Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 251
________________ ગયો હતો. અમે કશું જ વિચારી શકતા ન હતા. જો અમે જરા સ્વસ્થ ચિત્તે વિચારીએ : અરેરે... આટલા બધા માણસોની કતલ કોના માટે ? આટલા ઘોર પાપો કરીને અમારે આખરે મેળવવું શું છે ? ધરતીના ટુકડા ખાતર આટલી કલેઆમ ? પણ આવું વિચારે જ કોણ ? વિચારે તો યુદ્ધ થાય જ શી રીતે ? લગાતાર સાત મહિના સુધી અમારી વચ્ચે ભયંકર યુદ્ધ ચાલુ રહ્યું. બંનેમાંથી કોઇ હારતા હોતા કે જીતતા નહોતા ! બસ માત્ર લડતા હતા. ખરેખર જોઇએ તો અમે બંને જણા હારતા જ હતા. પણ અમને આ હાર દેખાતી નહોતી. સાત મહિનામાં તો અમે હાહાકાર મચાવી દીધો. પૂરા ૧૦ ક્રોડ સૈનિકો કપાઇ ગયા, પણ અમારું રૂંવાડુંય ફરક્યું નહિ. બંનેમાં એક પણ યુદ્ધથી પીછેહટ કરવા માંગતા નહોતા, પણ અમારું આ યુદ્ધ કુદરતને મંજુર નહોતું. આકાશમાં અષાઢ મહિનાના કાળાડીબાંગ વાદળ છવાઇ ગયા અને ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો. ચોમાસું એકદમ જામી પડ્યું. અમારે ફરજિયાત યુદ્ધ બંધ રાખવું પડ્યું. વાય ન વરે તે હાય વરે તે આનું નામ ! અમારા મંત્રીઓને અમારું આ યુદ્ધ જરા પણ પસંદ નહોતું. એમણે અમને ઘણા સમજાવ્યા, પણ અમે કોઇ વાત સમજવા તૈયાર હોતા. પણ હવે યુદ્ધ બંધ હતું. આથી એક દિવસે મારા મંત્રી વિમલબોધે મને કહ્યું : મહારાજા ! ચાલો... જરા જંગલમાં ધરતીની શોભા જોઇએ. હું તેની સાથે ફરવા નીકળ્યો. ચારે બાજ લીલીછમ ધરતી જોઇ મન પ્રસન્ન બની ગયું. ઓહ ! કેટલી સુંદર ધરતી છે ! આવી સુંદર ધરતીને હું રક્તરંજિત કરવા તૈયાર થયો છું? મને મનોમન મારી જાત પર જરા ધિક્કાર વછૂટી ગયો. પછી હું મંત્રીની સાથે એક તાપસ આશ્રમમાં જઇ પહોંચ્યો. આશ્રમમાં અનેક તાપસી જ્ઞાન-ધ્યાનમાં લીન હતા. યુદ્ધના શોરબકોરથી કંટાળેલા મારા મને અહીં પ્રસન્નતા અનુભવી. હું સુવઘુ તાપસ પાસે પહોંચ્યો. એમને ખબર હતી કે સાત-સાત મહિનાથી યુદ્ધ ચાલી રહ્યું છે ને લાખો માણસો રહેંસાઈ ગયા છે. મને પ્રેમપૂર્વક તેમણે સમજાવવા માંડ્યું : વત્સ ! ધરતીના નાનકડા ટુકડા ખાતર આટલો સંહાર ? તમારા અહંકારને પોષવા કેટલા નિર્દોષ લોકોએ પોતાના લોહી રેડ્યા ? હજુ તમારે કેટલાઓના લોહી આત્મ કથાઓ • ૫૦૦ રેડાવવા છે? સાત-સાત મહિના તમે ધરતીને નરક બનાવી દીધી. હજારો પરિવારોને નિરાધાર બનાવી દધા. લોકોમાં અપકીર્તિ મેળવી. આના સિવાય તમે મેળવ્યું શું ? કદાચ તું જીતી જઇશ તો શું મેળવવાનો ? ધરતીનો નાનો ટુકડો જ ને ? પણ એ ધરતી પણ આખરે તારે છોડવાની છે એનો તને ખ્યાલ છે ? જે ધરતી ખાતર તું આટલો સંહાર પચાવી રહ્યો છે એ જ ધરતીમાં તારે એક દિવસ સૂઈ જવાનું છે એનો તને ખ્યાલ છે ? યાદ રાખ કે યુદ્ધથી કદી કોઇનું કલ્યાણ થયું નથી ! તૃષ્ણાનું તળિયું કોઇનું ભરાયું નથી. મસાણનો ખાડો, પેટનો ખાડો, દરિયાનો ખાડો ને તૃષ્ણાનો ખાડો - આ ખાડાઓ એવા છે કે જે કદી ભરાતા જ નથી. ગમે તેટલું નાખો છતાં ખાલી... ખાલી ને ખાલી ! એકવાર આ તમારા મનમાં રહેલા તૃષ્ણાના વિચિત્ર ખાડાને તમે ઓળખી લો... નાહક એને ભરવા પ્રયાસ ના કરો. એ કદી કોઇનો ભરાયો નથી. ને દ્રાવિડ ! જરા વિચાર. યુદ્ધથી કદી કોઇનું કલ્યાણ થયું છે ! બંને પક્ષે સંહાર સિવાય શું મળ્યું ! ભરત-બાહુબલી જેવા બલિષ્ઠોને પણ આખરે યુદ્ધથી અટકવું પડ્યું હતું. ત્યારે જ જગતના લોકોને સમજાઈ ગયું હતું કે યુદ્ધથી કદી કોઇનું ભલું થઇ શકે નહિ. પણ તમે ઇતિહાસમાંથી કશો બોધપાઠ લીધો હોય તેમ લાગતું નથી. અરે... તમે તમારા અનુભવ પરથી પણ કોઇ બોધપાઠ લેવા નથી માંગતા ? સુવઘુ તાપસના વાણીપ્રવાહને હું સાંભળી રહ્યો. મને એમનું એકેક વાક્ય સોનાની લગડી જેવું લાગ્યું. મને યુદ્ધની નિરર્થકતા સમજાઇ. મારા હૃદયમાં પશ્ચાત્તાપનો પાવક જળી ઊઠ્યો. અરેરે...! કેટલો બધો ભયંકર સંહાર ? કોના કારણે ? આ બધી જવાબદારી મારી જ ને? સૌ પ્રથમ વારિખિલનું અપમાન મેં કર્યું છે. માટે યુદ્ધનો સંપૂર્ણ જવાબદાર હું છું. જો મારાથી જ યુદ્ધ શરૂ થયું હોય તો મારે જ તેને અટકાવવું જોઇએ. મોટા ભાઇ તરીકેની મારી આ ફરજ છે. મારે નશ્વર રાજ્યથી કામ પણ શું છે ? હવે તો મારે પાછલી જિંદગી સાધનામાં ગાળવી છે. મારું રાજ્ય હું વારિખિલને આપી દઉં. એની સાથે ક્ષમાપના કરી લઉં. પછી હું સાધનામાર્ગે આગળ વધું. આવી ભવ્ય-વિચાર-સરણી સાથે હું નાના ભાઇને ખમાવવા ચાલ્યો. મને દૂરથી આવતો જોઇ મારો ગંભીર અને વાત્સલ્યપૂર્ણ ચહેરો જોઇ મારો ભાઇ આત્મ કથાઓ • ૫૦૧

Loading...

Page Navigation
1 ... 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273