Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
હોય છે. તે કર્માધીન હોય છે. તેના આભામંડળના પડછાયા જે આકારે હોય તે આકારે આકારિત થઈને ભોગાયતન બને છે. તે બધા આકારો શૃંગારાદિ રસાધીન હોય છે. ફક્ત શાંત રસાધીન કાર્યોત્સર્ગની મુદ્રા છે. તેમાં પણ આકારની આભાના પડછાયા તે રીતે આકારિત થયા હોય છે અને તે મુદ્રા સર્વ જીવોને અભય દેનારી હોય છે તેમજ બધાને પ્રિયકારી, આનંદકારી, આલ્હાદકારી લાગે છે. તેવી જિન મુદ્રાઓ ત્યાં છે, પણ દેવો તેને પૌદ્ગલિક માને છે અને વાસ્તવિક આત્મા જિનેશ્વર ભગવંત તિરછાલોકમાં જ્યાં બિરાજતા હોય, ત્યાં દર્શન સેવાભક્તિ કરવા આવે છે. તેથી નિર્ણય થાય છે કે આત્મા-આત્માને નમસ્કાર કરે છે, નહીં કે જડને. તેમને જડ થવું નથી, જીવ છે તો જીવ જ રહેવું છે શુદ્ધ-બુદ્ધ થઈને મોક્ષે જવું છે. માટે કોઈ દેવોની નકલના નકશા દોરીને, નકલ બનાવીને, હિંસક ભાવો વધારીને, કોઈ એકેન્દ્રિય અગ્નિ પાણી વનસ્તપિના પ્રાણ હરીને પૂજા ન કરતાં, ભાવ પૂજા કરી પોતાને મળેલા પંચાંગથી પ્રણિપાત કરશો તો આ વાંચન વૈરાગ્યની વૃદ્ધિ કરાવી વીતરાગ બનાવશે. અસ્તુ.
ગૌતમ ગણધરે ભગવાનને પૂછ્યું– ભગવાન્ ! સૂર્યાભદેવે આગલા ભવમાં એવું શું કાર્ય કર્યું જેથી આ રિદ્ધિ-સિદ્ધિ મળી?
પરમાત્મા જવાબ આપતા કહે છે– અહો આયુષ્માન શ્રમણો ! તદાકાળે કેકયાર્ધ દેશ તેની શ્વેતામ્બિકા નગરી અને મગવન ઉદ્યાન હતું. તે નગરીનો રાજા પ્રદેશ હતો. હતો. તે જિજ્ઞાસુ જીવ ખોજ ખુદની કરતો હતો પરંતુ સ્વદેશથી ભૂલો પડી પરદેશમાં અર્થાત્ પુદ્ગલોમાં પોતાના દેશને મેળવવા મથતો હતો અને જીવોના જીવન ઉપર કૂર, હિંસક પ્રયોગ કરતો હોવાથી તે અધર્મી, પ્રચંડ, ચાંડાલ, હિંસક, રૌદ્ર, પાપી વગેરે-વગેરે વિશેષણ પામ્યો હતો. મારો, કાપો, છેદો તેવા શબ્દનો પ્રલાપ કરતો થઈ ગયો હતો. તેમના પુણ્યના યોગે સ્વદેશ શોધવામાં સહાયક બને તેવો કલ્યાણમિત્ર, તેના મનોરથના ચિત્તને ચિદાનંદી બનાવે તેવો ચિત્ત નામનો સારથિ મળ્યો હતો. તે રોજ કામના કરતો મારા મિત્ર રાજાનો રથ વહન કરી
ક્યારે સ્વદેશમાં પહોંચાડું. બન્યું પણ એવું કે એકદા શ્રાવસ્તી નગરીમાં જિતશત્રુ રાજાની પાસે રાજાની આજ્ઞા પ્રમાણે જવાનું થયું. ચિત્ત સારથિ ત્યાં પહોંચ્યો અને થોડો સમય ત્યાંજ રહ્યો. એકદા તેમણે સાંભળ્યું પાર્શ્વ પ્રભુના સંતાન પરંપરાના કેશીસ્વામી શ્રમણ પધાર્યા છે.(કે = પાણી, શી = શીતલ) શીતલ પાણી જેવી વાણીની ઝરણી વહાવી રહ્યા છે. તે દેશના સાંભળવા ત્યાં પહોંચી ગયો. દેશના સાંભળી, બાર વ્રતધારી શ્રાવક બન્યો. કેશી શ્રમણને વિનંતી કરી, પોતાના નગરમાં પદાર્પણ કરાવ્યું. તે જ ઉદ્યાનમાં મિત્રરાજા પ્રદેશીને ઘોડા ખેલાવતાં ખેલાવતાં તે જ સગુરુદેવની સમીપે લઈ આવ્યો. ગુશિષ્યનું મિલન કરાવી માધ્યમ બની કલ્યાણમિત્રે પ્રદેશ રાજાના ચિત્તનો સાચો સારથિ બની ગુરુદેવને કહ્યુંનિડરતાપૂર્વક આ ભૂલા પડેલા રાજાને પોતાના સ્વદેશમાં પહોંચાડો. મેં આપના સુધી પહોંચાડ્યા છે. પ્રદેશ નાસ્તિકવાદી હોવાથી કેશી સ્વામીને જડ, મંડ, અજ્ઞાની વગેરે વગેરે માનતો હતો. તો પણ તેનું દિલ સંતના પ્રસન્નવદન અને નિર્દોષ જયણાવાળી દેહલતા પર
30