Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 213
________________ શ્રીએ વિભાગ: પ્રદેશી રાજા : ૧૧ અંદરના ભાગમાં જ તે પ્રકાશ રહે છે અને તે પ્રકાશ ઢાંકેલા પાત્રની બહાર આવતો નથી. અર્થાત્ દીપક ઉપર મોટું પાત્ર ઢાંક્યું હોય તો તે મોટા પાત્ર જેવડા મોટા ક્ષેત્રમાં પ્રકાશ સમાઈ જાય છે અને નાનું વાસણ ઢાંકયું હોય તો નાના પાત્ર જેવડા નાના ક્ષેત્રમાં પણ તે પ્રકાશ સમાય જાય છે. તે જ પ્રમાણે હે પ્રદેશી ! પૂર્વકર્મના આધારે જીવને જે શરીર મળે તેમાં જીવના અસંખ્યાત પ્રદેશો સંકોચાઈને કે વિસ્તૃત થઈને સમાય જાય છે. નાનું શરીર હોય તો આત્મપ્રદેશો સંકોચાઈ જાય, મોટું શરીર હોય તો આત્મપ્રદેશો ફેલાઈ જાય છે. માટે હે પ્રદેશી ! તું શ્રદ્ધા રાખ કે જીવ અને શરીર ભિન્ન-ભિન્ન છે પરંતુ જીવ અને શરીર એક નથી. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં કેશીસ્વામીએ હાથી અને કુંથવામાં અલ્પકર્મ-મહાકર્મ આદિ ભિન્નતા હોવા છતાં આત્માની સમાનતાની સિદ્ધિ કરી છે. હાથી અને કુંથવા બંને આત્મા એક સમાન છે. તેમ છતાં તે બંને જીવોમાં ઇન્દ્રિયની ભિન્નતા છે. કુંથવા તેઇન્દ્રિય અને મનરહિત છે પરંતુ હાથી પંચેન્દ્રિય અને મનસહિત છે. સર્વ જીવો આત્મપ્રદેશોની અપેક્ષાએ એક સમાન હોવા છતાં તેની પાસે પાપ કરવા માટેના સાધનરૂપ ઇન્દ્રિય, મન, શરીર આદિ અધિક હોય તો તે વધુ કર્મ બાંધે છે, વધુ ક્રિયા કરે છે. તેથી જ કુંથવા કરતા હાથીનો જીવ મહાકર્મ, મહાક્રિયા અને મહાશ્રવવાળો હોય છે અને હાથી કરતા કુંચવાનો જીવ અપક્રિયા, અપકર્મ, અપાશ્રવવાળો હોય છે. આ રીતે ક્રિયા અને કર્મબંધનનો આધાર જીવની અવગાહના હોય, તે સામાન્ય વાત છે પરંતુ તેને પ્રાપ્ત થયેલી ઇન્દ્રિય અને મન આદિના આધારનો મહત્ત્વ વધુ હોય છે. તેથી જ શ્રી ભગવતીસૂત્રશતક ૨૪ અનુસાર અંગુલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા તિર્યંચ પંચેન્દ્રિય જીવ મનરૂપ સાધનના સંયોગે મહાન કર્મબંધ કરીને સાતમી નરકમાં ચાલ્યા જાય છે. આજ કારણે કથાગ્રંથોમાં તંદુલમત્સ્ય દ્વારા સાતમી નરક યોગ્ય કર્મ બંધ કરવાનો દૃષ્ણન પ્રસિદ્ધ છે. આજ રીતે કેશીશ્રમણે હવાના દષ્ટાંતથી એ સ્પષ્ટ કર્યું કે જેમ હવાને પ્રત્યક્ષ આંખોથી જોઈ શકાતી નથી, છતાં તેને અનુભવથી સ્વીકાર કરવામાં આવે છે. તેમજ આત્મ તત્ત્વ હવાથી પણ અતિ સૂક્ષ્મ છે અર્થાત્ હવાને તો સૂક્ષ્મપણે રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોય જ છે પરંતુ જીવાત્માને તો રૂપ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોતા નથી. તે તો અરૂપી અને ગંધ, રસ, સ્પર્શ આદિથી રહિત, નિરંજન, નિરાકાર હોય છે માટે તેને પ્રત્યક્ષ જોવાનો આગ્રહ સ્પષ્ટપણે અયોગ્ય છે. આમળાની જેમ હથેળીમાં જોવાનું સંકલ્પ પણ ઉચિત નથી. તેમજ તે અરૂપી આત્માને જોવા માટે કોઈના શરીરના ટુકડે ટુકડા કરી તેમાં આત્માને શોધવું એ પણ મૂર્ખ કઠિયારાની અનુભવ હીનતાની સમાન નાદાની છે. આ રીતે આ સૂત્રમાં પ્રદેશી રાજાના દૃષ્ટાંત દ્વારા સમસ્ત નાસ્તિક વિચાર ધારાવાળાઓને સરળ અને વિસ્તૃત સમાધાનોના માધ્યમે સુંદર અને સત્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પાઠકગણ આ સંવાદના માધ્યમે પોતાની આસ્તિકતાને દઢ કરીને અન્ય અનેક જિજ્ઞાસુઓને પણ આસ્તિકતાનું સુંદર માર્ગદર્શન આપી શકે છે. પરંપરાગત માન્યતા નહીં છોડવાનો આગ્રહ - ९४ तए णं पएसी राया केसि कुमारसमणं एवं वयासी एव खलु भंते ! मम अज्जगस्स एस सण्णा जावसमोसरणे जहा- तज्जीवो तं सरीरं, णो अण्णो जीवो अण्णं

Loading...

Page Navigation
1 ... 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238