________________
પ્રસ્તાવના
ત્યાં અમારી સંશોધિત ચૂર્ણિ કે વૃત્તિ સમજવી. એટલે અત્યારે મળતા મુદ્રિત ગ્રંથોમાં તે પાઠ જોવા ન મળે તો જરા પણ આશ્ચર્ય અનુભવવું નહીં, કારણ કે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓનાં જે પાઠાંતરો લીધેલાં છે તેને આધારે શુદ્ધ કરીને જ અમે સ્થાને સ્થાને ચૂર્ણિ તથા વૃત્તિના પાઠો આપ્યા છે. આચારાંગચૂણિને પાઠ તો મુદ્રિતથી ઘણા અંશે જુદો જ જોવામાં આવશે.
બીજા શ્રુતસ્કંધના દસમા અધ્યયનથી લગભગ બધી જ ચૂર્ણિ આ રીતે સુધારીને વિવિધ સ્થળે ટિપ્પણુ રૂપે આપી છે.
ઉદાહરણ તરીકે સ0 ૨૭૪ માં બધું ગુpg હિમાળી પાઠ પ્રતિઓમાં છે. પૂર્વના સંપાદકોએ અવગ્રહને ઉમેરીને મળ્યું ગુફgsીમાળી પાઠ આપ્યો છે. વસ્તુતઃ મણ શબ્દ જ અભાવના અર્થમાં છે. એટલે અવગ્રહ ઉમેરવાની કોઈ જરૂર જ નથી. ચૂણિમાં આ વાત સ્પષ્ટ છે. પરંતુ મુદ્રિત વૃત્તિમાં વૃક: સંજ્ઞાતિમાની સન્નલ્સ તૂતે આવો પાઠ હોવાથી અવગ્રહ ઉમેરીને ડરિમાળા પાઠ ક૫વાનું મન સહજભાવે થાય તેવું છે. પરંતુ ખંભાતના શાંતિનાથ જૈન જ્ઞાનભંડારની તથા પાટણના સંઘવી પાડાના ભંડારની પ્રાચીન તાડપત્રીય પ્રતિમાં gs: સન પ્રતિમાજી સાં તૂતે......વગેરે સ્પષ્ટ પાઠ છે. તેથી વૃત્તિ, ચૂણિ તથા હસ્તલિખિત આચારાંગની પ્રતિઓને આધારે પરિમાળા પાઠ બરાબર છે. આ બધી વાત અમે ૫૦ ૯૩ ટિ. ૩ માં જણાવી છે.
થાય છે—જોઈ અને તપાસી, તો જણાયું “ આવી એક જ કુલની અશુદ્ધતમ પ્રતિઓને આધારે સંશોધન કરવું એ કઠિન કામ છે. પરંતુ અમારા સદભાગ્યે માનો કે જિનાગમાભ્યાસી જૈન મુનિવરોના સદ્ભાગ્યે માનો, પાટણ શ્રી સંઘના જ્ઞાનભંડારમાંથી આચારાંગચૂર્ણિની જુદા કુલની એક ખંડિત તાડપત્રીય પ્રતિ આવી ત્યારે અમારામાં આચારાંગચૂર્ણિના સંશોધન માટે હિમ્મત આવી. આ જ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્રચૂણિની જુદા કુલની એક અપૂર્ણપ્રતિ પણ ઉપર્યુક્ત જ્ઞાનભંડારે જ અમને આપી છે. જેના આધારે તેનું સંશોધન પણ અમારા માટે લગભગ સરળ બન્યું છે.
અમારા આ કથનનો આશર્ય એ છે કે–જૈન આગમોના સંશોધન માટે પ્રયત્ન કરનારે જ નહિં, પણ કોઈ પણ શાસ્ત્રના સંશોધન કરનારે તે તે આગમ કે શાસ્ત્રના જે જે વ્યાખ્યાગ્રંથોનો ઉપયોગ કરવો હોય તે તે વ્યાખ્યાગ્રંથોનું પ્રાચીન પ્રાચીનતમ પ્રતિઓના આધારે સંશોધન ક્ય વિના તેનો ઉપયોગ કદીયે કરવો ન જોઈએ
વ્યાખ્યાગ્રંથો અશુદ્ધ હોય ત્યારે સૂત્રપાઠોને શુદ્ધ કરવાનું કામ ઘણું વિષમ બને છે. એટલે તે તે આગમને તૈયાર કરતાં પહેલાં તેના ઉપરના વ્યાખ્યાગ્રંથોનું સંશોધન એકાંત અનિવાર્ય જ માનવું જોઈ એ. નંદિસૂત્ર, અનુયોગદ્વારસૂત્ર અને પ્રજ્ઞાપનારસૂત્રના સંપાદનમાં અમે આ પદ્ધતિ જ અપનાવી છે. અને ઉત્તરોત્તર પ્રકાશિત થનારા જૈન આગમગ્રન્યો માટે અમારી આ જ પદ્ધતિ
ચાલુ રહેશે–એવો અમારો આંતરિક વિશ્વાસ છે. '–પૃ. ૧૨-૧૩. ૧. આગમોદયસમિતિપ્રકાશિત આગમગ્રંથોના ફોટાઓ લઈને તે ઉપરથી સટીક આગમોનું પ્રકાશન
કરવાની ભગીરથ યોજના સુશ્રાવક મોતીલાલ બનારસીદાસે (દિલ્હીમાં) ધર્મભકિતથી હમણાં ઉપાડી છે. આગમોદયસમિતિપ્રકાશિત ગ્રંથોમાં જે પાઠો રહી ગયા હોય, અશુદ્ધ પાઠોને શુદ્ધ કરવાના હોય કે મહત્વનાં પાઠાંતરો મળતાં હોય તે બધાનો ઘણે અંશે સમાવેશ કરતાં બુદ્ધિાત્રા, શક્લિપત્ર આદિ અનેક પરિશિષ્ટો તેમાં આપવામાં આવશે. આના પ્રથમ પુસ્તકમાં શીલાચાર્યવિરચિતવૃત્તિસહિત આચારાંગસૂત્રનાં પરિશિષ્ટોમાં આવા ઘણું જ ઘણું પાડો આપેલા છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org