Book Title: Aatmkathao
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shantijin Aradhak Mandal Manfara

View full book text
Previous | Next

Page 255
________________ - (૬૦) હું મમણ (પૂર્વ ભવ) ક જે જગ્યાએ હું પ્રભુની પૂજા કરતો હતો. ત્યાં રાજાએ મંદિર બંધાવ્યું - અને પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા પધરાવી. એ સ્થાન કલિકુંડ પાર્શ્વનાથના તીર્થ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. તમને પં. વીરવિજયજીની પાર્શ્વનાથ પંચ કલ્યાણક પૂજાની પેલી કડીઓ તો આવડતી જ હશે : “કાઉસ્સગ મુદ્રા પ્રભુ ઠાવે, વન-હાથી તિહાં એક આવે; જળ સૂંઢ ભરી નવરાવે, જિન અંગે કમળ ચડાવે, કલિકુંડ તીરથ તિહાં થાવે, હસ્તી ગતિ દેવની પાવે.” આ પંક્તિઓ મારી જ જિંદગીનો ઉલ્લેખ કરે છે. મારા જીવનમાંથી પ્રેરણા લેજો કે કદી કોઇ ભૌતિક વસ્તુની માંગણી ધર્મ પાસેથી કરવી નહિ. નહિ તો મારા જેવી હાલત થશે. દોરવા જશો ગણપતિ ને દોરાઇ જશે વાંદરો ! મુજ ઠીંગુજીની આટલી વાત માનજો ! માનશો ને ! ચારેય સંજ્ઞામાં સૌથી ખતરનાક સંજ્ઞા કઇ ? આહાર-મૈથુન-પરિગ્રહ અને ભય - આ સંજ્ઞામાંથી અપેક્ષાએ આહારસંજ્ઞા સૌથી ખતરનાક ગણાય. આહારસંશાથી પુષ્ટ થયેલું શરીર મૈથુનસંશા તરફ ઘસડાય. મૈથુનસંજ્ઞા દ્વારા સ્ત્રી આવી એટલે પરિગ્રહ જોઇએ. પરિગ્રહ આવે એટલે એને સાચવવાની આળપંપાળમાં ભય તો રહ્યા જ કરે. એટલે મૂળ તો આહારસંશા જ થઇને ? આહાર સંજ્ઞા જ્યાં પ્રબળ છે ત્યાં સૌથી વધુ કાળ (અનંતો કાળ) આપણા સૌનો ગયો છે એટલે ત્યાંના સંસ્કાર બળવત્તર હોય તે સ્વાભાવિક છે. માતાની કુક્ષિમાં આવતાંની સાથે જ જીવ, પ્રથમ શરીર નથી બનાવતો, આહાર ગ્રહણ કરે છે. ગ્રહણ કરાયેલા આહારમાંથી શરીર બની જાય છે. આહારસંશાનાં મૂળ આટલાં ઊંડાં છે માટે જ જીભને જીતવી કઠણ ગણાઇ છે. આહારસંજ્ઞાના થોડાક હુમલાના કારણે મારી શી દશા થઇ ? તે જાણવા જેવું છે. કોઇ પ્રભાવનાના પ્રસંગે મને એક સિંહકેસરીઆ લાડુ મળેલો. તે જ દિવસે ઘેર વહોરવા આવેલા જૈન સાધુને મેં તે વહોરાવી દીધો. મુનિ ગયા ને તરત જ આ બાજુ મારા પાડોશીએ પૂછ્યું : “કેમ મામા ! લાડવો ખાધો ?” નહીં.' કેમ ?' ‘એ તો મેં મહારાજને વહોરાવી દીધો.' ‘અલ્યા મૂરખ ! આવો સુંદર સ્વાદિષ્ટ લાડવો મહારાજને વહોરાવાતો હશે ? મહારાજને વહોરાવા રોટલી, શાક, દાળ-ભાત વગેરે આત્મ કથાઓ • ૫૦૯ આત્મ કથાઓ • ૫૦૮

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273