Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 265
________________ ભણાવીને કામ શું છે ? સંસારનો અર્થ શો ? સલામ આવા સંસારને, જ્યાં આપણા જ પુત્ર અને વિદ્યાર્થીઓને નરકે જતા અટકાવી ન શકાય ! અલવિદા આ સંસારને ! આ જ એમના સંસાર-ત્યાગનું કારણ ! ઘણા વર્ષો પછી હું ગુરુ-પુત્ર પર્વતને મળવા ગયો. ત્યારે તેની નરક માટેની યોગ્યતા ફરીથી દેખાઇ. એ પોતાના પિતાના સ્થાને બેસીને વિદ્યાર્થીઓને ભણાવતો હતો. ‘મનૈયgવ્યમ્' નો તેણે અર્થ કર્યો : “બકરાથી યજ્ઞ કરવો જોઇએ.’ કહ્યું : અરે પરબત ! ગુરુએ ‘અજ’નો અર્થ બકરા નહિ, ‘ત્રણ વર્ષ જૂનું ધાન્ય આ અર્થ કહ્યો છે. તું આ ઊંધું ક્યાં બાફે છે ? ‘ના, ગુરુએ મેં કહ્યો તેવો જ અર્થ કહેલો. તને શી ખબર ? હું તો એમનો જ પુત્ર ! મને બધી ખબર હોય. તું ગરબડ ન કર.” તેનો અહંકાર ઉછળી પડ્યો. માણસ આમેય ભૂલ કબૂલવા તૈયાર ન થાય, ત્યાં બધાની વચ્ચે ભૂલ કબૂલે જ ક્યાંથી ? મારી ભૂલ કોઇ બતાવે ? હું એને સહી લઉં ? એવું કદી બની શકે નહિ. મારામાં કદી ભૂલ હોઇ જ ન શકે. ભણાવનારાની ભૂલ હોઇ શકે, શાસ્ત્રમાં ભૂલ હોઈ શકે, પણ મારામાં તો ભૂલ ન જ હોય. હું એટલે સૌથી વિશિષ્ટ ! વિશ્વમાં સૌથી અનન્ય ! મારી ભૂલ કોઇ બતાવે, એ હું સહન કરી લઉં ? નહિ, નહિ, હરગીઝ નહિ. અહંકારના ફંફાડા આવા જ હોય ને ! જાણવા છતાં ભૂલ કબૂલ કરવાની વાત તો ઘેર ગઇ, પણ ઉપરથી તે મને જૂઠો કહેવા લાગ્યો. હું ‘જૂઠાં'નો આક્ષેપ તો શી રીતે સહી લઉં ? આખરે અમે બંનેએ નક્કી કર્યું. ત્રીજો વિદ્યાર્થી વસુ (જે અત્યારે રાજા છે), જે કહે તે પ્રમાણે માનવું. ‘જે હારે તેણે જીભ ખેંચાવવા તૈયાર રહેવું પડશે.' એવું પર્વત નક્કી કરાવ્યું. નક્કી કરેલા દિવસે અમે વસુ રાજા પાસે નિર્ણય પૂછવા ગયા. આત્મ કથાઓ • ૫૨૮ મને તો પૂર્ણ વિશ્વાસ હતો કે વસુ મારી તરફેણમાં જ બોલશે. કારણ કે હું સાચો હતો. વળી સત્યવાદી તરીકે વસુની ચારે બાજુ પ્રસિદ્ધિ હતી. પણ મારા આશ્ચર્ય વચ્ચે વસુએ કહ્યું : પર્વત સાચી છે. નારદ જૂઠો છે ! મારા પગ નીચેથી તો જાણે ધરતી સરકી ગઇ. આઘાતથી સ્તબ્ધ બનેલા મેં જ્યાં વસુરાજાની સામે જોયું તે જ વખતે ધડૂમ... રાજા નીચે ગબડ્યો. જોરથી માથું જમીન સાથે ટકરાયું. તેનું સિંહાસન (જે આકાશમાં લટકે છે, એવું લોકોને દેખાતું) જમીન પર ટકરાઇને તૂટીફૂટી ગયું. રાજાના મુખમાંથી લોહીની ઊલટીઓ થવા લાગી. હું હજુ કાંઇ કરું ન કરું, બોલું ન બોલું તે પહેલાં જ વસુરાજાના રામ રમી ગયા. પાછળથી મને જાણવા મળ્યું કે વસુએ પર્વતની માતાના દબાણથી જૂઠું કહ્યું હતું. તેની માતા સાચો અર્થ જાણવા છતાં પુત્ર મોહે જૂઠી વાતમાં સાક્ષી આપવા ગોરાણીના નાતે રાજા પાસે આવેલી અને રાજાને તે માટે સમજાવીને અગાઉથી જ જયંત્ર તૈયાર કરી દીધેલું. હળાહળ જૂઠના કારણે ક્ષેત્રદેવતાએ તેને સિંહાસનથી નીચે પછાડ્યો. મરીને તે સાતમી નરકે ગયો, મૃષાનુબંધી રૌદ્રધ્યાનના પ્રભાવે. એના પછી ૭-૮ જેટલી વ્યક્તિઓ, સિંહાસન પર બેઠી તે બધાને પણ દેવતાએ ભોંય પર પટકી. જૂઠનો પ્રત્યક્ષ પરચો મળવા છતાં પર્વત ન સુધર્યો તે ન જ સુધર્યો. મહાકાલ નામના દેવની સહાયતાથી તેણે બકરાઓના હોમવાળા યજ્ઞો ઠેર-ઠેર શરૂ કરાવ્યા. જે ભારતમાં લગભગ સર્વત્ર વ્યાપક થઇ ગયા ! મેં આ મિથ્યા પરંપરા દબાવવા ખૂબ જ પ્રયત્ન કર્યા. શરૂઆતથી જ કર્યો, પણ આખરે એ શરૂ થઇ જ. આવા યજ્ઞો કરવા જીવોના પાપ કર્મો જ જોર કરતા હોય, ભવિતવ્યતા જ ધક્કો મારીને તે દિશામાં લઇ જતી હોય ત્યાં બીજા કોઇ શું કરી શકે ? નારદ તરીકેનું મારું સમ્યક્ પાસુ તમને જોવા મળ્યું ને ? ‘નારદવેડા' શબ્દનો પ્રયોગ કરીને હવે મને બદનામ નહિ કરો ને ? આત્મ કથાઓ • પ૨૯

Loading...

Page Navigation
1 ... 263 264 265 266 267 268 269 270 271 272 273