યક્ત ચેતનવાળા હોય તે જાગૃત થઈ જશે. અઢાર દેશની ભાષામાં વિશારદ થઈ જશે. તે ગીત રસિક, ગીત અને નૃત્યમાં કુશળ થઈ જશે. પોતાના સુંદર વેશથી શૃંગારના આગાર જેવો પ્રતીત થશે. તેની ચાલ, હાસ્ય, ભાષણ, શારીરિક તથા નેત્રોની ચેષ્ટાઓ આદિ સુસંગત થઈ જશે. તે પરસ્પરના વ્યવહારમાં કુશળ થઈ જશે. તે અશ્વયુદ્ધ, ગજયુદ્ધ, રથયુદ્ધ, બાહુયુદ્ધ કરવામાં તેમજ પોતાની ભુજાઓથી વિપક્ષીનું મર્દન કરવામાં સક્ષમ, ભોગ સામર્થ્યથી સંપન્ન, સાહસિક (હિંમતવાન), વિકાલચારી (મધ્યરાત્રીએ પણ નિર્ભય બની વિચરણ કરનાર) થઈ જશે. १२७ तए णं तं दढपइण्णं दारणं अम्मापियरो उम्मुक्कबालभावं जाव वियालचारिं च वियाणित्ता विउलेहिं अण्णभोगेहि य पाणभोगेहि य लेणभोगेहि य वत्थभोगेहि च सयणभोगेहि य उवणिमंतेहिंति । ભાવાર્થ :- દઢપ્રતિજ્ઞને બાલ્યાવસ્થાથી મુક્ત તથા વિકાલચારી થયેલો જાણીને અર્થાત્ તે યૌવનને પ્રાપ્ત થયો છે, તેમ જાણીને માતા-પિતા તેને વિપુલ અન્ન, પાન, પ્રાસાદ, વસ્ત્ર અને શય્યા આદિનો ઉપભોગ કરવા માટે આમંત્રિત કરશે. १२८ तए णं दढपइण्णे दारए तेहिं विउलेहिं अण्णभोएहिं जाव सयणभोगेहिं णो सज्जिहिइ, णो गिज्झिहिइ, णो मुच्छिहिइ, णो अज्झोववज्जिहिइ, से जहा णामए पउमुप्पले ति वा पउमे इ वा जाव सयसहस्सपत्तेइ वा पंके जाए जले संवुड्ढे णोवलिप्पइ पंकरएणं णोवलिप्पइ जलरएणं, एवामेव दढपइण्णे वि दारए कामेहिं जाए भोगेहिं संवड्डिए णोवलिप्पिहिइ जाव मित्तणाइणियगसयण-संबंधिपरिजणेणं । ભાવાર્થ :- ત્યારે દઢપ્રતિજ્ઞ તે વિપુલ અન્ન, પાણી તથા શયનાદિ રૂપ ભોગ્ય પદાર્થોમાં આસક્ત થશે નહીં; ગૃદ્ધ, મૂર્છિત કે અનુરક્ત થશે નહીં. નીલકમળ, પદ્મ, ઉત્પલ કે હજાર પાંખડીવાળા કમળ જેમ કાદવમાં ઉત્પન્ન થાય છે અને પાણીથી વધે છે છતાં પણ કાદવ અને પાણીથી લેપાતા નથી, તેમ દઢ પ્રતિજ્ઞ કામથી ઉત્પન્ન થવા છતાં અને ભોગો વચ્ચે પાલન-પોષણ પામવા છતાં કામભોગોમાં યાવત્ મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનોમાં અનુરક્ત થશે નહીં. १२९ से णं तहारूवाणं थेराणं अंतिए केवलं बोहिं बुज्झिहिइ, मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइस्सइ, से णं अणगारे भविस्सइ ईरियासमिए जाव सुहुयहुयासणे इव तेयसा जलते । ભાવાર્થ:- ત્યાર પછી તથારૂપના સ્થવિરો પાસેથી તે બોધિજ્ઞાનને(કેવલિપ્રરુપિત ધર્મને) પ્રાપ્ત

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238