Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Author(s): Bindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
ભાષામાં તો ક્યારેક કઠોર ભાષામાં થયો. હાથી કુંથવા વિષે, પ્રકાશની વ્યાપકતાનાં ઉદાહરણો આપી આપીને સમજાવ્યો તો પણ ન સમજ્યો. ત્યારે છેલ્લું જોરદાર દષ્ટાંત લોખંડના ભારાને વહન કરનાર કદાગ્રહી પુરુષનું આપ્યું, ચોટ લાગી અને પ્રદેશ રાજા સમજી ગયો. તેમણે કહ્યું- હે પ્રભો ! મને ઉપદેશ આપો, મને ધર્મ સમજાવો, તેવી માંગણી કરી. ચિત્ત સારથિ અને રાજા સહિત મોટી પરીષદમાં કેશી સ્વામીએ ઉપદેશ આપ્યો. તે પ્રદેશીએ સાંભળ્યો અને દિલમાં ઉતાર્યો અને બાર વ્રતધારી શ્રમણોપાસક બની ગયો. તે વિનય કર્યા વિના રવાના થવા લાગ્યો. કેશી સ્વામી ગુરુદેવે ટકોર કરી. તેમણે નમ્રતાથી કહ્યું અંતઃપુર સહિત આવતી કાલે આવું છું. આવ્યો, વંદણા કરી, ક્ષમાપના સ્વાર્થી, ઉપદેશ સાંભળ્યો. છેલ્લે ઋષિરાજે શિખામણ આપી–પ્રદેશી ! રમણીય થઈને જાય છે પછી વનખંડ સમાન, નૃત્યમંડપ સમાન, તેલની ઘાણી સમાન, શેરડીના વાઢ સમાન અરમણીય બની જતો નહીં.
પ્રશ્ન-પ્રભુ! તેનો આશય શું છે? ઉત્તર-પ્રદેશી !વનખંડ પહેલાં પત્ર-પુષ્પથી દીપે છે પણ પાનખર ઋતુમાં તે અરણ્ય બની જાય છે. નાટ્યગૃહ, નૃત્ય થતું હોય ત્યારે પ્રેક્ષકોથી શોભે છે. પછી ખાલી થઈ જાય છે. ઘાણીમાં પલાઈને તલનું તેલ નીકળતું હોય ત્યારે ઘણા સાની ખાનારા લોકોથી ભૂમિ દીપે છે પછી ખાલી થઈ જાય છે. શેરડીનો વાઢ પીલાતો હોય, રસ પીવાતા હોય ત્યારે ખેતર સારું દેખાય છે અને પછી ઉજ્જડ થઈ જાય છે. તેમ અત્યારે તું ધર્મવ્રતથી ભર્યો-ભર્યો દેખાય છે પછી ખાલી નહીં થઈ જતો. ના પ્રભુ ના, હું તેવો નહીં થાઉં. મારા સાત હજાર ગામ છે, તેના ચાર વિભાગ પાડી દઈશ; એક ભાગ રાજ્ય માટે, બીજો કોઠાર માટે, ત્રીજો અંતઃપુર માટે અને ચોથો ભાગ દાનશાળા માટે. દાનાશાળમાં અનાથ, ભિક્ષુ, ગરીબ લોકોને નિઃશુલ્ક ભોજન કરાવવામાં આવશે. હું તો શીલવ્રત, ગુણવ્રતથી મારું જીવન યાપન કરીશ. આત્માનું ભાવન કરતો વિચરીશ. આ રીતે આત્મ સંશોધક પ્રદેશી ગુચરણના દાસ બની પાછા ફર્યા. ગુરુદેવ વિહાર કરી ગયા.
પ્રદેશી સ્વદેશી બની સર્વભાવથી ઉદાસીન બનવા લાગ્યા. તે તેમની પટ્ટરાણી સૂરિયકતાથી સહન ન થયું. તેની મનોદશા બગડી. પતિને મારવાનો પેંતરો રચ્યો. કુમાર સૂરિયકતને વાતથી વાકેફ કર્યો. પુત્ર તેમાં સહમત ન થયો. આખરમાં જીદંગીભર અર્ધાગિની બનેલી પત્ની વાસનાથી વાસિત બની પતિદેવ પર વિફરી ગઈ અને લાગ જોઈને ભોજનમાં, વસ્ત્રમાં, અલંકાર આભૂષણોમાં, સુંઘવાના પદાર્થોમાં ઝેર ભેળવી દીધું. રાજા જમવા બેઠા, ભોજન કર્યું, વસ્ત્રાદિનો ઉપયોગ કર્યો અને કાતિલ ઝેરે તેનો ભાવ ભજવ્યો. પરંતુ રાજા પ્રદેશી સ્વદેશી બની ગયા હતા. તેને પોતાના દેશમાં વસવાનો માર્ગ મળી ગયો હતો. સમતાનો રસ્તો સીધો જતો હતો. તે પ્રદેશ રાજા પોતાના શીલાંગ વ્રતરૂપ રથમાં આરુઢ થઈ, મનરૂપી ચિત્ત સારથિને કહેતા હતા, ભાઈ રસ્તો કપરો છે; જાળવીને ચલાવજે. હવે કાતિલ ઝેર આંતરડામાં પહોંચી વસમી, દા, દુસહ્ય વેદના ઊભી કરી. ઉગ્ર અશાતા વેદના, ખાડા, ખડિયા વચ્ચે મોહરાજા તેને પાડી દેવા માંગતા હતા. પણ સમતાભાવી ચિત્ત સારથિ ચાલાક
34