Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
[ ૧૭૪ ]
શ્રી રાયપસણીય સૂત્ર
શ્વસુરાદિ સંબંધીજનો અને દાસ-દાસાદિ પરિજનોને ભોજન માટે આમંત્રિત કરીને, સ્નાન કરી યાવત અલંકૃત થઈને ભોજન મંડપમાં શ્રેષ્ઠ આસન પર સુખપૂર્વક બેસીને, મિત્રો યાવતુ પરિજનો સાથે વિપુલ આહાર-પાણી લાવતું સ્વયં ભોજન કરતાં અને અન્યને કરાવતાં આ રીતે જન્મોત્સવનો આનંદ માણશે. ત્યાર પછી ભોજનથી નિવૃત્ત થઈને કોગળા કરીને, હાથ-મોઢું ધોઈને સ્વચ્છ, પરમશૂચિભૂત થઈને તે મિત્રો, જ્ઞાતિજનો તથા પરિજનોને વિપુલ માત્રામાં વસ્ત્ર, ગંધ, માળા, અલંકારાદિ આપીને સત્કાર, સન્માન કરશે અને ત્યાર પછી મિત્રો તથા પરિજનો વગેરેને આ પ્રમાણે કહેશે
હે દેવાનુપ્રિયો ! અમારો આ પુત્ર જ્યારથી ગર્ભમાં આવ્યો ત્યારથી અમે ધર્મમાં દઢપ્રતિજ્ઞાશ્રદ્ધાવાળા થયા છીએ, તેથી અમે આ બાળકનું નામ દઢપ્રતિજ્ઞ રાખીએ છીએ. આ પ્રમાણે કહીને માતા-પિતા તે બાળકનું ‘દઢપ્રતિજ્ઞ', એવું નામકરણ કરશે. १२२ तए णं तस्स अम्मापियरो आणुपुव्वेणं ठिइवडियं च चंदसूरियदरिसणं च जागरियं च णामधिज्जकरणं च पजेमणगं च पडिवद्धावणगं च पचंकमणगं च कण्णवेहणं च संवच्छरपडिलेहणगं च चूलोवणयं च अण्णाणि य बहूणि गब्भाहाणजम्मणाइयाइं महया इड्डीसक्कारसमुदएणं करिस्संति ।। ભાવાર્થ :- બાળકના માતા-પિતા (૧) સ્થિતિપતિત (૨) ચંદ્ર-સૂર્યદર્શન (૩) રાત્રિ જાગરણ (૪) નામકરણ સંસ્કાર કરીને પછી અનુક્રમે (૫) પ્રજેમણક– અન્નપ્રાશાન- બાળકને પ્રથમ વાર અન્ન ચખાડવું (૬) પ્રતિવર્યાપન- આશીર્વાદ આપનારને દ્રવ્યાદિ આપવા (૭) પ્રચંક્રમણ– સ્વતઃભ્રમણ – બાળક પ્રથમ ડગભરે (૮) કર્ણવેધન- કાન વીંધવા (૯) સંવત્સર પ્રતિલેખ- વર્ષગાંઠ, પ્રથમ વર્ષનો જન્મદિન (૧૦) ચૂડાપનયન–બાળમોવાળા ઉતરાવવા વગેરે અન્ય અનેક ગર્ભાધાન અને જન્માદિ સંબંધી ઉત્સવ મહાન સમારોહપૂર્વક ભવ્ય રીતે ઉજવશે. १२३ तए णं दढपइण्णे दारगे पंचधाईपरिक्खित्ते- खीरधाईए मंडणधाईए मज्जावणधाईए अंकधाईए कीलावणधाईए, अण्णाहि बहूहिं खुज्जाहिं जावपारसीहिं, णाणादेसी-विदेस- परिमंडियाहिं इंगियचिंतिय-पत्थियवियाणाहिं सदेस-णेवत्थगहियवेसाहिं णिउणकुसलाहिं विणीयाहिं चेडिया-चक्कवालतरुणिवंदपरियालपरिवुडे वरिसधरकंचुइमहत्तरगविंद-परिक्खित्ते हत्थाओ हत्थं साहरिज्जमाणे जाव परिचुंबिज्जमाणे रम्मेसु मणिकोट्टिमतलेसु परंगमाणे गिरिकंदरमल्लीणे विव चंपगवरपायवे णिव्वाघायंसि सुहंसुहेण परिवड्डिस्सइ । ભાવાર્થ - ત્યાર પછી તે દઢપ્રતિજ્ઞ બાળકના લાલન પાલન માટે પાંચ ધાવમાતાઓ નિયુક્ત કરવામાં આવશે. યથા- (૧) ક્ષીરધાત્રી- દૂધ પીવડાવનારી (૨) મંડનધાત્રી- શણગારનારી (૩) મજ્જનધાત્રીસ્નાન કરાવનારી (૪) અંકધાત્રી- ખોળામાં લેનારી (૫) ક્રીડાનધાત્રી– રમાડનારી. અન્ય અનેક કન્જા દાસીઓ યાવતુ પારસ દેશની દાસીઓ. આ વિવિધ દેશોની દાસીઓ, વિદેશી વેશભૂષામાં સુસજ્જ, ઇગિત- ચેષ્ટાઓ, ચિંતિત-કાર્ય સમયના વિચારો અને પ્રાર્થિત અંગ મરોડાદિના અભિપ્રાયોને જાણનારી, પોત-પોતાના દેશના વેશને ધારણ કરનારી, સ્વકાર્યમાં નિપુણ, કુશળ અને વિનયવાન આ સર્વ દાસી પરિવારના સમૂહથી પરિવૃત્ત તથા અંતઃપુરની રક્ષા માટે નિયુક્ત વર્ષધરો, રાણીવાસમાં રહેતા
Loading... Page Navigation 1 ... 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238