Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 262
________________ સાધુઓ છે. તેઓ મારા જેવા નકલી સાધુની સેવા શી રીતે કરે ? એમના માટે તો મારા જેવા અવિરતોની સેવા કરવી દોષ છે. દોષનું સેવન શા માટે કરે ? તાવમાં મારું મન વિચારના ચકડોળે ચડ્યું ઃ અત્યાર સુધી તો ઠીક છે, પણ હવે મારે એક ચેલો તો કરી જ લેવો જોઇએ. ચેલો હોય તો અટક્યું સટક્યું સાજે-માંદે કામ લાગે. અત્યારે હું ચેલા વિના કેવો હેરાન થાઉં છું ? એક ચેલો હોત તો ? કેટલો કામ લાગત ? તાવમાંથી તો હું ઉભો થઇ ગયો, પણ ચેલો કરી લેવાના મારા વિચારો અત્યંત દૃઢ બનીને ઊંડે સુધી ચાલ્યા ગયા. એક દિવસ એવી તક સામેથી આવી ઊભી. કપિલ નામનો યુવક મારી ઉપદેશ-ધારાથી આપ્લાવિત થઇ દીક્ષા લેવા તૈયાર થઇ ગયો. મેં તેને કહ્યું : દીક્ષા લેવી હોય તો જા આદિનાથ ભગવાન પાસે, ત્યાં શુદ્ધ ધર્મ છે.’ ત્યાં ધર્મ છે તો શું તમારી પાસે ધર્મ નથી ?’ મારે તો તમારી પાસે જ દીક્ષા લેવી છે. તમારા ચરણોની જ સેવા કરવી છે !' ભાવતું'તુંને વૈદે કીધું. મને તેની આ વાત બહુ જ ગમી ગઈ. આમેય હું શિષ્યની શોધમાં હતો જ. એમાંય આ બિરાદરનો ભેટો થઇ ગયો. દરેક પીપળાને ભૂત મળી જ રહે મેં કહ્યું : કપિલ ! ત્યાં પણ ધર્મ છે. અહીં પણ ધર્મ છે. (કવિલા ! ઇત્સંપિ ઇહંપિ) ખલાસ ! જીવનનું સૌથી ભયંકર પાપ-વચન (ઉત્સૂત્ર-વચન) મારાથી બોલાઇ ગયું. શિષ્યના લોભમાં આંધળા બનેલા મેં એ જોયું નહિ કે હું આ શું બોલી રહ્યો છું ? કાચ અને મણિને સરખા ભાવે વેંચે એ ઝવેરીની હાલત શું થાય ? હીરા જેવા શુદ્ધ ધર્મને મેં કાચ જેવા મારા ધર્મની તુલનામાં મૂકી દીધો. જિન-ધર્મની આશાતના બદલ મેં દીર્ઘ સંસાર ઉભો કરી દીધો. જો કે મને ત્યારે એની કોઇ જ ખબર પડી નહિ. કર્મ બાંધીએ છીએ ત્યારે આમેય ક્યાં ખબર પડે છે ? ભોગવીએ છીએ ત્યારે ખબર પડે છે. મનગમતું વધારે પડતું ખાઇ જઇએ છીએ ત્યારે ક્યાં ખબર પડે છે ? પેટમાં દુઃખે છે ત્યારે ખબર પડે. આત્મ કથાઓ • ૫૨૨ કર્મ બાંધતી વખતે જીવ સ્વતંત્ર છે. કર્મ ભોગવતી વખતે જીવ પરતંત્ર છે. કેટલું ખાવું ? શું ખાવું ? તે માટે જીવ સ્વતંત્ર છે. પણ ખાધા પછી પેટનો દુઃખાવો થવો કે ન થવો તે માણસના હાથમાં નથી. ત્યાં પરતંત્ર છે. સ્વતંત્રતા વખતે હોશ ખોઇને જીવ આડેધડ કાર્યો કરે છે. પછી પરતંત્રતા વખતે તે એકદમ દીન બની જાય છે. સ્વતંત્રતા વખતે જ જો તે સાવધ રહે તો પરતંત્રતા ભોગવવાના દિવસો આવે ? ખાતી વખતે જ ખ્યાલ રાખવામાં આવે તો પછી પેટની પીડા ભોગવવાનો સમય આવે ? કર્મ-બંધન સ્વતંત્ર છે. કર્મનો ભોગવટો પરાધીનતા છે. સ્વતંત્રતાનો કોઇ, એવો ઉપયોગ તો ન જ કરે જેથી પરાધીન બનવું પડે. પણ, મેં જ એવો ઉપયોગ કર્યો. શિષ્ય-મોહમાં મેં ઉત્સૂત્ર-પ્રરૂપણ કરીને કપિલને દીક્ષા આપી મારો શિષ્ય બનાવ્યો. મારા પછી કપિલે મારા મતને દાર્શનિક રૂપ આપી એક પરંપરા ચલાવી. આજે તમે જેને સાંખ્ય-દર્શનના પ્રણેતા માનો છો, તે જ કપિલ મુનિ ! શરીરના મોહે સર્વવિરતિ ખોઇ. શિષ્યના મોહે સકિત ખોયું. મિથ્યામતનો હું પ્રવર્તક બન્યો. મારા પછી કેટલાય વર્ષો સુધી એ મિથ્યાપરંપરા ચાલતી રહી. એક વખતે મારા પિતાજી ચક્રવર્તી ભરત મારી પાસે આવ્યા. ત્રણ પ્રદક્ષિણા આપી મને વંદન કરીને કહ્યું : હે મરીચિ ! હું તારા આ ત્રિદંડી વેષને પ્રણામ કરતો નથી, પણ તારા ભાવિ પ્રભુરૂપને પ્રણામ કરું છું. આજે ભગવાન આદિનાથજીએ ધર્મસભામાં મારા પ્રશ્નના ઉત્તરરૂપે કહ્યું : મરીચિ આ અવસર્પિણીમાં ત્રિપૃષ્ટ નામે પ્રથમ વાસુદેવ થશે. મહાવિદેહ ક્ષેત્રની મૂકાનગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવર્તી થશે તથા આ ભરતક્ષેત્રના આત્મ કથાઓ • ૫૨૩

Loading...

Page Navigation
1 ... 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273