Book Title: Agam 01 Ang 01 Acharang Sutra Chintanika
Author(s): Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
Publisher: Labdhi Vikramsuri Sanskruti Kendra Ahmedabad
View full book text
________________
પ્રાસ્તાવિકમ્
લેખક શ્રી, લધિવિકમ ગુરુકપા પ્રાપ્ત પૂ. આ. દેવ રાજયશ સૂ. મ. સા.
વીતરાગપદની પ્રાપ્તિ બાદ જ સર્વજ્ઞતા-કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યારે સર્વશતા પ્રાપ્ત થાય ત્યારે જ જગતના પદાર્થનું સંપૂર્ણ જ્ઞાન થાય છે. જ્યાં સુધી સર્વજ્ઞતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધીનું જ્ઞાન ભલે સમ્યગૂ જ્ઞાન હોય છતાં પણ તે જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન નથી હોતું. આ સિદ્ધાંતને વાગોળતા સમજાય છે કે સર્વજ્ઞતા મેળવવા માટે કેવીવવા જેવી વીતરાગીતા જ છે. '
શાસ્ત્રમાં ચર્ચા કરી છે કે વીતરાગીતા પ્રાપ્ત થયા વગર સર્વજ્ઞતા પ્રાપ્ત થતી નથી અને વીતરાગીતા પ્રાપ્ત થાય તે સર્વજ્ઞતા અવશ્ય પ્રાપ્ત થાય જ છે તો પછી શા માટે મેહનીય કમને જ્ઞાનનું-કેવલજ્ઞાનેનું આવારક કર્મ ન માનવું?
• શાસકારેએ જવાબ આપે છે કે મેહનીય કર્મનું કાર્ય માત્ર મેહ પેદા કરવાનું હોવાથી તેને મેહનીય કર્મ જ કહેવાશે. પણ જ્યાં સુધી મોહ નહીં હટે ત્યાં સુધી કેવલજ્ઞાનાવરણુંય કમ નહી જ હટે. આ વાત નિર્વિવાદ છે: આમ.મોહનીય ભલે કેવલજ્ઞાનનું આવારકે ન હોય પણ મેહ તે કેવલજ્ઞાનને આવારક છે જ. આ વાત નિ સંશય છે.