________________
શંકા ઊઠાવો. “વૃદત્તેવિશ્વ' નૃહસ્પતિનો સાર ‘અવિશ્વાસ છે. જે વિશ્વાસમાં રહી જાય છે તે ઠગાયા વિના રહેતો નથી.'
એટલે તું શું કહેવા માંગે છે ? મારે આ મહાત્મા પર પણ અવિશ્વાસ કરવો એમ ?
હા... એમ જ. હું એ જ કહેવા માંગું છું. તમે જેને ‘મહાત્મા’ કહો છો, હું તેને ‘અધમાત્મા’ કહીશ. સાચી વાત આ છે કે આ તમારા મહાત્મા સંયમ-જીવનથી કંટાળ્યા છે. એટલે જ અહીં આવ્યા છે. એમનો ઉદ્દેશ છે : તમારું રાજ્ય પચાવી પાડવું ! આ ૫૦૦ શિષ્યો એ ખરેખર શિષ્યો નથી, પણ એમના સૈનિકો છે. તમે વંદન કરવા જશો ત્યારે તમારું ડોકું વધેરાઇ જવાનું ! પછી રાજ્ય સીધું એમને કબજે થઇ જવાનું !”
| ‘પાલક ! કંઇક વિચારીને બોલ. આવા મહાત્મા પર આવી આળ આપતાં શરમ નથી આવતી ? તું શાના આધારે આ બધા ગપગોળા હાંકે
છે ?”
‘નરનાથ ! મને ખબર જ હતી કે મારી વાત આપને નહિ ગમવાની. ‘ક્તિ મનોહ િવ તુર્ત વ:' હિતકારી પણ હોય અને મીઠું પણ હોય, એવું વચન સાચે જ દુર્લભ છે. પણ રાષ્ટ્રના મંત્રી તરીકે મારી ફરજ છે કે આપને સાચી વાત જણાવવી. આપને માઠું લાગશે તો ? એ બીકે જો હું આપને સાચી વાત ન સંભળાવું તો હું સ્વ-ધર્મ ચૂક્યો ગણાઉં! મેં આ વાત માત્ર અનુમાનના આધારે નથી કહી, પાકી ખાતરી કર્યા પછી કહી છે. મારી વાત પર વિશ્વાસ ન આવતો હોય તો આજ રાતે આવજો મારી સાથે. હું તમને પુરાવાઓ બતાવીશ.'
મંત્રીની વાતની ખાતરી કરવા રાજા ઉદ્યાનમાં આવ્યા. પૂર્વયોજના મુજબ જમીનમાં છૂપાયેલા શસ્ત્રો જોઇ મહારાજાનો પિત્તો ફાટ્યો : આ સાળા સ્કંધક આવા દુષ્ટ છે ? આખરે સાલો “સાલો' જ નીકળ્યો. પણ કાંઇ વાંધો નહિ. એમને કઇ જાતની સજા કરવી એ બધું કામ હું તને સોપું છું.' - પાલકને મન-ભાવન કામ મળી ગયું. ભાવતું'તું ને વૈદે કીધું. એની યોજના સફળ થઇ !
આત્મ કથાઓ • ૨૧૨
અમને કોઇને આ વાતની કાંઇ જ ખબર હોતી. હા... પ્રભુની વાત પરથી એટલી જરૂર ખબર હતી કે જીવલેણ ઉપસર્ગ આવશે... પણ એ કયા સ્વરૂપે આવશે ? તેની કોઇ જ ખબર ન્હોતી.
બીજે જ દિવસે પાલક પોતાના સાગરીતો સાથે મારી પાસે આવી પહોંચ્યો. કરડાકી ભરેલા અવાજે બરાડ્યો : “મહારાજ ! ધરમના ઢોંગ ઘણા કર્યા... હવે એ ઢોંગ-બોંગ મૂકી દો. ચાલો મારી સાથે.. તમને તમારા ધરમનું સાક્ષાતુ ફળ બતાવું. તે દા'ડે તો તમે મને હરાવ્યો હતો. હવે આજે તમે જોજો : કોણ જીતે છે ? ધરમ કે અધરમ ? રાજાનો આદેશ છે, તમારા સૌનો વધ કરવાનો ! ચાલો, મારી સાથે.”
ભગવાને કહેલી વાત મને યાદ આવી : “મરણાન્ત કષ્ટ આવશે. અમે બધા એ માટે માનસિક તૈયારી કરીને જ આવ્યા હતા. પૂર્ણ સ્વસ્થતાથી, જરા પણ ઉકળાટ કે ઉગ વિના અમે સૌ તૈયાર થઇ ગયા. પાલક એક મોટા વાડામાં અમને લઇ ગયો. ત્યાં માણસો પીલી શકાય તેવી એક ઘાણી હતી. પાલકે ગર્જના કરતાં કહ્યું : આ ઘાણીમાં તમારે તલની જેમ પીસાઇ જવાનું છે ! તમારો ધરમ આમાંથી તમને બચાવશે. લો... આવી જાવ... એક પછી એક.. હું તમને આજે મજા ચખાવીશ... તમારા ધરમની અસલી મજા... જિંદગીમાં પહેલીવાર અને છેલ્લી વાર... ચલો... એક પછી એક આવો.'
આવા મર્મવેધક વાક્યો સાંભળવા છતાંય જરાય ગુસ્સો લાવ્યા વિના મારા શિષ્યો લાઇનસર ઊભા રહી ગયા. કોઇના મુખ પર ભય, ક્રોધ કે વ્યાકુળતાની આછી રેખા પણ દેખાતી ન્હોતી! બધા સંપૂર્ણ સ્વસ્થ હતાં ! જાણે મૃત્યુ મહેમાનનું સ્વાગત કરવા ઊભેલા યજમાનો ! હું સામે ઊભો છું છતાંય કોઇ ભય નહિ ? આમાં તો મારું અપમાન છે - આમ વિચારી નીડર અને સ્વસ્થ મુનિઓને જોઇને કદાચ મૃત્યુ પણ શરમાઇ ગયું હશે.
પાલક એક પછી એક મુનિને પકડીને ઘાણીમાં નાખે જતો હતો. ભચડ... ભચડ... શરીર પીલાતું હતું... તડ... તડ... તડ.. હાડકાં તૂટતાં હતા. લોહી અને માંસના ફુવારાઓ ઉછળતા હતા ! ભલભલાની છાતી
પરકાય - પ્રવેશ • ૨૧૩