Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
| ૧૩ |
પાઠથી વંદના ન કરતાં પનોત્થના પાઠથી સ્તુતિયુક્ત વંદન કરે છે; આ વિધિમાં વ્યક્તિ સર્વ પ્રથમ આસનશપ્યા છોડીને તીર્થકર જે દિશામાં બિરાજમાન હોય તે દિશામાં સાત-આઠ પગલાં ચાલીને, ડાબો ઘૂંટણ ઊંચો રાખીને અને જમણો ઘૂંટણ જમીન ઉપર સ્થાપીને, વિનયપૂર્વક બેસીને, પછી ત્રણ વાર મસ્તક ભૂમિ સુધી નમાવીને આવર્તનપૂર્વક મસ્તક પર અંજલી કરીને ગમોત્થાના પાઠ વડે બે વાર સ્તુતિ કરે છે. આભિયોગિક દેવોને આજ્ઞા - | ७ तए णं तस्स सूरियाभस्स इमे एयारूवे अज्झथिए चिंतिए पत्थिए मणोगय-संकप्पे समुपज्जित्था- एवं खलु मे समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे आमलकप्पाए णयरीए बहिया अंबसालवणे चेइए अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ ।
तं महाफलं खलु तहारूवाणं अरिहंताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए किमंग पुण अभिगमण-वंदण-णमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए ! एगस्सवि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए !!
तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि णमंसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि । एयं मे पेच्चा हियाए सुहाए खमाए णिस्सेयसाए आणुगामियत्ताए भविस्सइ त्ति कटु; एवं संपेहेइ, संपेहित्ता आभिओगिए देवे सद्दावेइ सद्दावित्ता एवं वयासीભાવાર્થ:- ત્યાર પછી તે સૂર્યાભદેવના મનમાં આ પ્રકારનો આધ્યાત્મિક અર્થાત્ આંતરિક, ચિંતિત, પ્રાર્થિત, મનોગત- માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો. જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકલ્પા નગરીની બહાર આમ્રપાલવન ઉધાનમાં શ્રમણ ભગવાન મહાવીર સ્વામી યથાપ્રતિરૂપ- સાધુને યોગ્ય સ્થાનની આજ્ઞા લઈને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં બિરાજમાન છે.
- તથાસ્વરૂપવાળા અર્થાત્ ભગવાને સાધુઓનું જેવું સ્વરૂપ અને જેવા ગુણો બતાવ્યા છે, તેવા જ ગુણોથી યુક્ત સાધુ ભગવંતોના નામ અને ગોત્રનું શ્રવણ માત્ર મહાફળદાયક છે, તો પછી તેમની સન્મુખ જવું, વંદન-નમસ્કાર કરવા, પ્રશ્ન પૂછવા, તેમની પર્યાપાસના કરવી વગેરે ક્રિયાનું મહાફળ હોય, તેમાં તો કહેવું જ શું! આર્યપુરુષના માત્ર એક ધાર્મિક સુવચનનું શ્રવણ પણ મહાફળદાયી છે, તો વિપુલ અર્થ-ઉપદેશ શ્રવણની તો વાત જ શું કરવી !! અર્થાત્ તે અવશ્ય મહાન ફળદાયી જ હોય છે.
તો હું જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું, નમસ્કાર કરું, તેમનો સત્કાર-સન્માન કરું, કલ્યાણસ્વરૂપી, અનિષ્ટોનું ઉપશમન કરતા હોવાથી મંગલસ્વરૂપી, ત્રણે લોકના અધિપતિ હોવાથી દેવસ્વરૂપી અને સુપ્રશસ્તજ્ઞાન-કેવળજ્ઞાન સહિત હોવાથી ચૈતન્યસ્વરૂપી તે ભગવાનની પર્યાપાસના કરું. શ્રમણ ભગવાન મહાવીરની પર્યાપાસના મારા માટે જન્મજન્માંતરમાં હિતકર, સુખકર, ક્ષેમકર, શાંતિકર, નિઃશ્રેયસ્કર-કલ્યાણકર, મોક્ષ પ્રાપ્ત કરાવનારી થશે. તેવો વિચાર કરીને સૂર્યાભદેવે પોતાના આભિયોગિક દેવોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું|८ एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे जंबुद्दीवे दीवे भारहे वासे