Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી
[ ૬૯ ]
ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો ! તે જાઈ મંડપ યાવતું માલુકામંડપમાં ઘણા પૃથ્વીમય શિલાપટ્ટકો (શિલાઓ) છે. તે મંડપોમાં હંસાસનના આકારવાળી થાવ દિશાસ્વસ્તિકના આકારવાળી શિલાઓ છે, તે ઉપરાંત અનેક શ્રેષ્ઠ શય્યા, આસન સદશ વિશિષ્ટ આકારવાળી શિલાઓ પણ છે. તે શિલાઓ ચર્મ, રૂ, બૂર, માખણ, આકડાના(રેશમી) રૂ જેવી સુંવાળી અને કોમળ સ્પર્શવાળી છે. તે રત્નમય, સ્વચ્છ ભાવ મનોહર છે. १३० तत्थ णं बहवे वेमाणिया देवा य देवीओ य आसयंति सयंति चिटुंति णिसीयंति तुयटृति, हसंति, रमंति, ललंति, कीलंति, किट्टति मोहंति, पुरा पोराणाणं सुचिण्णाणं सुपरिक्कंताणं सुभाणं कडाणं कम्माणं कल्लाणाणं कल्लाण-फलविवागं पच्चणुब्भवमाणा विहरति । ભાવાર્થ - ત્યાં સુર્યાભવિમાનવાસી ઘણા દેવ-દેવીઓ આરામ કરે છે, શયન કરે છે, ઊભા રહે છે, બેસે છે, શરીર લાંબુ કરીને(પડખું ફેરવતા ફેરવતા) વિશ્રામ કરે છે, રમણ કરે છે, ક્રીડા કરે છે, પરસ્પર મનોવિનોદ અને રતિક્રીડા કરે છે. આ રીતે પૂર્વભવના ઉપાર્જિત શુભ, કલ્યાણકારી કર્મોના સુખરૂપ ફળવિપાકનો અનુભવ કરતાં વિચરે છે. વનખંડવર્તી પ્રાસાદાવસકઃ१३१ तेसि णं वणसंडाणं बहुमण्झेदेसभाए पत्तेय-पत्तेयं पासायवडेंसगा पण्णता । तेणं पासायवडेंसगा पंच जोयणसयाई उड्ढें उच्चत्तेणं, अड्डाइज्जाई जोयणसयाई विक्खंभेणं, अब्भुग्गयमूसिय-पहसिया इव तहेव बहुसमरमणिज्जभूमिभागो उल्लोओ सीहासणं सपरिवारं। तत्थ णं चत्तारि देवा महिड्डिया जावपलिओवमट्टिईया परिवसंति, તં નહીં-, , વા, ગૂપ . ભાવાર્થ :- પ્રત્યેક(ચારે ય) વનખંડોની વચ્ચોવચ એક-એક પ્રાસાદાવતેસક-શ્રેષ્ઠ મહેલ છે. તે પ્રાસાદા- વાંસકો પાંચસો યોજન ઊંચા, અઢીસો યોજન પહોળા છે અને પોતાની ઉજ્જવલ પ્રભાથી જાણે હસતા હોય એવું પ્રતીત થાય છે. તેનો ભૂમિભાગ અતિસમ તથા રમણીય છે. તેના ચંદરવા, સિંહાસન આદિનું વર્ણન પૂર્વવત્ જાણવું.
આ પ્રાસાદાવતસકોમાં મહા ઋદ્ધિશાળી વાવત એક પલ્યોપમની સ્થિતિવાળા ચાર દેવો અર્થાતુ તે વનખંડના અધિપતિ દેવો તેમાં નિવાસ કરે છે. તેના નામ આ પ્રમાણે છે– અશોકદેવ, સપ્તપર્ણદેવ, ચંપકદેવ અને આમ્રદેવ. વિમાનગત ઉપકારિકાલયન - १३२ सूरियाभस्स णं देवविमाणस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते जाव तत्थ णं बहवे वेमाणिया देवा य देवीओ य आसयंति जाव विहरति ।
तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमण्झदेसे, एत्थ णं महेगे उवगारियालयणे पण्णत्ते- एगंजोयणसयसहस्सं आयामविक्खंभेणं, तिण्णि जोयणसय सहस्साई