Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ: સૂર્યાભદેવ
.
'
૭૧
]
મણિરત્નના છે, તેના પડખા-પડખાના બધા ભાગો અંક રત્વના છે. તેના ઊભા વાંસા-વળા અને પ્રતિવાંસાનાના વળા(આડા વળા) જ્યોતિરસ રત્નના છે, પાટીઓ ચાંદીની, ઢાંકણા સુવર્ણના, નળીયા વજરત્નના અને છાપરું રત્નનું છે.
તે પદ્મવર વેદિકાના પ્રત્યેક જાળિયાઓ સુવર્ણની માળાઓ, ગવાક્ષાકાર રત્નો, ઘૂઘરીઓ, ઘંટડીઓ, મોતીઓ, મણિઓ, કનક-સુવર્ણ વિશેષ, પા-કમળોની લાંબી-લાંબી માળાઓથી પરિવેષ્ટિત છે. લટકતી તે માળાઓ સોનાના દડાઓથી અલંકૃત છે.
તે પાવરવેદિકા પર ઠેક-ઠેકાણે ઘણા રત્નમય, મનોહર અશ્વયુગલ થાવ વૃષભયુગલ વગેરે યુગલો શોભી રહ્યા છે. તે જ રીતે તે વેદિકા પર રત્નમય વીથિઓ, પંક્તિઓ, મિથુનકો- તે અશ્વાદિના સ્ત્રી-પુરુષ યુગલો અને લતાઓ શોભી રહી છે. १३४ से केपट्टेणं भंते ! एवं वुच्चइ पउमवरवेइया-पउमवरवेइया ?
गोयमा ! पउमवरवेइयाए णं तत्थ तत्थ देसे तहि तहिं वेइयासु वेइयाबाहासु य वेइयफलएसु य वेइयपुडतरेसु य, खंभेसु खंभबाहासु खंभसीसेसु खंभपुडतरेसु, सुईसु, सुईमुखेसु सूईफलएसु सुईपुडतरेसु, पक्खेसु पक्खबाहासु पक्खपेरंतेसु पक्खपुडंतरेसु बहुयाइं उप्पलाई पउमाइं कुमुयाइं लिणाइं सुभगाइं सोगंधियाई पंडरीयाई महापंडरीयाई सयपत्ताई सहस्सपत्ताई सव्वरयणामयाई अच्छाई जाव पडिरूवाई महया वासिक्कछत्तसमाणाइं पण्णत्ताइ समणाउसो ! से एएणं अटेणं गोयमा ! एवं वुच्च-पउमवरवेइया पउमवरवेइया। ભાવાર્થ - હે ભગવન્! તે પદ્મવરવેદિકાને પદ્મવરવેદિકા શા માટે કહે છે?
હે ગૌતમ! તે વેદિકાની ભૂમિ, વેદિકાની બાજુઓ, વેદિકાના પાટિયાઓ, તેના અંતરાલો, સ્તંભો, સ્તંભની બાજુઓ, સ્તંભના શિખરો, સ્તંભના અંતરાલો, ખીલાઓ, ખીલાના ટોપકાઓ, ખીલાથી જોડાયેલા પાટિયાઓ, ખીલાઓના અંતરાલો, તેના પડખા, પડખાના પ્રાન્ત ભાગો, તેના અંતરાલો આદિ ખુલેલા છત્ર જેવા વિકસિત મોટા-મોટા રત્નમય, સ્વચ્છ, અતિસુંદર ઉત્પલ પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પંડરીક, મહાપુંડરીક, સો પાંખડીવાળા કમળો, હજાર પાંખડીવાળા કમળોથી શોભી રહ્યાં છે. તેથી જ તે ચિરંજીવી શ્રમણ ! આ વેદિકાને પદ્મવર વેદિકા કહેવામાં આવે છે. १३५ पउमवरवेइया णं भंते ! किं सासया, असासया ? गोयमा ! सिय सासया, सिय असासया। से केण?ण भते ! एवं कुच्चइ-सिय सासया, सिय असासया ? गोयमा ! दव्वट्टयाए सासया, वण्णपज्जवेहिं गंधपज्जवेहिं रसपज्जवेहिं फासपज्जवेहिं असासया । से एएणतुणं गोयमा ! एवं वुच्चइ- सिय सासया सिय असासया। ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન! તે પાવરવેદિકા શાશ્વત છે કે અશાશ્વત છે? ઉત્તર- હે ગૌતમ! કથંચિત. શાશ્વત-નિત્ય છે અને કથંચિત્ અશાશ્વત છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તે શાશ્વત પણ છે અને અશાશ્વત પણ છે? ઉત્તર- હે ગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ તે શાશ્વત છે અને વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આદિ પર્યાયોની અપેક્ષાએ અશાશ્વત છે. તેથી હે ગૌતમ! આ પ્રમાણે કહ્યું છે કે તે પદ્મવરવેદિકા શાશ્વત પણ છે