Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 264
________________ સદ્ગતિમાં જનારો જીવ કેવો હોય ? એનું હૃદય દયાથી કેવું ભર્યું ભર્યું હોય ! જૂઠથી એ કેટલે ડરતો હોય ? એ બધું જાણવું છે ? લો, તો મારી જ વાત તમે જાણી લો. ક્ષીર કદંબક નામના અધ્યાપક પાસે અમે ત્રણ વિદ્યાર્થીઓ ભણતા હતા. હું, ગુરુપુત્ર પર્વતક અને રાજાનો પુત્ર વસુ ! અમે ત્રણેય અલગઅલગ સ્થળેથી અહીં ભણવા માટે આવેલા. ગુરુની સેવા કરવાની અને ભણવાનું ! ક્યારેક જંગલમાંથી લાકડા લાવવાના હોય તો ક્યારેક ગાયો ચરાવવા જવાનું હોય તો ક્યારેક ઝૂંપડી સાફ કરવાની હોય. આ બધા જ કામ અમે પ્રેમથી કરતા, વિનયપૂર્વક કરતા. આમ શિક્ષણ માત્ર શાસ્ત્ર પૂરતું મર્યાદિત ન રહેતાં, જીવનમાં પણ ઉતારવાનું રહેતું. આથી જીવન અને શિક્ષણ, શ્રમ અને જ્ઞાન બંનેનો અમારામાં સમકક્ષી વિકાસ થતો. શ્રમથી કે જીવનથી દૂર ભગાડે તે જ્ઞાન શા કામનું ? જ્ઞાન વગરના જીવન કે શ્રમ પણ શા કામના ? માત્ર શ્રમ પાસે ધડ છે, પણ માથું નથી. માત્ર જ્ઞાન પાસે માથું છે, પણ ધડ નથી. આપણે તો ધડ અને માથું બંને જોઇએ. માત્ર માથાનો વિકાસ કરે તેને જ જ્ઞાન ન કહેવાય, માથા સાથે ધડનો પણ વિકાસ જરૂરી છે. એક વખતે અમને ત્રણેયને અમારા ગુરુએ એકેક કૂકડો આપતાં કહ્યું: ‘જુઓ, આ જીવિત કૂકડા તમને ત્રણેયને આપ્યા છે. મંત્રશક્તિથી મેં મૂચ્છિત બનાવેલા છે. હવે એ કૂકડાઓની તમારે એવા સ્થાને જઇ હત્યા કરવાની છે. જ્યાં તમને કોઈ જોતું ન હોય.' અમે ત્રણેય અલગ-અલગ દિશામાં નીકળી પડ્યા. દૂર દૂર જંગલમાં હું જઇ ચડ્યો. મને વિચાર આવ્યો : મારા ગુરુની આજ્ઞા છે : કોઇ ન જોતું હોય ત્યાં હત્યા કરવી. પણ કઇ જગ્યા એવી છે જ્યાં કોઇ જોતું ન હોય ? જંગલમાં વનદેવો જોતા નહિ હોય ? પશુ-પંખીઓ જોતા નથી ? કેવળજ્ઞાની સિદ્ધ ભગવંતો જોતા નથી? અરે... હું પોતે જ જોતો નથી ? કોઇ જગ્યા એવી તો ન જ હોય જ્યાં હું ન જોઇ શકું, કેવળજ્ઞાનીઓ ન જોઇ શકે. કોઈ જોતું હોય ત્યાં તો હણવાની ના પાડી આત્મ કથાઓ • ૫૨૬ છે. શું આનો અર્થ એવો થઇ શકે કે કુકડો હણવાનો જ નથી ! હા, એમ જ હોઇ શકે. પરમ દયાળુ ગુરુ આવી હત્યાની આજ્ઞા કરે જ શાના? નાનકડી કીડીને પણ બચાવવાની વાત કરનારા ગુરુ કૂકડાને મારવાની વાત કરે જ ક્યાંથી ? કૂકડાની હત્યા કર્યા વિના જ હું પાછો ફર્યો. મારાથી પહેલા જ પર્વતક અને વસુ બંને આવી પહોંચ્યા હતા. બંનેના લાલ હાથ કૂકડાની હત્યા જણાવતા હતા. ગુરુ ઉદાસ થઇને બેઠેલા હતા. મને જોતાં જ આનંદથી ઝૂમી ઉઠ્યા. પૂછ્યું : “કેમ ? તે કૂકડાની હત્યા ન કરી ?' ના... ગુરુજી ! મને કોઇ એવું સ્થાન જ ન મળ્યું જ્યાં કોઇ જોતું ન હોય. કેવળજ્ઞાનીઓ તો બધે જ જુએ જ છે ને ? હું કઇ રીતે કૂકડાને મારી શકું ?” ગુરુએ મારી વાત વધાવી લીધી. મને વાત્સલ્યથી નવડાવી દીધો. પેલા બેને ઠપકારતાં કહ્યું : “અરે, મૂખઓ ! તમને આટલી સીધી-સાદી વાત ન સમજાઇ ? હું કદી હત્યા માટે આજ્ઞા કરું ? આજ સુધી કદી કરી છે ? જરા તો રહસ્યાર્થ વિચારવો’તો ? તમે મારી પરીક્ષામાં નાપાસ થયા. મેં તો માત્ર તમારી પરીક્ષા માટે કુકડા આપેલા. હકીકતમાં એ લોટમાંથી બનાવેલા છે. એમાં લાખનો રસ ભરેલો, જેથી તમને લોહીનો ભ્રમ થાય. આટલું બોલતાં અમારા અધ્યાપકે ઘેરા વિષાદમાં પડી ગયા. પછીથી તેઓ અમને ભણાવતા ખરા, પણ મન વગર જ. દિવસે દિવસે સંસારથી વધુ ને વધુ વિરક્ત થતા જતા હતા. પછી તો તેમણે સંસારનો પરિત્યાગ કરીને સંન્યાસ જ સ્વીકાર લીધો અને અમે સ્વસ્થાને ગયા. પછીથી જાણવા મળ્યું કે રાત્રિના સમયે કોઇ આકાશગામી જૈન મુનિ દ્વારા સાંભળવા મળેલું કે આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે નરકે અને એક સ્વર્ગે જશે. કુકડાની પરીક્ષા દ્વારા સ્વપુત્ર પર્વત અને રાજપુત્ર વસુને નરકગામી જાણી તેઓ વિષાદથી ઘેરાઇ ગયા : જેને હું ભણાવું-ગણાવું તે જ મારો પુત્ર તથા રાજાનો પુત્ર બંને આખરે નરકે જ જવાના હોય તો મારે આત્મ કથાઓ • પર૭

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273