Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 269
________________ મૂર્ખ માણસો સાથે બેસીને હું શા માટે અકુદરતી જીવન ગાળું ? મારું તો કામ જ કુદરતને સહકાર આપવાનું ! રોજ પાંચસો પાડા મારવાનું ! અને જુઓ, મારું કુલ પણ કેવું ઉત્તમ ! કુદરતને સહકાર આપનારું ! બાપદાદાથી અમારો ચાલ્યો આવતો આ જ ધંધો ! રોજ સેંકડો માણસોને માંસ પૂરું કરવાનું ઉમદા કામ મારે કરવાનું! હુ જો આ કામ ન કરું તો બિચારા આ માંસાહારી માણસો દુ:ખી દુ:ખી થઇ જાય. પેલા અહિંસાવાદીઓ પાડા વગેરે પર તો દયા કરે છે, પણ માણસો પર નથી કરતા. માંસાહાર પ્રિય હોય તેવાને માંસ પૂરું પાડવું એ ઉમદા કામ નથી ? તમને શું લાગે છે ? કેમ વિચારમાં પડી ગયા ? મારી વાત તમને નથી ગમતી ? ગમે પણ ક્યાંથી ? નાનપણથી જ અહિંસા... અહિંસાની વાતો સાંભળી-સાંભળીને તમારાં મગજ બહેર મારી ગયાં છે. શુદ્ધ ભાષામાં કહું તો સડી ગયાં છે ! સડેલા મગજમાં ઉમદા વિચારો ક્યાંથી આવે ? તમારી નજરે તો હું ખાટકી, કસાઇ, ક્રૂર ! કત્લેઆમ ચલાવનારો રાક્ષસ.' કેમ ખરું ને ? પણ કતલની પણ એક મઝા હોય છે તે તમે કદી માણી છે ? કતલ કરવામાં પણ મર્દાનગી જોઇએ, એ તમે જાણો છો ? જોવું હોય તો આવો, મારા કસાઇવાડે ! ખચ્ચાક... મારો છરો ભોંકાતાં જ કપાઇ જતું માથું ! તરફડતું શરીર ! નીકળતું લોહી ! એ જોઇને જ ધ્રૂજતા ઊભેલા બીજા પાડા ! કાચા-પોચાનું તો આ દશ્યો જોવાનું કામ નહિ. અહીં તો મર્દ માણસનું કામ ! મર્દ હોય તો મારે ત્યાં ટકે ! બીજા તો જોઇને જ ભાગે ! કદાચ જોવા પણ ઊભા ન રહે. જ રોજ પાંચસો પાડા મારવાનું કામ હું પૂરી નિષ્ઠાથી કરતો, તમે જેમ રોજ દર્શન-પૂજા કરો છો. તમે માનશો ? મેં એક દિવસનો પણ ખાડો નહોતો કર્યો... વર્ષો સુધી આ સિલસિલો ચાલ્યો, પણ એક દિવસ એમાં ખામી આવી. આત્મ કથાઓ - ૫૩૬ વાત એમ બની કે મહારાજા શ્રેણિક તરફથી મને હુકમ આવ્યો ઃ આવતી કાલે તારે પાંચસો પાડા મારવાના નથી. હું તો સ્તબ્ધ થઇ ગયો. મેં રાજા પાસે જઇને કહ્યું : મહારાજા ! આમાં ખોટું શું છે ? આ તો અમારા બાપ-દાદાથી ચાલ્યો આવતો અખંડ ધંધો ! આપના પિતાજી પ્રસેનજિતે પણ એને કદી ખંડિત કર્યો નથી. આપ કેમ કરો છો ? લાગે છે, આપ કોક અહિંસાવાદીના રવાડે ચડ્યા ૉ. મારા ધંધાથી કેટલો ફાયદો થાય છે તે આપ જાણો છો ? આ નગરમાં હજારો પશુઓ છે. એમાં ભેંસ, બકરી વગેરે તો માણસને દૂધ માટે કામ લાગે, પણ પાડા-બકરા શા કામના ? ન દૂધમાં કામ લાગે, ન બીજે ક્યાંય ! એનું સર્જન જ કુદરતે મરવા માટે જ કર્યું છે. મારો ધંધો કુદરતના આ સંકેતને સહકાર આપવાનો છે. આ રીતે પાડા ન મારવામાં આવે તો પાડાઓની સંખ્યા એટલી વધી જશે કે એમને સાચવવા મુશ્કેલ થઇ પડશે. આપ તો આ બધું સમજો છો, આપને વધુ શું કહેવાનું હોય ?’ બેસ, બેસ, બોઘા ! જીભ બહુ લાંબી થઇ ગઇ છે. મને તું સમજાવવા આવ્યો છે ? મારો હુકમ છે : આવતી કાલે તારી કતલ બંધ રહે. એ સિવાય બીજું કશું મારે સાંભળવું નથી. હુકમ એટલે હુકમ !' મહારાજા તાડૂકી ઊઠ્યા. હું મહારાજાની સામે તો કાંઇ બોલી ન શક્યો, પણ મનોમન મેં નક્કી કર્યું ઃ ગમે તે રીતે આવતી કાલે ૫૦૦ પાડા મારવા એટલે મારવા જ. ન મારું તો મારું નામ કાળિયો કસાઇ નહિ ! પણ, બીજે દિવસે ગજબ થઇ ગયો. ૫૦૦ પાડા મારવાની મારી હઠ જાણે શ્રેણિક જાણી ગયા હોય તેમ તેમણે મને એક અંધારિયા કૂવામાં ઉતાર્યો. ઉપર પગ ને નીચે માથું ! મહારાજાને એમ કે હવે ૫૦૦ પાડા ક્યાંથી મારશે ? પણ, હું કાંઇ ઓછી માયા નહોતો. ગમે તે રીતે ૫૦૦ પાડા મારવાનો નિયમ તો જાળવી જ રાખવો. મારો દૃઢ નિર્ણય હતો. પણ આત્મ કથાઓ • ૫૩૭

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273