Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 120
________________ | ८ | શ્રી ાયપરોણીય સૂત્ર सीहासणाई पउमासणाई दिसासोवत्थियासणाई सव्वरयणामयाइं अच्छाई जाव पडिरूवाई। ભાવાર્થ - તે ઉત્પાત વગેરે પર્વતો પરના હિંડોળાઓ ઉપર ઘણા પ્રકારના આસનો છે. જેમ કે હંસની આકૃતિવાળા હંસાસન, ઊંચપક્ષીની આકૃતિવાળા ઊંચાસનો, ગરુડાસનો, ઉપરની બાજુએ ઉપસેલા ઉન્નતાસનો, નીચે તરફ ઝૂકેલા પ્રણતાસનો, શય્યા જેવા લાંબા દીર્વાસનો, ભદ્રાસનો, પક્યાસનો, મકરાસનો, વૃષભાસનો, સિંહાસનો, પદ્માસનો અને અનેક દિશાસ્વસ્તિકાસનો છે. તે સવે રત્નમય સ્વચ્છ યાવતું મનોહર છે. १२७ तेसु णं वणसंडेसु तत्थ तत्थ देसे तहिंतहिं बहवे आलियघरगा मालियघरगा कयलिघरगा लयाघरगा अच्छणघरगा पिच्छणघरगा मज्जणघरगा पसाहणघरगागब्भघरगा मोहणघरगा सालघरगा जालघरगा कुसुमघरगा चित्तघरगा गंधव्वघरगा आयंसघरगा सव्वरयणामया अच्छा जाव पडिरूवा । तेसु णं आलियघरगेसु जाव आयंसघरगेसु तहिं तहिं घरएसु हंसासणाई जाव दिसासोवत्थियासणाई सव्वरयणामयाई जाव पडिरूवाई । ભાવાર્થ :- વનખંડોમાં ઠેક-ઠેકાણે(સ્વર્ણ-રત્નમય) આલિ નામની વનસ્પતિ જેવા આલિગ્રહો, માલિ નામની વનસ્પતિ જેવા માલિગ્રહો, કેળ જેવા કદલી ગ્રહો, લતાગૃહો, વિશ્રામદાયક આસનોથી સુસજ્જિત આસનગૃહો, પ્રાકૃતિક શોભા કે નાટ્યાદિ જોવા યોગ્ય પ્રેક્ષાગૃહો, સ્નાન માટેના મજનગૃહો, શૃંગારના સાધનોથી સુસજ્જિત પ્રસાધનગૃહો, અંદરના ભાગમાં આવેલા ગર્ભગૃહો, રતિક્રીડા યોગ્ય મોહનગૃહો, શાલગૃહો, જાળીયાવાળા જાલગૃહો, પુષ્પનિર્મિત કુસુમગૃહો, ચિત્રોથી સજ્જિત ચિત્રગૃહો, સંગીતનૃત્ય યોગ્ય ગંધર્વગૃહો, દર્પણોથી નિર્મિત અરીસાગૃહો છે. તે ગૃહો રત્નનિર્મિત, સ્વચ્છ યાવતું મનોહર છે. તે આલિગૃહથી અરીસાગૃહ સુધીના સર્વ ગૃહોમાં રત્નમય મનોહર હંસાસનો યાવત્ દિશાસ્વસ્તિકાસનો વગેરે આસનો સ્થાપિત કરવામાં આવ્યા છે. १२८ तेसु णं वणसंडेसु तत्थ तत्थ देसे तहिं तहिं बहवे जाइमंडवगा जूहियामंडवगा मल्लियामंडवगा णवमालियामंडवगा वासंतिमंडवगा दहिवासुय-मंडवगा सूरिल्लियमंडवगा तंबोलिमंडवगा मुद्दियामंडवगा णागलयामंडवगा अतिमुत्तलयामंडवगा अप्फोयामंडवगा मालुयामंडवगा सव्वरयणामया अच्छा जाव पडिरूवा । ભાવાર્થ :- વનખંડોમાં ઠેક-ઠેકાણે(સ્વર્ણ-રત્નમય) સુગંધી ફૂલવાળી લતાઓ-વેલાઓથી નિર્મિત મંડપો (भांडवामओ) छ. ते वनडम , रुडीभऽ५, मसिभऽ५, नवमसिभऽ५, वासंतीभऽ५, દધિવાસુકામંડ૫, સૂરજમુખીમંડપ, નાગરવેલમંડપ, દ્રાક્ષમંડપ, નાગલતામંડપ, અતિમુક્તક-માધવીલતા મંડપ, અપ્લોયા મંડપ અને માલુકામંડપ આવેલા છે. તે મંડપો રત્નમય સ્વચ્છ યાવત મનોહર છે. १२९ तेसु णं जाइमंडवएसु जाव मालुयामंडवएसु बहवे पुढविसिलापट्टगा हंसासणसंठिया जाव दिसासोवत्थियासणसंठिया अण्णे य बहवे वरसयणासणविसिट्ठसंठाणसंठिया पुढविसिलापट्टगा पण्णत्ता समाणाउसो ! आईणग-रूय-बूरणवणीय-तूलफासा सव्वरयणामया अच्छा जाव पडिरूवा ।

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238