Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
| બીજો વિભાગઃ પ્રદેશી રાજા
[ ૧૪૯]
ભાવાર્થ:- ત્યાર પછી કેશીકુમાર શ્રમણે પ્રદેશી રાજાને આ પ્રમાણે કહ્યું– જેમ કોઈ યુવાન તથા કાર્ય કરવામાં નિપુણ પુરુષ નવા ધનુષ્ય, નવી પ્રત્યંચા(જીવા, દોરી), તથા નવા બાણથી શું એક સાથે પાંચ બાણ છોડવા સમર્થ છે? પ્રદેશી– હા ભગવાન ! તે સમર્થ છે. કેશીકુમારશ્રમણ- તે જ યુવાન તથા પોતાના કાર્યમાં નિપુણ પુરુષ જૂના, ખવાઈ ગયેલા ધનુષ્ય, જૂની પ્રત્યંચા અને જૂના-બૂઠા બાણથી શું એક સાથે પાંચ બાણ ફેંકી શકે? પ્રદેશી– ના, તે તેવા જૂના ધનુષ્યથી એક સાથે પાંચ બાણ ફેંકી શકતો નથી. કેશીકુમારશ્રમણ– તેનું શું કારણ છે? પ્રદેશી- તેની પાસે અપર્યાપ્ત ઉપકરણો છે. ઉપકરણની ન્યૂનતાના(જીર્ણતાના) કારણે તે પોતાનું સામર્થ્ય બતાવી શકતો નથી. કેશીકમારશ્રમણ– તે જ પ્રમાણે હે પ્રદેશી ! તે યુવાન પુરુષ જ્યારે મંદજ્ઞાનવાળી બાળક અવસ્થામાં હોય છે, ત્યારે તેનામાં આવડતરૂપ ઉપકરણની ખામી હોય છે, તેથી તે એક સાથે પાંચ બાણ ફેંકવામાં સમર્થ નથી, માટે હે પ્રદેશી તું શ્રદ્ધા કર કે જીવ અને શરીર બંને જુદા-જુદા છે. ભારવાહકના સામર્થ્યની ભિન્નતાનો છઠ્ઠો તર્ક७४ तए णं पएसी राया केसीकुमार-समणं एवं वयासी- अत्थि णं भंते ! एस पण्णा उवमा, इमेणं पुण कारणेणं णो उवागच्छइ-से जहाणामए केइ पुरिसे तरुणे जाव सिप्पोवगए पभू एगं महं अयभारगं वा तउयभारगं वा सीसगभारगं वा परिवहित्तए ? हंता पभू ।
सो चेव णं भंते ! पुरिसे जुण्णे जराजज्जरियदेहे सिढिलवलियावणद्धगत्ते दंङ- परिग्गहियग्गहत्थे पविरलपरिसडियदंतसेढी आउरे किसिए पिवासिए दुब्बले किलंते णो पभू एगं महं अयभारगं वा जाव परिवहित्तए ।
जइ णं भंते ! सच्चेव पुरिसे जुण्णे जराजज्जरियदेहे जाव परिकिलंते पभू एग महं अयभारं वा जाव परिवहित्तए तो णं अहं सद्दहेज्जा, तहेव ।
जम्हा णं भंते ! से चेव पुरिसे जुण्णे जाव किलंते णो पभू एग महं अयभारं वा जाव परिवहित्तए, तम्हा सुपइट्ठिया मे पइण्णा, तहेव । ભાવાર્થ :- આ ઉત્તર સાંભળીને પ્રદેશી રાજાએ ફરી કેશીકુમાર શ્રમણને કહ્યું- હે ભગવન્! મારી આ ઉપરોકત માન્યતા છે, તેને ટેકો આપતો અન્ય પણ પુરાવો છે, જેના કારણે હું આપના કથનનો સ્વીકાર કરતો નથી, તે આ પ્રમાણે છેપ્રદેશી– હે ભગવન્! કોઈ એક યુવાન તથા પોતાના કાર્યમાં નિપુણ પુરુષ શું એક મોટા, વજનદાર લોખંડના ભારને, સીસા અને જસતના ભારને ઉપાડવા સમર્થ છે? કેશીકુમારશ્રમણ- હા, તે પુરુષ ભાર ઉપાડવામાં સમર્થ છે. પ્રદેશી- હે ભગવન! તે યુવાન પુરુષ વૃદ્ધ થઈ જાય, શરીર જર્જરિત, શિથિલ, કરચલીવાળું થઈ જાય, ગાત્ર ઢીલા પડી જાય, ચાલવામાં લાકડીનો ટેકો લેવો પડે, દાંત પડી જાય, રોગાદિથી પીડિત, કૃશ, દુર્બળ,