Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
રાયપસણીય સૂત્રઃ ક્રથાસાર
રાયપટેણીય સૂત્ર
| કથા સાર આ
છે પ્રસ્તુત આગમમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં થયેલા પ્રદેશ રાજાના વર્ણનની અંતર્ગત ભૂતકાલીન પ્રદેશી રાજાના ભવનું, વર્તમાન કાલીન સૂર્યાભદેવના ભવનું અને ભવિષ્યકાલીન દઢપ્રતિજ્ઞના ભવનું વર્ણન છે.
આ આગમ એક શ્રુતસ્કંધ રૂપે વર્ણિત છે. તેમાં અધ્યયનાદિ રૂપ વિભાજન નથી. તેમાં સળંગ કથાનક છે, તેમ છતાં તેમાં વર્ણિત બે ભવોના આધારે પ્રસ્તુતમાં તેના બે વિભાગ કર્યો છે.
પ્રથમ વિભાગમાં સૂર્યાભવિમાન અને સૂર્યાભદેવનું વર્ણન છે. બીજા વિભાગમાં પ્રદેશી રાજાનું વિસ્તૃત અને દઢપ્રતિજ્ઞનું સંક્ષિપ્ત વર્ણન છે. પ્રથમ વિભાગઃ સૂર્યાભદેવ ભવ:
સૌધર્મ નામના પ્રથમ દેવલોકના સયંભવિમાનના અધિપતિ સયભદેવે અવધિજ્ઞાન અને અવધિ દર્શન દ્વારા આમલકલ્પા નગરના ઉદ્યાનમાં ભગવાન મહાવીર સ્વામીને જોયા. ભગવાનના દર્શન થતાં જ, તેઓ સિંહાસન ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન જે દિશામાં હતા, તે દિશામાં પ્રભુને વંદન કર્યા.
પ્રભુના પ્રત્યક્ષ દર્શન કરવાનો વિચાર કરીને, સૌ પ્રથમ આભિયોગિક(સેવક) દેવોને પ્રભુની આસપાસની ભૂમિને સ્વચ્છ અને સુગંધિત કરવા મોકલ્યા. ત્યાર પછી સેનાપતિ દેવ દ્વારા સૂર્યાભવિમાનવાસી દેવ-દેવીઓને પ્રભુ દર્શનાર્થે આવવા ઉદ્ઘોષણા કરાવી. સૂર્યાભદેવની આજ્ઞાથી સેવક દેવોએ એક લાખ યોજનના અપૂર્વ અને અદ્ભુત યાન-વિમાનની વિદુર્વણા-રચના કરી. યાન-વિમાન :- તે યાન-વિમાનની ત્રણ બાજુએ ત્રણ પગથિયાવાળી સોપાન શ્રેણી બનાવી. તે સોપાન શ્રેણીની આગળ અષ્ટમંગલ સ્થાપિત હોય તેવા તોરણો બનાવ્યા. તે યાન-વિમાનને પંચરંગી ધ્વજા, છત્ર, ઘંટ, કમળોના ગુચ્છથી સુશોભિત બનાવ્યું. યાન-વિમાનની અંદરના ભૂમિતલમાં સુગંધિત, કોમળ સ્પર્શવાળા પંચવર્ણી મણિઓ જડ્યા. તે યાનની મધ્યમાં અનેક સ્તંભો ઉપર એક પ્રેક્ષાગૃહ મંડપ ઊભો કર્યો. તે પ્રેક્ષાગૃહ મંડપની મધ્યમાં મણિમય ઓટલા ઉપર સૂર્યાભદેવનું સિંહાસન ગોઠવ્યું. તેની ઉપર શ્વેત દેવદુષ્ય ચંદરવારૂપે બાંધી તેમાં મોતી અને મણિનિર્મિત ઝુમ્મર લટકાવ્યું. સૂર્યાભદેવના સિંહાસનની આજુબાજુ તેની દેવીઓ, સામાનિક દેવો, ત્રણે પરિષદના દેવોના, સેનાપતિઓના અને અંગરક્ષક દેવોના ભદ્રાસનો ગોઠવ્યા.
સર્યાભદેવ તથા અન્ય દેવો પોત-પોતાના આસન ઉપર બેસી ગયા પછી યાનમાં સૌથી આગળ અષ્ટ મંગલ, ત્યાર પછી પૂર્ણકળશ, ઝારી, દિવ્ય છત્ર, ચામરો, વૈજયંતી પતાકા, દાસ દેવોના ખંભા ઉપર સ્થાપિત સિંહાસન, આકાશને સ્પર્શતો મહેન્દ્ર ધ્વજ, આ સર્વે યથાસ્થાને ગોઠવાઈ ગયા પછી તે યાન-વિમાને તીવ્ર વેગવાળી ગતિથી પ્રયાણ કર્યું અને સૌધર્મ કલ્પના ઉત્તરી નિર્માણ માર્ગથી નીચે ઉતરતું અસંખ્યાત દ્વીપ સમુદ્રને પસાર કરી, ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં ઉતર્યું.
પોતાના પરિવાર સાથે સૂર્યાભદેવે ભગવાનની સમક્ષ આવીને ભગવાનને વંદન-નમસ્કાર કર્યા,