________________
- (૬8) હું ભરવ (દ્વિઘાવસ્થા) ફક
એકી સાથે બે કામ સામે આવી પડે છે ત્યારે માણસ મુંઝાઇ જાય છે. આ કરું કે પેલું? મનની આ અવસ્થાને આપણે “દ્વિધા’ કહીએ છીએ. દ્વિધામાં પડેલો માણસ મુંઝવણ અનુભવતો રહે છે, અનિર્ણાયકતાનો કેદી બની જાય છે. ઘણીવાર તો આ દ્વિધા એટલી લાંબી ચાલે છે કે કેટલાય વર્ષો સુધી માણસ નક્કી કરી શકતો નથી કે મારે આ કરવું કે પેલું કરવું? ઘણાનું તો અનિર્ણાયકતા અને અસ્પષ્ટ વિચારોમાં જ જીવન પૂરું થઇ જાય છે. “દુવિધા મેં દોનો ગયે, માયા મિલી ન રામ’ આમ આવાનું જીવન જોઇને જ કોઈકે કહ્યું હશે !
જીવનમાં ક્ષણિક દ્વિધા તો લગભગ બધાએ અનુભવી જ હશે ! દરેકના જીવનમાં પસંદગી કરવાનો નિર્ણય કરવાનો એક તબક્કો આવી જ પહોંચે છે. એ વખતે કરેલો નિર્ણય જીવનનો આખો રાહ જ બદલાવી નાંખે છે. એક માર્ગ હોય છે અનુકૂળતાનો, બીજો પ્રતિકૂળતાનો ! શ્રેયનો અને પ્રેમનો ! ગુલાબનો અને કાંટાનો ! હિતનો અને મનગમતો !
મોટા ભાગે માણસ અનુકૂળતાનો, પ્રેમનો, ગુલાબનો માર્ગ જ પસંદ કરે છે. હિતની ઉપેક્ષા કરે છે અને મનને મીઠો લાગતો માર્ગ પકડી લે છે. અહીં જ માણસ થાપ ખાઇ જાય છે ! ઢાળ જોઇને જે ધસી ન પડે, માત્ર ગુલાબ જોઇને મોહાઇ ન પડે, પણ વિવેક બુદ્ધિપૂર્વક દૂરનો વિચાર કરે તે જીતી જાય છે.
મારા જીવનમાં પણ દ્વિધાનો એક પ્રસંગ આવેલો ! દ્વિધાના પ્રસંગે જ માણસની વિવેકશક્તિની પરીક્ષા થાય છે, એમ ત્યારે મને સમજાયેલું.
વાત એમ બનેલી કે એક વખતે મને સમાચાર મળ્યા. રાજનું! ચક્રરત્ન ઉત્પન્ન થયું છે. ચક્રની યથાયોગ્ય પૂજા કરવા આપ પધારો. તે જ વખતે બીજા એક માણસે સમાચાર આપ્યા : નરનાથ ! આપના પિતાજી શ્રી આદિનાથપ્રભુજીને આજે કેવળજ્ઞાન થયું છે. હજાર-હજાર વર્ષની સાધના ફળી છે. ક્ષણવાર હું વિચારમાં મૂકાઇ ગયો : મારે શું કરવું? કેવળજ્ઞાની પ્રભુ
આત્મ કથાઓ • ૫૩૦
પાસે પહેલાં જવું કે ચક્રરત્નની પૂજા કરવા પ્રથમ જવું? પહેલાં તો મને એવો વિચાર આવ્યો : ભગવાનની સંભાળ લેનારા ઘણાય છે. હું એક ન ગયો તો શું ફરક પડવાનો છે? વળી, ચક્રની તો મારે જ સંભાળ લેવાની છે. ચક્રના કારણે તો હું ચક્રવર્તી થવાનો છું. એ ચક્રની ઉપેક્ષા શી રીતે થઈ શકે ? મારા સિવાય ચક્રની પૂજા બીજું કોઇ કરી શકે તેમ પણ નથી. પ્રથમ ચક્રરત્નની પૂજા કરી પછી શાંતિથી ભગવાન પાસે જાઉં. જેથી ત્યાં શાંતચિત્તે ભગવાનની દેશના સાંભળી શકું. નહિ તો ત્યાં પણ ચક્રની ચિંતા રહેશે.
સાચું કહેજો : તમને જમાઇરાજ અને મુનિરાજ બંને આવવાના એકીસાથે સમાચાર મળે ત્યારે શું વિચારો ? “મુનિરાજને સંભાળનાર તો આખો સંઘ છે, જ્યારે જમાઇ માટે તો હું એક જ છું. જમાઇને લેવા જ પ્રથમ સારે જવું જોઇએ' આવું જ વિચારોને ? જેવું હમણાં હું વિચારી રહ્યો હતો.
પણ ત્યાં જ મારી વિચારધારા બદલાઇ. મારી અંદર સૂતેલી વિવેકશક્તિ જાગી ઉઠી : અરેરે... આ હું શું વિચારી રહ્યો છું? ભગવાનને કેવળજ્ઞાન ને હું ચક્ર પાસે દોડું ? જે ચક્રથી માણસોના માથા કાપી શકાય, જે ચક્ર અઢળક કર્મો જ બંધાવે, એ ચક્રની પાછળ ચક્રમ થવાનું ? જે ભગવાન કેવળજ્ઞાન દ્વારા જગતનું આખું સ્વરૂપ જાણીને લોકો સમક્ષ બતાવવાના હોય, તીર્થની સ્થાપના કરવાના હોય, અસંખ્ય લોકોના ઉદ્ધાર માટે ધર્મરૂપી જહાજ સંસારના સમુદ્રમાં વહેતું મૂકવાના હોય, ત્યારે હું જ ગેરહાજર રહું ? એમાંય હું પ્રભુનો સૌથી જ્યેષ્ઠ પુત્ર ! મારાથી ગેરહાજર રહેવાય જ શી રીતે ? ક્યાં તરણતારણહાર તીર્થંકરનું કેવળજ્ઞાન ? તીર્થ સ્થાપનાનો સમય ? ને ક્યાં કર્મ-બંધનું કારણ ચક્ર?
ને.. મેં ચક્ર-પૂજા છોડીને ધર્મ ચક્રવર્તીની પાસે જવા વિચાર્યું.
મારાં દાદી મરુદેવા માતા એક હજાર વર્ષથી રડી રહ્યાં હતાં. ઋષભ ! ઋષભ ! મારો ઋષભ ! શું કરતો હશે ? ક્યાં ખાતો હશે? ક્યાં રહેતો હશે ? કોઈ સંભાળ લેતું હશે ? આમ લગાતાર એક હજાર વર્ષ સુધી એટલો વિલાપ કરેલો કે આંખે અંધાપો આવી ગયેલો. પણ હજુ એમનો વિલાપ અટક્યો નહોતો. મને તો રોજ સંભળાવે : અરે, ભરત ! તું છ ખંડની સમૃદ્ધિમાં આળોટે છે જ્યારે ઋષભ ઉઘાડે પગે
આત્મ કથાઓ • ૫૩૧