Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 268
________________ ન (૬૪) હું કાળિયો કસાઈ કિ આમ સંસારની અસારતાની વિચારણાથી ઉત્પન્ન થયેલી વૈરાગ્યની તીવ્ર ધારાથી તો કેવળજ્ઞાન નહિ થયું હોય ને ! એ ગમે તો હોય, પણ એમની તથાભવ્યતા જલ્દી પાકી ગઇ, એ નક્કી. દાદી મરુદેવીની અંતિમ વિધિ દેવોએ કરી. હું સમવસરણમાં બેઠો. દેશના સાંભળી. વિરક્ત થયેલા મારા પુત્ર ઋષભસેન આદિએ દીક્ષા લીધી. ત્રિપદીના શ્રવણ દ્વારા દ્વાદશાંગીની રચના, તીર્થની સ્થાપના વગેરે મંગલ કાર્યો જોવાં મળ્યાં. ચતુર્વિધ સંઘની સ્થાપનામાં મારા પુત્ર મુનિ ઋષભસેન (પુંડરીકસ્વામી) પ્રથમ ગણધર બન્યા અને શ્રાવકોમાં મુખ્ય હું બન્યો. પછી મને વિચાર આવ્યો : જો હું ભગવાનને છોડીને ચક્રની પૂજા કરવા દોડી ગયો હોત તો ? મરુદેવી દાદીની મુક્તિગમનની મંગલ ઘટના જોવા મળત ? તીર્થસ્થાપનાનો મંગળ અવસર નિહાળવા મળત ? કેટલા બધા ધન્ય પ્રસંગોથી હું વંચિત રહેત ? - વળી, ભવિષ્યની પ્રજા પણ કહેત : ‘ભરત કેટલો અવિવેકી ? પોતાના પિતા ભગવાનને કેવળજ્ઞાન થયું હોવા છતાં ત્યાં ન જતાં ચક્ર પૂજા માટે દોડી ગયો. રાજ્ય સિવાય એને કશામાં રસ હોતો.' મારો ખોટો દાખલો આપીને ભાવિની કેટલીયે પેઢીઓ અવિવેકનું આચરણ કરત ! પણ, મને મારી વિવેકશક્તિએ બચાવી લીધો. તમારા જીવનમાં પણ જ્યારે જ્યારે દ્વિધાનો પ્રસંગ આવે ત્યારે ઢાળ જોઇને ધસી નહિ પડતા, ગુલાબ જોઇને લલચાઈ નહિ જતા, અનુકૂળતામાં આસકત નહિ બનતો. ભાવિમાં જે હિતકારી હોય તે જ નિર્ણય કરજો. પછી ભલે કાંટા પર ચાલવું પડે કે આગ પર ! ધીરે-ધીરે કાંટા જ ફૂલ બની જશે અને આગ જ બાગ બની જશે. જો ઉલ્ટ માર્ગે ગયા તો બાગ પણ આગ અને ફૂલ પણ કાંટા બની જશે, એ ભૂલશો નહિ. હા.. હા... હા... હા... હિંસા એ જ મારું જીવન ! હિંસા જ મારું સર્વસ્વ ! અહિંસાનો ઉપદેશ આપનારા તો કાયરો છે, ભાગેડુઓ છે. જગતની વ્યવસ્થાને સમજી જ નથી; અહિંસાવાદીઓએ. તમે મને હિંસક કહીને નિંદો છો, પણ હું કહું છું કે કુદરત આખી હિંસાના પાયા પર રચાયેલી છે. હિંસાનો વિરોધ કરવો એટલે કુદરતનો વિરોધ કરવો ! હિંસાનો આદર કરવો એટલે કુદરતને સહકાર આપવો ! મારે તમને સહકાર આપવો કે કુદરતને ? જુઓ, મોટું મગરમચ્છ મોટા માછલાને ગળી જાય છે. એ માછલું નાના માછલાને, એ વળી એનાથી નાનાને ગળી જાય છે. માખી નાના જંતુને ખાય છે તો માખીને દેડકો ખાય છે. દેડકાને સાપ અને સાપને અજગર ખાય છે. આ કુદરતમાં શક્તિ છે એનું જ જીવન છે. ‘મારે તેની તલવાર... લાઠી તેની ભેંસ અને બળિયાના બે ભાગ'ના સિદ્ધાંતોમાં કુદરત માને છે, પણ કાયર માણસોએ કુદરતની વિરુદ્ધમાં પડીને અહિંસાનું તૂત ઊભું કર્યું છે. હું તો ખુલ્લી ચેલેન્જ સાથે કહું છું : આ જગતમાં કોઇ પણ જીવંત પ્રાણી હિંસા વિના જીવી શકે જ નહિ. માણસને જીવવા તમે જો માંસાહાર ન આપો (કારણ કે તમે અહિંસક છો. અન્નાહારી છો) તો પણ વનસ્પતિ તો આપવી જ પડશે ને ? આ વનસ્પતિ પણ અહિંસકોની દૃષ્ટિએ જીવનવાળી જ છે ને ? વનસ્પતિનું ભક્ષણ કરીને માણસ જીવે ને પાણી, હવા, માટી આદિનું ભક્ષણ કરીને વનસ્પતિ જીવે છે. હવા, પાણી, અગ્નિ વગેરે પણ એક-બીજાના ભક્ષણ કરતાં જ રહે છે. પાણી, અગ્નિ, વનસ્પતિ, માટી સિવાયનાં બીજાં જીવંતજંતુઓ પ્રાણીઓ તે સ્પષ્ટરૂપે, એક-બીજાને ખાતાં દેખાય જ છે. સિંહ, વાઘ, દીપડા વગેરે હરણ-સસલાં વગેરેને ખાય. પક્ષીઓ પણ નાનાં જંતુઓનું ભક્ષણ નજર સામે કરતાં દેખાય છે. આમાં અહિંસા આવી જ ક્યાં ? કુદરતનો કાયદો છે : હિંસા ! મૂર્ખ માણસનો કાયદો છે : અહિંસા ! આત્મ કથાઓ • ૫૩૫ આત્મ કથાઓ • ૫૩૪

Loading...

Page Navigation
1 ... 266 267 268 269 270 271 272 273