________________
(8) કંટકેશ્વરી દેવીનો પ્રકોપ
મારા રાજ્યમાં અહિંસાનો પ્રચાર વેગવંતો બન્યો હતો. લોકોમાં દયાભાવ વધ્યો હતો. માંસાહારી માણસો પણ અન્નાહારી બન્યા હતા અને જીવદયાના પ્રેમી બન્યા હતા. આટલું બધું પ્રજાનું પરિવર્તન જોઇ મને ખૂબ આનંદ થતો.
પણ તમે એમ નહિ માનતા કે અહિંસાના માર્ગ પર ચાલતાં મને કોઇ વિદન નથી આવ્યા. ખૂબ વિદનો આવ્યા છે. માંસ લોલુપી માણસો તરફથી તો આવ્યા પણ દેવો તરફથીયે વિપ્નો આવ્યા અને મેં તમામને લડત આપી.
દેવો તરફથી આવેલા વિદનની હું તમને વાત કહું.
મારા સંપૂર્ણ દેશમાં મેં અહિંસાનો કાયદો બનાવ્યો. જીવ હત્યા સંપૂર્ણ બંધ થઇ. પહેલા જ વર્ષે આસો મહિનાના દિવસો વખતે મારી સંપૂર્ણ પરીક્ષા થઇ. મારી કુળદેવી હતી કંટકેશ્વરી. તેના પૂજારીઓ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા : “રાજનું ! કુળદેવી માટે આ દિવસોમાં પશુઓનું બલિદાન અપાય છે તો શું કરવું છે ? આસો સુદ સાતમના સાતસો, આઠમના આઠસો અને નોમના નવસો... કુલ ૨૪૦૦ બકરા, એ રીતે સાતમના સાત, આઠમના આઠ અને નોમના નવ પાડા... કુલ ૨૪ પાડા જોઇશે. તો આપ આટલા બકરા અને પાડાનો પ્રબંધ કરી આપો.'
પૂજારીઓની આ વાત સાંભળી હું સ્તબ્ધ બની ગયો. અરરર.. આટલી બધી હત્યા ? એ પણ દેવી માટે ? મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું : પૂજારીજી ! એ નહિ બની શકે.'
પણ રાજન્ ! આ પરંપરા બાપ-દાદાથી ચાલી આવે છે - એ તો આપ જાણો છો ને ? જો એનો અમલ નહિ કરવામાં આવે તો દેવીનો કોપ વહોરવો પડશે. આપના પિતાજી વગેરે પણ આવું કરતા હતા તો આપને શો વાંધો છે ?” પૂજારીએ કહ્યું.
આત્મ કથાઓ • ૪૨૪
પૂજારીજી ! મારી વાત સાંભળી લો. બાપ-દાદાથી ચાલી આવતી બધી જ પરંપરાઓ સ્વીકારી લેવી એવો હું જડ પરંપરા પ્રેમી નથી. બાપાએ ખોદાવેલા કુવામાંથી ખારું પાણી નીકળે તો એ ખારું જ પાણી હું પીઉં - એવો જડ હું નથી. હું તો જે સાચું છે તેનો જ સ્વીકાર કરીશ. એમ તો આ દુનિયામાં હજારો પરંપરાઓ ચાલે છે - બધી કાંઇ સત્ય થોડી હોય છે ? જો કે દુનિયાના બધા જ માણસો પોત-પોતાની પરંપરાને સત્ય જ માનતા હોય છે. એને છોડવાનો વિચાર પણ કરી શકતા નથી. મને મળેલી પરંપરા અસત્ય હોઇ શકે - એવો વિચાર પણ ન કરી શકે તો છોડે ક્યાંથી ? પણ ખરું જોતાં મોટા ભાગની પરંપરાઓમાં જૂઠ, વહેમ, અજ્ઞાન કે ભ્રમ સિવાય કશું હોતું નથી. હું એવી આંધળી પરંપરાઓમાં માનતો નથી. કદાચ એમ કરતાં દેવીનો ખોફ વહોરવો પડે તો પણ મને વાંધો નથી. હા... દેવીને હું મિષ્ટાન્ન વગેરેનું નૈવેદ્ય જરૂર ચડાવીશ, પણ પશુઓ તો હરગીજ નહિ.”
મારી વાત પૂજારી સાંભળી રહ્યો. એના ચહેરા પરથી લાગતું હતું કે એને મારી વાત ગમતી નથી. પણ એ મારી સામું કાંઇ બોલી શક્યો નહિ. તેણે મંદિરમાં મારા કહ્યા મુજબ મીઠાઇઓ ચડાવી.
ત્રીજા દિવસે રાત્રે હું મારા ખંડમાં સૂવાની તૈયારી કરતો હતો ત્યાં જ મને એક ભયંકર ત્રાડ સંભળાઇ. મેં જોયું તો એક વિકરાળ તેજપુંજ મને દેખાયો ને તેમાં ભયંકર આકૃતિવાળી દેવી દેખાઇ. બાપ રે, શું એનું બિહામણું સ્વરૂપ હતું ? માણસ જોતાં જ ધ્રૂજી ઊઠે. ભૂત અને પ્રેતની વાત સાંભળતાં પણ ધ્રૂજી ઊઠાય તો સાક્ષાત્ જોવાની તો વાત જ શી ? પણ હું ગભરાયો નહોતો. ગમે તેવા પ્રસંગોમાં પણ સ્વસ્થતા ન ગુમાવવાની કળા મેં હસ્તગત કરી લીધી હતી. એટલે જ હું દરેક કોયડાઓ સહેલાઇથી ઉકેલી શકતો હતો. હું બીજું કાંઇ વિચારું તે પહેલાં જ એ કંટકેશ્વરી દેવી બોલી ઊઠી : “રાજન ! શું માંડ્યું છે ? અહિંસાની વેવલાઇ છોડવી છે કે નહિ? તારા બાપ-દાદાઓ પણ મને બલિ ચડાવતા હતા. તું વળી કયો નવો રાજા પેદા થયો ? મારું વાર્ષિક બલિ આપે છે કે નહિ ? નહિ આપીશ તો તેનું પરિણામ શું આવશે તે તું જાણે
હું કુમારપાળ • ૪૨૫