Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 219
________________ | બીજો વિભાગઃ પ્રદેશી રાજા [ ૧૭ ] . ભાવાર્થ - ત્યાર પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજા, સૂર્યકત્તા આદિ રાણીઓ અને તે અતિ વિશાળ પરિષદને યાવત્ ધર્મકથા સંભળાવી. પ્રદેશી રાજા ધર્મદેશના સાંભળીને, હૃદયમાં ધારણ કરી પોતાના આસનથી ઊઠયા અને કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને શ્વેતાંબિકા નગરી તરફ જવા માટે તૈયાર થયા. વિવેચન : કેશીશ્રમણ દ્વારા નિર્દેશ પ્રાપ્ત થવા છતાં પણ પ્રદેશી રાજાને પોતાનું જીવન પરિવર્તન કરનાર ગુરુની મહત્તા પ્રગટ કરવા પોતાના અપરાધની ક્ષમાયાચના સભાની ઉપસ્થિતિમાં કરવી હતી. તેથી બીજા દિવસે રાજકીય વૈભવ સાથે કેશીશ્રમણ સમક્ષ આવીને ક્ષમાયાચના કરી. પ્રદેશીને ધર્મામાં સ્થિર રહેવાનો ઉપદેશ - १०५ तए णं केसी कुमारसमणे पएसिरायं एवं वयासी- मा णं तुमं पएसी ! पुट्वि रमणिज्जे भवित्ता पच्छा अरमणिज्जे भविज्जासि, जहा से वणसंडे इ वा, णट्टसाला इ वा इक्खुवाडए इ वा, खलवाडए इ वा । कहं णं भंते ? पएसी ! जयाणं वणसंडे पत्तिए पुप्फिए फलिए हरियगरेरिज्जमाणे सिरीए अईव-अईव उवसोभेमाणे चिट्ठइ, तया णं वणसंडे रमणिज्जे भवइ । जया णं वणसंडे णो पत्तिए, णो पुप्फिए, णो फलिए णो हरियगरेरिज्जमाणे णो सिरीए अईव-अईव उवसोभेमाणे चिट्ठइ। तया णं जुण्णे झडे परिसडिय पंडुपत्ते सुक्करुक्खे इव मिलायमाणे चिट्ठइ, तया णं वणसंडे णो रमणिज्जे भवइ । ભાવાર્થ :- ધર્મદેશના સાંભળીને પોતાના સ્થાને જતાં પ્રદેશી રાજાને કેશીકુમાર શ્રમણે કહ્યું- હે પ્રદેશી! વનખંડ, નૃત્યશાળા, શેરડીનો વાઢ અને ખળાના વાડાની જેમ તું પહેલા રમણીય થઈને પછી અરમણીય ન બની જતો. પ્રદેશી- હે ભગવન્! વનખંડ વગેરે પહેલા રમણીય થઈને પછી અરમણીય કેવી રીતે થઈ જાય છે? કેશીકુમાર શ્રમણ- હે પ્રદેશી ! વનખંડ જ્યાં સુધી પાંદડા, ફૂલો, ફળો અને લીલોતરીવાળું હોય, લીલુંછમ અને અતિ શોભાયમાન હોય ત્યાં સુધી રમણીય લાગે છે. જ્યારે તે વનખંડના વૃક્ષોના પાંદડા ખરી પડે, ફૂલો કરમાઈ જાય, ફળોથી રહિત થઈ જાય, લીલોતરી સુકાય જાય અને શોભારહિત બની જાય ત્યારે ભયાનક ભાસે છે. જીર્ણ-શીર્ણ, ખરી ગયેલા, સડી ગયેલા અને પીળા પડી ગયેલા પાંદડાવાળા સૂકાવક્ષ(કૂંઠા)ની જેમ તે વન પ્લાન થઈ જાય છે, ત્યારે તે અરમણીય બની જાય છે. १०६ जया णं णसाला वि गिज्जइ वाइज्जइ णिच्चिज्जइ हसिज्जइ रमिज्जइ तया णं णट्टसाला रमणिज्जा भवइ । जया ण णट्टसाला णो गिज्जइ जावणो रमिज्जइ तया णं णट्टसाला अरमणिज्जा भवइ । ભાવાર્થ :- જ્યાં સુધી નૃત્યશાળા ગીતથી ગાજતી હોય, વાંજિત્રો વાગતા હોય(સંગીતના સુર રેલાતા

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238