Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
શ્રી રાયપસેણીય સૂત્ર
ગ્રહણ કરેલા આહારને શરીરરૂપે પરિણત કરવાની શક્તિને શરીર પર્યાપ્તિ કહે છે. (૩) શરીરરૂપે પરિણત થયેલા પુદ્ગલોને ઇન્દ્રિયરૂપે પરિણત કરવાની શક્તિને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે છે. (૪) શ્વાસોચ્છ્વાસ યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી શ્વાસરૂપે પરિણત કરવાની શક્તિને શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ કહે છે. (૫) ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, ભાષારૂપે પરિણમાવી ભાષારૂપે મૂકવા અર્થાત્ બોલવાની શક્તિને ભાષા પર્યાપ્તિ કહે છે. (૬) મનોવર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી, મનરૂપે પરિણમાવી વિચાર કરવાની શક્તિને મનપર્યાપ્તિ કહે છે. તત્કાલ ઉત્પન્ન થયેલો જીવ આ છ પ્રકારની શક્તિમાંથી સ્વયોગ્ય શક્તિઓને પૂર્ણપણે મેળવી લે ત્યારે તે પર્યાપ્ત કહેવાય છે.
८७
દેવો ભાષા પર્યાપ્તિ અને મનપર્યાપ્તિને એક સાથે પૂર્ણ કરે છે. આ બંને પ્રકારની શક્તિ એક સાથે પ્રાપ્ત થતી હોવાથી આગમોમાં દેવો માટે પાંચ પર્યાપ્તિઓનું વિધાન છે.
हृत्य विचार : नृत्य संकेत :
१६९ तए णं तस्स सूरियाभस्स देवस्स पंचविहाए पज्जत्तीए पज्जत्तिभावं गयस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुपज्जित्था - किं मे पुव्वि करणिज्जं ? किं मे पच्छा करणिज्जं ? किं मे पुव्वि सेयं ? किं मे पच्छा सेयं ? किं मे पुव्विं पि पच्छा वि हियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ ? ભાવાર્થ :- ત્યાર પછી પાંચ પ્રકારની પર્યાપ્તિથી પર્યાપ્ત બનેલા તે સૂર્યાભદેવને આંતરિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત વિચાર ઉત્પન્ન થયો કે અહીં મારું પ્રથમ કર્તવ્ય-કાર્ય શું હશે ?ત્યાર પછી મારે નિરંતર શું કરવાનું હશે ? પહેલાં અને પછી મારા માટે શું કરવું શ્રેયકારી થશે ? પહેલાં કે પછી કયુ કાર્ય મારા માટે હિતકારી, સુખકારી, ક્ષેમકારી, કલ્યાણકારી અને પરંપરાએ શુભાનુબંધકારી થશે ?
१७० तए णं तस्स सूरियाभस्स देवस्स सामाणियपरिसोववण्णगा देवा सूरियाभस्स देवस्स इमेयारूवं अज्झत्थियं चिंतियं पत्थियं मणोगय-संकप्पं समुप्पण्णं समभिजाणित्ता जेणेव सूरिया देवे तेणेव उवागच्छंति, उवागच्छित्ता सूरियाभं देवं करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलि कट्टु जएणं विजएणं वद्धार्वेति, वद्धावेत्ता एवं वयासीएवं खलु देवाणुप्पियाणं सूरियाभे विमाणे [ सिद्धायतणंसि जिणपडिमाणं जिणुस्सेहपमाणमेत्ताणं अट्ठसयं सण्णि- खित्तं चिट्ठति; ] सभाए णं सुहम्माए माणवए चेइए खंभे, वइरामएसु गोलवट्टसमुग्गएसु बहूओ जिणसकहाओ सण्णिखित्ताओ चिट्ठति; ताओ णं देवाणुप्पियाणं अण्णेसिं च बहूणं वेमाणियाणं देवाण य देवीण य अच्चणिज्जाओ वंदणिज्जाओ पूयणिज्जाओ माणणिज्जाओ सक्कारणिज्जाओ कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासणिज्जाओ । तं एयण्णं देवाणुप्पियाणं पुव्वि करणिज्जं, तं एयण्णं देवाणुप्पियाणं पच्छा करणिज्जं, तं एयण्णं देवाणुप्पियाणं पुव्वि सेयं, तं एयण्णं देवाणुप्पियाणं पच्छा सेयं, तं एयण्णं देवाणुप्पियाणं पुव्विं पि पच्छा वि हियाए सुहाए खमाए निस्सेयसाए आणुगामियत्ताए भविस्स ।
I
ભાવાર્થ :- સૂર્યાભદેવે આ પ્રમાણે વિચાર કર્યો, ત્યાં તુરત જ તેમની સામાનિક સભાના દેવો, તેમના