Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
પ્રથમ વિભાગ ઃ સૂર્યાભદેવ
[ ૨૩]
पिव अच्चीसहस्स-मालणीयं रूवगसहस्सकलियं भिसमाणं भिब्भिसमाणं चक्खुल्लोयणलेसं सुहफासं सस्सिरीयरूवं जाव पडिरूवा। ભાવાર્થ:- તે ત્રણે સુંદર ત્રિસપાન શ્રેણીઓની આગળ તોરણો બાંધ્યાં હતા. તે તોરણોનું વર્ણન આ પ્રમાણે છે-તે તોરણો વિવિધ પ્રકારના મણિઓથી બનાવેલા હતા, મણિમય સ્તંભો ઉપર ગોઠવેલા હોવાથી નિશ્ચલ હતા, તેમાં વિવિધ પ્રકારના મોતીઓ મૂકીને અનેક પ્રકારની ભાતો પાડી હતી, તે અનેક પ્રકારના તારાઓના આકારથી સુશોભિત હતા. તે તોરણોમાં વરુ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર, પક્ષી, સર્પ, કિન્નર, કસ્તુરી મૃગ, અષ્ટાપદ, ચમરીગાય, હાથી, વનલતા, પદ્મલતા વગેરેનાચિત્રો કોતરેલા હતા. સ્તંભગત વજરત્નમય વેદિકાથી તે રમણીય લાગતા હતા; તે તોરણોમાં યંત્રથી સંચાલિત સમશ્રેણીએ સ્થિત વિધાધર-વિદ્યાધરી યુગલોના પૂતળાઓ ફરતા દેખાતા હતા. તે તોરણો રત્નોના હજારો કિરણોથી સૂર્યની જેમ ઝગારા મારતા હતા. હજારો ચિત્રોથી ઉપશોભિત હતા, દેદીપ્યમાન, અતિદેદીપ્યમાન, ઉડીને આંખે વળગે તેવા તેજવાળા, અનુકૂળ સ્પર્શ અને મનોહર રૂપથી પ્રાસાદીય, દર્શનીય, સુંદર અને મનોહર રૂપાકૃતિવાળા હતા. २१ तेसि णं तोरणाणं उप्पि अट्ठट्ठ मङ्गलगा पण्णत्ता, तंजहा- सोत्थिय-सिरिवच्छ दियावत्त-वद्धमाणग-भद्दासण-कलस-मच्छ-दप्पणा सव्वरयणमया अच्छा, सण्हा, लण्हा, घट्ठा, मट्ठा, णीरया, णिम्मला, णिप्पंका, णिक्कंकडच्छाया सप्पभा समिरीइया सउज्जोया पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा । ભાવાર્થ :- આભિયોગિક દેવોએ તે તોરણોની ઉપરના ભાગમાં આઠ-આઠ મંગલો ગોઠવ્યા હતા. તે આઠ મંગલોના નામ આ પ્રમાણે છે– (૧) સ્વસ્તિક (૨) શ્રીવત્સ (૩) નંદાવર્ત (૪) વર્ધમાનક (૫) ભદ્રાસન (૬) કળશ (૭) મત્સ્ય (૮) દર્પણ. તે મંગલો સર્વરત્નમય, સ્વચ્છ, સુકોમળ, મુલાયમ, ઘસેલા-માંજેલા હોય તેવા સુંવાળા, રજરહિત, મેલરહિત, ગંદકીરહિત, આવરણ રહિત દીપ્તિવાળા, અનુપમ પ્રભાયુક્ત, ચોતરફ પ્રસરતા કિરણોવાળા, ઉદ્યોતયુક્ત, પ્રાસાદીય, દર્શનીય, રમણીય અને ઘાટીલા હતા. २२ तेसिं च णं तोरणाणं उप् िबहवे किण्हचामरण्झया, नीलचामरण्झया, लोहिय चामरज्झया, हालिद्दचामरज्झया सुक्किल्लचामरज्झया अच्छा सण्हा रुप्पपट्टा वइरदंडा जलयामलगधिया सुरम्मा पासादीया दरिसणिज्जा अभिरूवा पडिरूवा विउव्वइ। ભાવાર્થ :- આભિયોગિક દેવોએ તે તોરણોની ઉપરના ભાગમાં વજના દંડવાળી કાળા ચામરોની ધ્વજાઓ, નીલ ચામરોની ધ્વજાઓ, લાલ ચામરોની ધ્વજાઓ, પીળા ચામરોની ધ્વજાઓ અને શ્વેત ચામરોની ધ્વજાઓની રચના કરેલી હતી. તે ધ્વજાઓ સ્વચ્છ, મુલાયમ, પ્યમય પટ્ટથી સુશોભિત, કમળ જેવી સુગંધથી સુગંધિત, સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, રમણીય અને ઘાટીલી હતી. २३ तेसिं णं तोरणाणं उप्पि बहवे छत्ताइछत्ते, पडागाइपडागे घंटाजुयले, चामरजुयले उप्पलहत्थएकुमुद-णलिण-सुभग-सोगंधियपोंडरीय महापोंडरीय-सतपत्तसहस्सपत्त-हत्थए, सव्वरयणामए अच्छे जाव पडिरूवे विउव्वइ । ભાવાર્થ - તે તોરણોની ઉપર છત્રાતિછત્ર- ઉપરાઉપર છત્ર હોય તેવા અનેક છત્રો; પતાકાતિપતાકાઓ