________________
પ્રસ્તાવના
સૂ૦ ૩૩૮ માં સ વહુ મળવવા મીસગ્માન્ અવલાદ્ પાઠ છે (પૃ૦ ૧૧૧ ૫૦ ૮). પૂર્વમુદ્રિત ગ્રંથોમાં વૃત્તિને તથા કોઈક પ્રતિઓને આધારે સ વિહંાયાનો સિા પાઠ છપાયેલો છે. પરંતુ અમારા પાસેના (ખંભાતની પ્રાચીન તાડપત્રીય પ્રતિ ઉપરથી લીધેલા) પાઠાંતર પ્રમાણે વૃત્તિમાં ...વહુ માવયા મીસન્નાર્ એવો શુદ્ધ પાઠ સ્પષ્ટ રીતે સચવાયેલો મળી આવે છે. ણિ અને પ્રતિમાં પણ મળે છે. એટલે સ હજી માવયા મીસાત્ ગવાર્ આ પાઠ સાચો અને સપ્રમાણ હોવાથી અમે સ્વીકાર્યો છે. તેરાપંથી આચાર્ય તુલસી જેમાં પ્રમુખ છે એવી વાચનામાં મુનિ નયમલજીએ આ સૂત્રના પાઠને મોન્ય વાઢ ગણીને તેના ઉપર જે કલ્પનાઓ કરી છે? તે કલ્પનાઓ કરવાની કશી જ જરૂર રહેતી નથી.
સૂ॰ ૬૩૮ માં ત્રીજી પ્રતિમાના સૂત્ર સાથે મુદ્રિત વૃત્તિનો મેળ ખાતો નથી. તપાસ કરતાં આ સ્થળે સૂત્રપા: પણ એ પ્રકારનો મળે છે અને વૃત્તિપાઠ પણ એ પ્રકારનો મળે છે. સંભવ છે કે વૃત્તિકારે જ એ પ્રકારના પાઠને લક્ષમાં લઈ એ પ્રકારની વૃત્તિ કરી હોય અથવા તો પાછળના કોઈ સંશોધકે વૃત્તિ સુધારી હોય. અમે હસ્તલિખિત પ્રતિઓને આધારે બંને પ્રકારના સૂત્રપાઠો અને વૃત્તિપાઠો આપ્યા છે. જુઓ પૃ૦ ૨૨૯.
સૂત્ર ૩૬૦ માં એક પાઠની મુદ્રિત વૃત્તિમાં વ્યાખ્યા છે, પણ મૂળમાં સૂત્ર જ નથી. તપાસ કરતાં જણાયું કે વિવક્ષિત સૂત્ર પણ કોઈક હસ્તલિખિત પ્રતિમાં છે અને કોઈક પ્રતિમાં નથી, તે જ પ્રમાણે તેની વ્યાખ્યા પણ કોઈક હસ્તલિખિત પ્રતિઓમાં છે અને કોઈકમાં નથી. મૂળ સૂત્ર અને વ્યાખ્યા બધાની સંગતિ કરવા માટે આ વિવિધ પાઠો અમે આપી દીધા છે. જુઓ પૃ૦ ૧૨૫ ટિ૦ ૧૨.
આવાં આવાં અનેક કારણોથી સંક્ષિપ્ત કે વિસ્તૃત ઘણાં જ ધણાં ટિપ્પણો આ ગ્રંથમાં થયેલાં છે.
૪૧
પરિશિષ્ટો
ગ્રંથના અંતે વિવિધ પરિશિષ્ટો આપેલાં છે. તેમાં ખીજા તથા પાંચમા પરિશિષ્ટ વિષે કૈટલીક સ્પષ્ટતા કરવામાં આવે છે—
બીજું પરિશિષ્ટ – સૂત્રોમાં તેના તે અથવા કંઈક અંશે મળતા પાઠો અનેકવાર આવે છે. સૂત્રોને પ્રારંભમાં તો કંઠસ્થ રાખવાની જ પ્રયા હતી. એટલે સૂત્રો રચાયાં ત્યારથી કંઠસ્થ કરવામાં શ્રમ અપ પડે એટલા માટે તે તે પાઠો સમજી લેવા માટે નાવ આદિ શબ્દોનો પ્રયોગ શરૂ થયો હશે. આજે પણ સેંકડો વર્ષોથી એ જ પરંપરા ચાલુ છે. એ વાચનાની પદ્ધતિથી જ લખાયેલી પ્રતિઓ આપણુને જોવા મળે છે. પદો વચ્ચેના તે તે પાઠોને સમજી લેવા માટે જેમ નાવ
૧. જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા-કલકત્તા-તરફથી પ્રકાશિત આચારો તદ્ આચારપૂછાનું પરિશિષ્ટ ૩, पृ० १८ | अंगसुत्ताणि भा १, परिशिष्ट २, पृ० ४१ ।
આજો— પાઠમાં કોઈકવાર બિલકુલ નિરાધાર ક્લ્પના પણ તેમણે કરી છે.
૨. જુઓ આગમોદયસમિતિપ્રકાશિત આચારાંગવૃત્તિ પૃ૦ ૪૦૭.
તેરાપંથી મુનિ નથમલજીએ આયારો તર્ફે આાર પૂછા (પૃ૦ ૨૮૮)માં જે પાઠ આપ્યો છે તથા અંગસુત્તાળિ ભા॰ ૧ પ્ર૦ ૧૯૮ માં જે પાઠ સુધારીને આપ્યો છે તેનો તો મુદ્રિત કે હસ્તલિખિત એકેય વૃત્તિ સાથે મેળ જ ખાતો નથી. માટે તેની અર્થસંગતિ પણ થતી નથી. પ્રમાણભૂત પાડ આપવા માટે આ બધી પ્રાચીન સામગ્રી જોવી જરૂરી છે.
આ. IV
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org