Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
[ ૧૨ ]
શ્રી શયપણેણીય સૂત્ર
રહેવાની વનપાલની આજ્ઞા લઈને ત્યાં રહેલા, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને જોયા. ભગવાનનું દર્શન થતાં સૂર્યાભદેવ હર્ષિત, સંતુષ્ટિત અને આનંદિત ચિત્તવાળા થયા, ભગવાન તરફ મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, અતિ પ્રસન્નતાથી તેમનું મન ખીલી ઊઠ્ય, હર્ષના આવેગથી હૃદય ધબકવા લાગ્યું. તેના કમળ જેવા ઉત્તમ નેત્રો ખીલી ઊઠ્યા, આનંદના વેગથી તેના ઉત્તમ કડાં, બાજુબંધ, કેયૂર, મુગટ, બંને કુંડલો ચલાયમાન થઈ ગયા, હલવા લાગ્યા. તેનું વક્ષઃસ્થલ હારથી શોભાયમાન લાગતું હતું. નીચે સુધી લટકતા કંપાયમાન અને પરસ્પર અથડાતા આભૂષણ વિશેષ ધારણ કરેલા તે સૂર્યાભદેવ (ભગવાનને જોતાં જ) સંભ્રમ–ઉત્સુકતા સાથે ત્વરા અને ચપળતાપૂર્વક સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને પાદપીઠ-પગ રાખવાના બાજોઠ દ્વારા નીચે ઊતરીને, પાદુકાઓ-મોજડી કાઢીને, એક શાટિક– ઉત્તરીય વસ્ત્રનું ઉત્તરાસંગ કરીને, તીર્થકર પ્રભુની સન્મુખ(તે દિશામાં) સાત-આઠ પગલાં જઈને, ડાબા ઘૂંટણને ઊંચો રાખીને, જમણા ઘૂંટણને જમીન પર ઢાળીને, મસ્તકને ત્રણવાર જમીન સુધી નમાવીને પછી કડા અને બાજુબંધથી ખંભિત બને ભુજાઓને ભેગી કરીને, દસે નખ એક-બીજાને સ્પર્શે તે રીતે હાથ જોડીને આવર્તનપૂર્વક મસ્તક ઉપર અંજલિ કરીને આ પ્રમાણે બોલ્યા
६ णमोत्थुणं अरिहंताणं भगवंताणं जावसिद्धिगइणामधेयं ठाणं संपत्ताणं। णमोत्थुणं समणस्स भगवओ महावीरस्स जाव सिद्धिगइणामधेयं ठाणं संपाविउकामस्स । वंदामि णं भगवंतं तत्थगयं इहगए, पासइ मे भगवं तत्थगए इहगयं ति कटु वंदइ णमंसइ, वदित्ता णमसित्ता सीहासणवरगए पुव्वाभिमुहं सण्णिसण्णे। ભાવાર્થ - સિદ્ધગતિ નામના સ્થાનને પ્રાપ્ત થયેલા અરિહંત-સિદ્ધ ભગવંતોને મારા નમસ્કાર હોજો વાવત સિદ્ધગતિ નામના સ્થાનને મેળવવાની કામના-ઇચ્છાવાળા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને મારા નમસ્કાર હોજો. “ત્યાં રહેલા ભગવાનને હું અહીં દેવલોકમાંથી વંદન કરું છું. ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જુએ,” આ પ્રમાણે બોલીને પ્રભુને વંદન-નમસ્કાર કરી, સૂર્યાભદેવ પુનઃ સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસી ગયા. વિવેચન -
પ્રસ્તુત સૂત્રમાં સૂર્યાભદેવનું અવધિજ્ઞાનથી પ્રભુદર્શન અને પ્રભુ દર્શનથી પ્રાપ્ત થયેલી તેની પ્રસન્નતા તથા પરોક્ષ પ્રભુવંદનનું વર્ણન છે. આધાપરિવવં ૩૮ - યથાપ્રતિરૂપ = સાધ્વાચારને યોગ્ય, અવગ્રહ = સ્થાન. સાધુ-સાધ્વી સ્થાનના માલિકની અનુમતિ મેળવીને ત્યાર પછી, રહેવા-ઊતરવા માટે તે સ્થાન ગ્રહણ કરે છે. પાસ૬ ને ભવં તત્થTણ દાયે - ત્યાં રહેલા ભગવાન અહીં રહેલા મને જુએ છે. દેવલોકમાં સ્થિત સૂર્યાભદેવે દેવલોકમાંથી જ અવધિજ્ઞાન અને અવધિદર્શન દ્વારા પ્રભુના દર્શન કર્યા, પ્રભુ જે દિશામાં બિરાજમાન હતા તે દિશામાં ૭-૮ પગલા આગળ જઈ સ્તવ-સ્તુતિપૂર્વક વંદન કર્યા છે, તેમણે આ રીતે મનોભાવ પ્રગટ કર્યા કે સર્વજ્ઞ સર્વદર્શી ભગવાન દેવલોકમાં રહેલા મને પોતાના કેવળજ્ઞાનથી જુએ અને મારા વંદનને સ્વીકારે. પરોક્ષવંદન વિધિ :- આ સુત્ર પાઠમાં તીર્થકર ભગવંત પરોક્ષ હોય ત્યારે તેમને વંદન કરવાની વિધિનો નિર્દેશ છે. તીર્થંકર પરમાત્મા સન્મુખ બિરાજમાન ન હોય, ત્યારે દેવ મનુષ્ય વગેરે તેમને તિgત્તોના