________________
પ્રસ્તાવના
સ્પષ્ટતા પણ થાય છે, મૂળગ્રંથ સેંકડો વર્ષોથી જે મળે છે તે અખંડિત પણ રહે છે અને અનેક વર્ષોથી વાચનાની જે પ્રથા ચાલી આવે છે તે પણ અખંડિત રીતે સચવાઈ રહે છે. આપણે આશા રાખીએ કે તેરાપંથી આચાર્ય તુલસી ભવિષ્યમાં થનારા સંપાદનો અને પ્રકાશનોમાં આ વિષયમાં સુધારો કરી લેશે.
- પાંચમું પરિશિષ્ટ : ગ્રંથ છપાઈ ગયા પછી જે કેટલાક સ્થળે પૂર્તિ, સ્પષ્ટતા આદિની દૃષ્ટિએ ટિપ્પણો આપવાં અમને જરૂરી લાગ્યાં છે તેવા સ્થળો માટે અમે પાંચમું પરિશિષ્ટ તિપાનિ વિાિણાનિ ટિcuriનિ આપ્યું છે. ઉપરાંત, પ્રવચન આદિમાં અમારા અનવધાનથી જે પાઠોમાં અશુદ્ધિ રહી ગઈ છે તે તો શુદ્ધિ-વૃદ્ધિપત્રકમાં સુધારી છે, પણ જ્યાં વિશેષ સ્પષ્ટતા જરૂરી છે તેવા સ્થળોનો પણ આ ટિપ્પણમાં સમાવેશ કરેલો છે. તે ઉપરાંત, આચારાંગમાં આવતા કેટલાક પાઠોની સૂત્રક્તાંગ, ઉત્તરાધ્યયન અને દશવૈકાલિક સાથે તેમ જ વૈદિક અને બૌદ્ધગ્રંથો સાથે તુલના પણ આમાં કરેલી છે.
સંસાર અને મોક્ષનો આધાર આત્મા ઉપર છે. આત્માનું અસ્તિત્વ હોય તો જ સંસારની વિષમતા અને સંસારથી મુક્તિ સંભવી શકે છે. માટે સંસારના દુઃખોમાંથી મુક્ત થવા ઇચ્છનારે આત્માને કેવા સ્વરૂપે ઓળખવો જોઈએ, તેનું અતિસુંદર વર્ણન આચારાંગના પ્રારંભમાં જ (સૂત્ર ૧-૯) ભગવાન મહાવીરે કરેલું છે. આ જ પ્રસંગમાં ભગવાને તોડફંનો અર્થ પણ સુંદર રીતે સમજાવ્યો છે (જુઓ સૂ૦ ૨). સોડદું વેદાંતનું પ્રસિદ્ધ મહાવાક્ય છે.
તત્વ વનતિ આ પણ વેદાંતનું પ્રસિદ્ધ મહાવાક્ય છે. આનું અર્થઘટન પાંચમા લોકસાર અધ્યયનમાં (સૂત્ર ૧૭૧) ભગવાન મહાવીરે સુંદર રીતે કરેલું છે. મોક્ષ માટે અહિંસકભાવ અત્યંત આવશ્યક છે અને અહિંસકભાવ માટે સર્વજીવો ઉપર સમદષ્ટિ આવશ્યક છે. માનવત્ સર્વભૂતેષુ યઃ પૂરથતિ સ યતિ આ સમદષ્ટિ કેવી રીતે કેળવવી જોઈએ એ સુંદર રીતે તત ત્વમણિના અર્થધટન દ્વારા સૂત્ર ૧૭૦ માં ભગવાને સમજાવ્યું છે.
આવા કેટલાક આચારાંગના પાઠોની વૈદિક તેમ જ બૌદ્ધ ગ્રંથ સાથે તુલના પાંચમાં પરિશિષ્ટમાં એ કરેલી છે.
ભાષા
અરિહંત પરમાત્મા અર્ધમાગધી ભાષામાં દેશના આપે છે અને ગણધર ભગવાન પણ એ જ ભાષામાં સૂત્રરચના કરે છે આ સુપ્રસિદ્ધ હકીકત છે, એટલે સર્વ આગમોની ભાષા અર્ધમાગધી છે. આને જ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય પ્રાપ્તવ્યાકરણમાં આર્ષ ભાષા કહે છે. “કાળક્રમે આગમોની અર્ધમાગધી ભાષામાં કેટલાક સંસ્કારો થયો છે, છતાં આચારાંગસૂત્ર અને સૂત્રકૃતાંગસૂત્રની ભાષામાં ઘણું જ પ્રાચીન સ્વરૂપ જળવાઈ રહ્યું છે એમ આ ભાષાના અભ્યાસીઓનું માનવું છે.
આચારાંગસૂત્રની જે પ્રતિ મળે છે તેમાં પણ તાડપત્ર ઉપર લખેલી (૨૦ સિવાયની) પ્રાચીન પ્રતિઓમાં અને તે પછી કાગળ ઉપર લખાયેલી પ્રતિઓમાં ભાષાકીય ભેદ નજરે દેખાય છે.
સાધારણ પ્રાકૃતમાં વરાયુયાનાકા વિગતવવાં પ્રાયો [g૦ થી ૦] આ સૂત્ર અનુસારે અનાદિસ્થ અને અસંયુક્ત , , ૨, ૩, ૪, ૫, , , નો લોપ થાય છે અને તેને બદલે કેટલાક પ્રયોગોમાં ચ શ્રુતિ થાય છે અને કેટલાક પ્રયોગોમાં ઉદ્ઘત્ત સ્વર (શેષ સ્વર) કાયમ રહે છે. તેમ આ પ્રાકૃતમાં સર્વત્ર હોતું નથી. તેમાં તો કેટલાક પ્રયોગોમાં તે વ્યંજનો કાયમ રહે છે અને કેટલાક પ્રયોગોમાં તે તે વ્યંજનોને બદલે કોઈ બીજા જ વ્યંજનો પણ જોવાય છે. તૃતીય વ્યંજનને સ્થાને પ્રથમ વ્યંજન પણ ઘણે સ્થળે જોવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org