Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
| १५५
८४ तए णं ते पुरिसा व्हाया जाव जेणेव से पुरिसे तेणेव उवागच्छंति, तए णं से पुरिसे तेसिं पुरिसाणं सुहासणवरगयाणं तं विउलं असणं पाणं खाइमं साइमं उवणेइ । तए णं ते पुरिसा तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणा वीसाएमाणा जाव विहरति। जिमियभत्तत्तरागया विय णं समाणा आयंता चोक्खा परमसइभया तं परिसं एवं वयासी-अहो ! णं तुम देवाणुप्पिया। ज-मूढे-अपंडिए-णिव्विण्णाणे- अणुवए सलद्धे, जे णं तुम इच्छसि कटुंसि दुहाफालियंसि वा जावजोइं पासित्तए । से एएणडेणं पएसी ! एवं वुच्चइ मूढतराए णं तुम पएसी ! ताओ तुच्छतराओ । ભાવાર્થ :- એટલામાં નાહવા-ધોવા ગયેલા બધા સાથીઓ ત્યાં આવી ગયા અને સુખાસને બેઠા. પેલા દક્ષ પુરુષે વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ચારે પ્રકારના આહારને પીરસ્યો અને તેઓએ અશનાદિ ચારે પ્રકારના આહારનો સ્વાદ લેતા ભોજન કર્યું. તેઓ સૌ સાથે જમ્યા. પછી કોગળા વગેરે કરી ચોખા, સ્વચ્છ થયા અને ત્યાર પછી પેલા ઉદાસ થયેલા સાથીને કહ્યું કે હે દેવાનુપ્રિય! અગ્નિને શોધવા માટે તે લાકડાં ફાડી-ફાડીને જોવાનો પ્રયાસ કર્યો તેથી એમ જણાય છે કે, તું જડ, મૂઢ, અપંડિત, અજ્ઞાની, અકુશળ અને ગુરુના ઉપદેશથી રહિત છો.
હે પ્રદેશી ! અગ્નિશોધક તે કઠિયારાની જેમ તે પણ જીવને જોવા માટે શરીરના ટુકડે-ટુકડા કરીને જોવાનો પ્રયત્ન કર્યો છે. તેથી જ તે પ્રદેશી ! મેં તને કહ્યું કે તું પેલા અક્કલહીન કઠિયારાની જેમ મૂઢ છે. પરસ્પર ઉપાલંભપૂર્વકનો વાર્તાલાપ - ८५ तए णं पएसी राया केसीकुमारसमणं एवं वयासी- जुत्तए णं भंते ! तुभं इय छयाणं दक्खाणं बुद्धाणं कुसलाणं महामईणं विणीयाणं विण्णाणपत्ताणं उवएसलद्धाणं अहं एरिसाए महालियाए महच्च परिसाए मज्झे उच्चावएहि आउसेहि आउसित्तए ? उच्चावयाहिं उद्धंसणाहिं उद्धसित्तए ? उच्चावयाहिं णिभंछणाहिं णिब्भछित्तए ? उच्चावयाहिं णिच्छोडणाहिं णिच्छोडित्तए? ભાવાર્થ :- ત્યાર પછી પ્રદેશી રાજાએ કેશીકુમાર શ્રમણને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! તમારા જેવા સમયજ્ઞ, દક્ષ, બુદ્ધ, કુશળ, મહામતિ, વિનીત, વિજ્ઞાની, ઉપદેશલબ્ધ પુરુષને આ આવડી મોટી મહાસભા વચ્ચે મારો અનેક પ્રકારના આક્રોશપૂર્ણ વચનોથી આક્રોશ કરવો, અનાદર સૂચક વચનોથી અનાદર કરવો, અવહેલનાના શબ્દોથી અવહેલના કરવી અને કઠોર વચનથી (મ) ગમે તેમ કહેવું શું ઠીક કહેવાય? ८६ तए णं केसी कुमारसमणे पएसिं रायं एवं वयासी- जाणासि णं तुम पए सी ! कइ परिसाओ पण्णत्ताओ?
__भंते ! जाणामि, चत्तारि परिसाओ पण्णत्ताओ, तं जहा- खत्तियपरिसा, गाहावइपरिसा, माहणपरिसा, इसिपरिसा ।
जाणामि णं तुमं पएसी ! एयासिं चउण्हं परिसाणं कस्स का दंडणीई पण्णत्ता? हंता ! जाणामि । जे णं खत्तियपरिसाए अवरज्झइ से णं हत्थच्छिण्णए
Loading... Page Navigation 1 ... 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238