Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવી
[ ૪૧ ]
તેની વાતનો આદર ન કર્યો અનુમતિ પણ આપી નહીં, તેમ છતાં) શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર પ્રદક્ષિણાપૂર્વક વંદન-નમસ્કાર કરીને, ઈશાન ખૂણામાં જઈને, વૈક્રિય સમુઘાત કરીને યાવતું ઢોલના ચર્મમઢિત ભાગ જેવા સમતલ મણિમય રમણીય ભૂમિભાગની રચના કરી.
તે સમતલ ભૂમિની વચ્ચોવચ્ચ અનેક સો(સેંકડો) સ્તંભો ઉપર સંનિવિષ્ટ એવા એક પ્રેક્ષાગૃહમંડપની રચના કરી. તેનું વર્ણન પૂર્વવત્ જાણવું.
તે નાટય શાળામાં અતિસમતલ, રમણીય ભૂમિભાગ, ચંદરવો, રંગમંચ અને મણિપીઠિકાની રચના કરી. મણિપીઠિકા ઉપર પાદપીઠ, છત્ર વગેરેથી યુક્ત, મોતીઓની માળાઓથી સુશોભિત સિંહાસન ગોઠવ્યું. |५१ तए णं से सूरियाभे देवे समणस्स भगवओ महावीरस्स आलोए पणामं करेइ, करित्ता अणुजाणउ मे भगवं ति कटु सीहासणवरगए तित्थयराभिमुहे सण्णिसण्णे ।
तए णं से सूरियाभे देवे तप्पढमयाए णाणामणिकणगरयणविमल-महरिहणिउणओविय-मिसि-मिसिंतविरइयमहाभरण-कडग-तुडियवरभूसणुज्जलं पीवरं पलंबं दाहिणं भुयं पसारेइ ।
__तओ णं सरिसयाणं सरित्तयाणं सरिव्वयाणं सरिसलावण्ण-रूव-जोव्वणगुणोववेयाणं, एगाभरण वसणगहिय णिज्जोयाणं, दुहओ संवेल्लियग्ग णियत्थाणं, आविद्धतिलया मेलाणे, पिणद्धगेविज्ज कंचुयाणं उप्पीलिय-चित्तपट्ट परियरसफेणकावत्तरइय-संगय-पलंब-वत्थंत चित्त चिल्ललग-णियंसणाणं एगावलिकंठरइयसोभंत-वच्छ परिहत्थ- भूसणाणं अट्ठसयं णट्टसज्जाणं देवकुमाराणं णिग्गच्छइ । ભાવાર્થ:- ત્યારપછી સૂર્યાભદેવે શ્રમણ ભગવાન મહાવીર તરફ જોઈને વંદન કર્યા અને ત્યારપછી “હે ભગવાન! મને આજ્ઞા આપો.” તેમ કહીને તીર્થકર ભગવાનની સામે પોતાની નાટ્યશાળાના સિંહાસન ઉપર બેઠા.
સિંહાસન ઉપર બેસીને સૌપ્રથમ તેણે નિપુણ શિલ્પીઓ દ્વારા બનાવેલા, અનેક પ્રકારના મણિઓ, સુવર્ણ અને રત્નોથી નિર્મિત, મહા મૂલ્યવાન, ચમકતા કડા-બાજુબંધ વગેરે આભૂષણોથી દીપતો પોતાનો ઉજળો, પુષ્ટ અને લાંબો જમણો હાથ ફેલાવ્યો.
ફેલાવેલા જમણા હાથમાંથી તેણે સમાન શરીરવાળા, સમાનત્વચા, સમાન ઉંમર, સમાન લાવણ્ય; સમાન રૂ૫; સમાન યૌવન, સમાન ગુણોવાળા; સમાન નાટકીય ઉપકરણો અને વસ્ત્રાભૂષણોથી સજ્જ; બંને ખંભાથી લટકતા છેડાવાળા ઉત્તરીય વસ્ત્ર-દુપટ્ટાને ધારણ કરેલા; ભાલ ઉપર તિલક અને મસ્તક ઉપર મુકુટ ધારણ કરેલા; ગળામાં ગ્રેવેયક(ગળાનું આભરણ) અને કંચુક-અંગરક્ષક અંગરખું પહેરેલા; ટીકા અને છોગા લગાડેલા, ચિત્ર-વિચિત્ર પટ્ટાવાળા, ફૂદરડી ફરતા જેના છેડા ફેણની જેમ ઊંચા થાય(હવામાં ઉડે) તેવી કોર(ઝાલર) મૂકેલા, રંગબેરંગી નાટક-નૃત્યને યોગ્ય કમ્મરપટ્ટો બાંધેલા; એકાવલી હાર આદિથી શોભતા વક્ષ:સ્થળવાળા અને નૃત્ય માટે તત્પર એવા ૧૦૮ દેવકુમારો બહાર કાઢયા. ५२ तयणंतरं च ण णाणामणि जाव पीवरं पलंब वामं भुयं पसारेइ । तओ णं सरिसियाणं सरिसत्तयाणं, सरिसव्वयाणं, सरिसलावण्ण-रूव-जोव्वण-गुणोववेयाणं, एगाभरण-वसण-गहिय णिज्जोयाणं दुहओ संवेल्लियग्गणियत्थीणं आविद्धतिलयामेलाणं